વર્ષો પછી કોહલી નો મોટો ખુલાસો – કહ્યું “૨૦૦૮ નું વર્ષ મારા માટે….”

ભારતીય ક્રિકેટ ટીમ ના કપ્તાન વિરાટ કોહલી એ દુનિયાના એક નંબર ના બેટસમેન છે.તેના ખુબજ સારા કરિયર માં ઘણા બધા એવા મોકા હશે કે જે તેના માટે યાદગાર રહેશે.એના નામે ઘણા રેકોર્ડ છે અને ઘણી ઉપલબ્ધિઓ પણ તેના નામ ની છે.પરંતુ દરરેક લોકો ના જીવન માં કોઈ ને કોઈ એવી ક્ષણ હોય છે કે જે તેના માટે ખાસ હોય છે. એવી જ એક ક્ષણ વિરાટ કોહલી ના જીવન માં પણ છે. તેઓએ કહ્યું કે ૨૦૦૮માં રાષ્ટ્રીય ટીમ માટે પસંદ થયું તેને હમેશા યાદ રહેશે.

વનડે અને ટેસ્ટ બંને માં છે નંબર એક :

કોહલી અત્યારે પોતાના કરિયર ના સૌથી જબરદસ્ત ફોર્મ માં છે. સૌથી વધારે ફોર્મ માં છે એ આ વાત થી જાણવા મળે છે કે તે અત્યારે વનડે અને ટેસ્ટ બંને માં નંબર ૧ પર છે. તેઓએ પોતાના જુના દિવસો ને યાદ કરતા કરતા તેના સૌથી ગમતા ક્ષણ વિશે જણાવ્યું.

ઓડી કાર ના લોન્ચ ના કાર્યક્રમ માં હતા :

હાલમાં જ તેઓ ઓડી કારના લોંચીંગ કાર્યક્રમ માં હતા. તેઓએ આ ખાસ અવસરે કહ્યું કે એ ક્ષણ કે જે હમેશા મારા માટે ખાસ રહેશે એ છે મને જયારે ભારતીય ક્રિકેટ ટીમ માં પસંદ કરવામાં આવ્યો એ.કોહલી એ તે સમય ને યાદ કરતા કહ્યું કે જયારે મને ક્રિકેટ ટીમ માં પસંદ કરવામાં આવ્યો ત્યારે હું મારી માતા સાથે સમાચાર જોઈ રહ્યો હતો.મને ટીમ માં પસંદ કરવાના છે એના વિશે કોઈ ખબર ન હતી.જયારે અચાનક મને ખબર પડી કે મને રાષ્ટ્રીય ટીમ માં પસંદ કરવામાં આવ્યો છે ત્યારે મને ખબર ન પડી કે હું શું કરું .

વિરાટે કહ્યું કે મને ખબર ના પડી, હું હેરાન થઇ ગયો, મને ખબર નતી પડતી કે હું શું કરી બેસું, ઉભો થઇ જાવ, દોડવા લાગુ કે પછી કુદકા મારવા લાગુ.મને એવું લાગે છે કે આ જ એવી ક્ષણ છે કે જે હમેશા યાદ રહેશે અને મને ગમતી ક્ષણ રહેશે.

જયારે તેમની પસંદગી રાષ્ટ્રીય ટીમ માટે કરવામાં આવી હતી ત્યારે અન્ડર-૧૯ વિશ્વકપ વિજેતા ટીમ ના કેપ્ટન હતા. તે જ વર્ષે એટલે કે ૨૦૦૮માં જ તેઓએ સીનીયર ટીમ માં પણ જગ્યા બનાવી લીધી હતી.

ટી-૨૦, વનડે અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટ ના શાનદાર ખેલાડી છે :

વિરાટ કોહલી અત્યારે ટીમ ના ત્રણેય ફોર્મેટ એટલે કે ટી-૨૦, વનડે અને ટેસ્ટ ના વિશ્વ ક્રિકેટ ટીમ ના ખુબ જ સારા બેટ્સમેનો માના એક છે.અત્યારે તેમને ભારતીય ટીમ ની કરોડરજ્જુ માની શકાય  છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!