૧૫ જાન્યુઆરીએ રસ્તાઓ પર ધમાકેદાર એન્ટ્રી કરશે Honda Activa 6G – ફીચર્સ વાંચીને બુકિંગ કરાવવાનું મન થશે
અત્યારના 4G ના ઈન્ટરનેટ ના જમાનામાં વાહનો પણ 4G, 5G આવવા લાગ્યા છે.એવા માં હોન્ડા કંપની હાલમાં જ તેનું એકટીવા 6G મોડેલ લાવી રહી છે. આ પહેલા પણ તેણે એકટીવા ૩જી, ૪જી અને ૫જી મોડેલો કાઢેલા હતા. જે બધા પણ એક થી વધારે એક હતા.હવે આ નવું એકટીવા 6G એ તેની પહેલા ના 5G મોડેલ નું સ્થાન લઇ લેશે.
૧૫ જાન્યુવારી એ લાવી રહ્યા છે એકટીવા 6G :

જાણકારી મુજબ હોન્ડા કંપની તેનું નવું મોડેલ એકટીવા 6G એ ૧૫ જાન્યુવારી એટલે કે ઉતરાયણ ના બીજે દિવસે લોન્ચ કરવાની છે.આ લાવી રહેલા એકટીવા ના નવા મોડેલ માં ઘણા બદલાવ કરેલા છે અને ઘણી સુવિધાઓ છે.
એન્જીન માં થયેલ છે ફેરફાર :
૧૫ જન્યુવારીએ નવા લોન્ચ થનારા એકટીવા 6G માં સૌથી મોટો ફેરફાર તેના એન્જીન માં કરવામાં આવ્યો છે.આની પહેલા ના મોડેલ 5G માં એન્જીન માં BS6 વર્ઝન ન હતું. પણ આ એકટીવા 6G માં એન્જીન નું વર્ઝન BS6 અને ૧૦૯.૧૯સીસી વાળું હશે.જેમાં ૭.૯૬PS નો પાવર અને ૯ Nm ટોર્ક જનરેટ કરશે.
સુવિધાઓ હશે આવી :
આ નવા એકટીવા 6G માં ફ્રન્ટ વ્હીલ માં ડિસ્ક બ્રેક લગાવેલ છે.
સ્પીડોમીટર તો જુના મોડેલો ની જેમ એનાલોગ જ છે જેમાં એક નાની ડિજીટલ સ્ક્રીન માં થોડીક જાણકારી જોવા મળે છે.
એકટીવા 6G ની આગળની બાજુને ફરીથી ડીઝાઇન કરવામાં આવ્યું છે.અને તેના ઈન્સ્ટુમેન્ટ ના ક્લસ્ટર માં નવા બ્લુ ગ્રાફિક્સ આપેલા છે.
રીયર લાઈટ માં પણ કર્યો છે ફેરફાર :
ઉપર લખેલ સુવિધાઓ સિવાય પણ કેટલાક ફેરફાર થયા છે.જેમાં એકટીવા 6G ની રીયર લાઈટ માં પણ કરેલ છે ફેરફાર.
આ લાઈટ માં કંપનીએ સામાન્ય બલ્બ ની જગ્યાએ એલઈડી લાઈટ આવી શકે છે.ઉપયોગી વાત એ પણ છે કે લાંબી મુસાફરી વખતે મોબાઈલ ની બેટરી પૂરી થઇ જાય તો તેને ચાર્જે કરવા માટે ચાર્જીંગ પોઈન્ટ પણ આપેલા છે.
હવે જોવાનું એ છે કે ૧૫ જાન્યુવારી એ લોન્ચ થનારું હોન્ડા કંપનીનું એકટીવા 6G મોડલ લોકો માં કેટલું પ્રખ્યાત થાય છે અને કેટલાક લોકો તેને ૧૫ તારીખે જ ખરીદીને નવા લોન્ચિંગ ના દિવસે ખરીદી ની શરૂઆત કરશે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.