નેહાના લગ્ન ની અફવાઓ વચ્ચે વાયરલ થયો તેનો આ વિડીયો – જોઇને નાચી ઉઠ્યા પ્રસંશકો – જુઓ આ વિડીયો
પોતાના ખુબજ સારા અવાજ ને લીધે બોલીવૂડ માં પોતાની જગ્યા બનાવવા વાળી ગાયિકા નેહા કક્કડ સોશિયલ મીડિયા માં હમેશા ચર્ચા માં હોય છે.નેહા તેના પ્રસંશકો ની વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે.નેહા કક્કડ તેની અલગ અલગ એક્ટીવીટીઓ ને લીધે તેના પ્રસંશકો માં ચર્ચા માં હોય છે.ક્યારેક તેના ખુબ સારા ગીતો થી તો ક્યારેક પોતાની સોશિયલ મિડિયા ની એક્ટીવીટી ના કારણે.નેહા સોશિયલ મિડિયા પર ખુબ જ એક્ટીવ હોય છે.જેન લીધે હમણાં તે ચર્ચા માં છે.

બધાજ સોશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે :
નેહા કક્કડ લગભગ બધાજ સોશિયલ નેટવર્ક પર ઉપલબ્ધ છે.ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર સિવાય તે હમણાં ટિક ટોક પર પણ ખુબજ ધૂમ મચાવી રહી છે.નેહા ના આ ટિક ટોક ના વિડીયો તેના પ્રસંશકો ને ખુબ જ પસંદ આવી રહ્યા છે.તેણીના ટિક ટોક પ્લેટફોર્મ માં અંદાજે ૧૩ મિલિયન ફોલોવર છે.નેહા પોતાના ગીતો ના વિડીયો અવાર નવાર ટિક ટોક પર શેર કરતી હોય છે.
@nehakakkarWelcoming New Year Likeee ?? #DheemeDheeme with #Kartik ? Song by tonykakkar ?? Video Shot by raghavkakkarofficial ? #NehaKakkar #TikTokIndia
તેના આ વિડીયો ક્યારેક તો લાખો ની સંખ્યા માં શેર થાય છે.આ વિડીયો માં નેહા એક અલગ જ અંદાજ માં જોવા મળે છે.ક્યારેક કોમેડી તો ક્યારેક મિમિક્રી તો ક્યારેક ગીતો આ રીતે ઘણા વિડીયો બનાવે છે.
હમણાં જ રિલીઝ થયો આલ્બમ :
હાલ માં જ નેહા કક્કડ નો એક સંગીત આલ્બમ રીલીઝ થયો છે જેનું નામ છે “પુછદા હી નહી” આ આલ્બમ ને તેના પ્રસંશકો એ ખુબજ પસંદ કર્યો છે અને લોકો નો આ આલ્બમ ના વિડીયો માં ખુબ સારો રિસ્પોન્સ આવી રહ્યો છે.આના સિવાય પણ લોકો તેના ઘણા બધા વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.નેહા પોતાના દરરેક ઇવેન્ટ ને શેર કરે છે અને લોકો તેને પણ ખુબ જ પસંદ કરે છે.
ઘણી વાર તે પોતે જ પોતાના આવનારા ઇવેન્ટ વિશે ની જાણકારી સોશિયલ મિડિયા ના માધ્યમ થી આપે છે.
ઇન્ડીયન આઈડલ ની જજ છે અત્યારે :
અત્યારે નેહા કક્કડ સોની ટીવી પર ચાલી રહ્યા ઇન્ડિયન આઈડલ નામના સો ની જજ છે.નેહા ઇન્ડિયન આઈડલ ને લઈને પણ ઘણી ચર્ચા માં રહે છે.હાલમાં જ તેના અને ઉદિત નારાયણ ના પુત્ર આદીત્ય નારાયણ કે જે ઇન્ડિયન આઈડલ નો હોસ્ટ છે તેના લગ્ન ની ચર્ચા થઇ હતી.ઇન્ડિયન આઈડલ ના એક એપિસોડ માં સ્ટેજ પર જ બંને ના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને સોશિયલ મિડિયા માં લગ્ન નું કાર્ડ પણ વાયરલ થયું હતું.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ વાત એક મજાક હતી અને આ વાત સાચી ન હતી.કેમકે ઘણી વાર જોવા મળે છે કે આદિત્ય નેહા સાથે ફલર્ટ કરતા હોય છે. એક એપિસોડ માં ૯૦ ના દશક ના બે મહાન સિંગરો અલકા યાગ્નિક અને ઉદિત નારાયણ પહોચ્યા હતા.સાથે જ ઉદિત નારાયણ ની પત્ની પણ ત્યાં પહુચી હતી.આ એપિસોડ માં નેહા કક્કડ ના માતા પિતા પણ આવ્યા હતા.અજ કારણે નેહા અને આદિત્ય ના લગ્ન ની ચર્ચા ચાલી રહી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.