આ એક્ટ્રેસ સેટ પર પોતાની સગડી લઈને જાય છે – આ કારણ છે કે પોતે જાતે જ પકાવીને ભોજન લ્યે છે

દુનિયા ની સૌથી કિમતી વસ્તુ છે આપણી તબિયત.જો આપણે સ્વસ્થ હોઈએ તો તે આપણા માટે સારું કહેવાય છે.અને ખાસકરીને એક સ્વસ્થ શરીર માટે ખાવા પીવા માં ખુબ જ ધ્યાન રાખવું પડે છે.તમે ઘણા એવા બધા લોકો વિશે સાંભળ્યું હશે  કે જેઓ તંદુરસ્ત રહેવા માટે બહાર નું બનાવેલું જમતા નથી.

આ વાત ને ટીવી ની એક સીરીયલ ની અભિનેત્રી ખુબ જ મહત્વ આપે છે.આટલું જ નહિ તે પોતાની સાથે દરરેક જગ્યાએ પોતાની ઇલેક્ટ્રિક સગડી લઇ ને જાય છે અને શુટિંગ વખતે તે સેટ પર પોતે જ જમવાનું બનાવવા લાગે છે.આ અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતુ આકાંક્ષા રાવત છે.

આ સીરીયલ માં કરે છે કામ :

આકાંક્ષા રાવત ને તમે “કહત હનુમાન જાય શ્રી રામ” નામની એક સીરીયલ માં દેવી પાર્વતી ની ભૂમિકા ભજવતા જોઈ હશે.આકાંક્ષા પોતાની તબિયત ને લઈને ખુબ જ જાગૃત છે.તે કોઈ પ્રકાર ની ડાયેટ કે ઉપવાસ માં તો નથી માનતી પરંતુ ઘર ના બનેલા તાજા ખોરાક માં વિશ્વાસ જરૂર કરે છે.

આકાંક્ષા ને વાસી કે પહેલા થી બનાવેલ ખોરાક ખાવો ગમતો નથી. તેનું માનવું છે કે સારા સ્વાસ્થ્ય માટે હમેશા તાજું બનાવેલું ભોજન જમવું જોઈએ.બસ આજ કારણ છે કે તે શુટિંગ માં પણ પોતાની સાથે ઇલેક્ટ્રિક સગડી લઈને જાય છે.

પોતે જ બનાવે છે જમવાનું :

વિચારવા જેવી વાત તો એ છે કે પોતાના વ્યસ્ત જીવન માંથી પણ તે અવાર નવાર સમય કાઢી ને જાતે જ જમવાનું પકવતી જોવા મળે છે.આકાંક્ષા પોતાના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી ને મોટા ભાગે કોઈ સૂપ કે ગરમ કરેલ ભાજ્જીઓ ખાય છે.તે જણાવે છે કે મારી વેનિટી વેન માં એક ઇલેક્ટ્રિક સગડી જરૂર થી હોય છે.જો તે શુટિંગ માં વ્યસ્ત હોય તો શાક સુધારવા અને પકાવા નું કામ તેની ટીમ કરી લે છે.

આ સમયે લઇ લે છે ભોજન :

આકાંક્ષા ત્યાં સુધી પ્રયત્ન કરે છે કે પોતે સાંજે સાત વાગ્યા પહેલા જમી લે.જોકે ક્યારેક શુટિંગ માં મોડું થઇ જાય તો આવું નથી થઇ શકતું. એટલા માટે જ તે સેટ પર જલ્દી જ જમવાનું બનાવી ને ખાઈ લે છે.

મોટા ભાગે ખાઈ છે આ બધું :

આકાંક્ષા ની થાળી માં મોટા ભાગે સૂપ, ગ્રીલ કરેલી શાકભાજી અને કોઈ ઉગાડેલા અનાજ હોય છે.આકાંક્ષા ની આ આદત થી કેટલાક લોકો આશ્ચર્ય ચકિત છે તો કેટલાક લોકો તેના વખાણ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!