Mojemoj.com

Best Gujarati Blog

પૂજા કરતી વખતે આ રીતે તમારી વિશ માંગો – ખુદ ભગવાન પણ તમારી વાત સાંભળી તથાસ્તુ કહેશે

કેટલાક લોકો ને છોડી ને મોટા ભાગના લોકો ને ભગવાન માં શ્રદ્ધા અને વિશ્વાસ હોય જ છે. તેઓ પોત પોતાના ધર્મ મુજબ ભગવાન ની આરાધના કરતા હોય છે.

અને જે લોકો સાચા દિલ થી ભગવાન ની આરાધના કરે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ કરે જ છે.

ભગવાન પાસે સીધા ધન દૌલત માંગવા ના જોઈએ : પરંતુ આપણે ભગવાન પાસે શું માંગવું એની પણ આપણેં જાણ હોવી જોઈએ.અત્યારના સમય માં  મોટા ભાગના લોકોના જીવનમાં સૌથી મોટી સમસ્યા પૈસા ની અછતને લીધે જ હોય છે. એટલા માટે તેઓ ભગવાન પાસે સીધા પૈસા ના રૂપ માં જ મનોકામનાઓ માંગતા હોય છે. પણ આ રીત ખોટી છે. આપણે ભગવાન પાસે સીધી જ સંપતિ અને ધન દૌલત ના માંગવી જોઈએ. એતો જો આપણા નસીબમાં હશે તો આપણે સામે ચડીને જ મળી જશે.

એટલા માટે આજે અમે તમને કેટલાક શબ્દો વિશે જણાવવા ના છીએ કે જે શબ્દોને જ તમારી પ્રાર્થના માં બોલશો તો ભગવાન પોતાની રીતે જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી દેશે અને સમસ્યા નું સમાધાન પણ મળી જશે.

ક્યાં છે આ શબ્દો ?

જોકે આ શબ્દો તમે ઘણી વાર સાંભળ્યા જ હશે પણ તમને ખબર નહિ હોય કે ઈશ્વર માટે આ જાદુઈ શબ્દો છે. જો તમે પણ આ શબ્દો જ પોતાની પ્રાર્થના માં બોલશો તો ભગવાન તમારી વાત જરૂર સાંભળશે અને તમારી મનોકામનાઓ પણ જરૂર પૂર્ણ કરશે.

આ શબ્દો છે “હે પ્રભું અમારા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ સદાય ને માટે બનાવી રાખજો.”

જોકે આ ખાલી પ્રાર્થના કરવાથી કઈ ના થઇ શકે તમારે પોતાના જીવન માં ઘણા સારા કામો પણ કરવા જોઈએ. જેમકે કોઈ ગરીબ ની મદદ કરવી, કોઈ ભૂખ્યા ને જમાડવા, કોક ગરીબના છોકરા છોકરીઓને ભણાવવા આના જેવા ઘણા સારા કામો છે કે જે તમે એક વાર કરશો એટલે તમને અંદર થી જ એવો આનંદ થશે કે તમે ખુદ જ વધારે ને વધારે એવા કામો કરતા થઇ જશો.

એટલા માટે સારા કામો કરીને અને સાથો સાથ ભગવાન ની આરાધના કરીએ બંને ને લીધેજ આપણી મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!