અમેરિકા પહોંચીને ઇવાન્કાએ તાજમહેલ સાથેના આ ફોટો શેર કર્યા – લોકોએ આ ભૂલ પણ પકડી લીધી

ગયા સોમવારે અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતા પરિવાર ની સાથે ભારત આવ્યા હતા.આ દરમિયાન તે ખુબ જ ચર્ચા માં હતા.બધીજ ન્યુઝ ચેનલ પર માત્ર તેમની જ ખબરો દેખાડવામાં આવી રહી હતી.ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા અને પુત્રી ઇવાંકા નો સાથે ભારત આવ્યા હતા.

સૌથી પહેલા પોતાના પરિવાર ની સાથે તેઓ અમદાવાદ ના મોટેરા સ્ટેડીયમ પહોચ્યા હતા.ત્યાં “નમસ્તે ટ્રમ્પ” નામના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય મહેમાન ડોનાલ્ડ ટ્રમ્પ જ હતા.

પછી પહોચ્યા હતા તાજમહેલ :

મોટેરા સ્ટેડીયમ પછી તેઓ દુનિયા ના સાત અજુબાઓ માંથી એક એવા તાજમહેલ ને જોવા માટે આગ્રા પહોચ્યા હતા.જયારે લોકો ને ખબર પડી કે તેઓ આવવાના છે ત્યારે લોકો તેમને જોવા માટે ખુબ મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા.

લોકો માત્ર ટ્રમ્પ ની એક ઝલક જોવા માટે આવ્યા હતા.જોકે લોકો તેમની નજીક તો ન જઈ શક્યા પરંતુ તેમના અને તેમના પરિવાર ને જોઈ જરૂર શક્યા હતા.

૩૬ કલાક ભારત ફરી ને પોતાના વતન પાછા ફર્યા :

ટ્રમ્પ ભારત માં ૩૬ કલાક સુધી રહી અને પછી પોતાના વતન પાછા ફર્યા.ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલાનિયા અને તેની પુત્રી ઇવાંકા ને ભારત ની મહેમાનગતી ખુબ જ ગમી હતી.ભારત થી પાછા ફરી ને ઇવાંકા સોશિયલ મીડિયા પર પોતાની આ તસ્વીરો શેર કરી રહી છે.ઇવાંકા એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેર કરતા ભારતને ધન્યવાદ કહ્યું હતું.

કેટલાક ને પસંદ આવી તસ્વીર તો કોઈકે કહ્યું આવું :

કેટલીક તસ્વીરો માં ઇવાંકા એકલી નજર આવી રહી છે, અને કેટલીક તસ્વીરો માં તે પોતાના પતિ ની સાથે જોવા મળી રહી છે.કેટલાક લોકો ને તેની આ બધી તસ્વીર પસંદ આવી ત્યાજ કેટલાક લોકો એ આ તસ્વીરો ને ફોટોશોપ કરેલી જણાવી.

લોકો મુજબ આ તસ્વીર ને શેર કરતા પહેલા ઇવાંકા એ તેને એડિટ કરી છે અને આ તેણે ફોટોશોપ દ્વારા કર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

પકડાઈ ગઈ આ ભૂલ :

લોકો મુજબ ઇવાંકા તેની કમર ને પાટલી દેખાડવા ઇચ્છતી હતી, એટલા માટે તેણે પોતાની તસ્વીરો માં એડીટીંગ કરીને પોતાની કમર ને પાતળી કરી દીધી હતી.

લોકો એ જયારે એક ફોટા માં નીરખી ને જોયું તો તેમને ઇવાંકા ના હાથ અને કમર ની વચ્ચે પાણી નો ભાગ નજર આવ્યો તે વધારે ફોકસ કરેલો હતો,જયારે ઇવાંકા ના ફોટા ના બેકગ્રાઉન્ડ માં જે પાણી છે તે આટલું બધું સાફ નથી.તેમને ઇવાંકા ની કમર એક સાઈડ થી થોડી વિચિત્ર પણ લાગી.

કેટલાક લોકો એ કહ્યું આવું :

પરંતુ ઘણા બધા લોકો આ વાત ને ખોટી પણ કહી રહ્યા છે, તેમનું માનવું છે કે ઇવાંકા ની એટલી બધી તસ્વીરો માંથી માત્ર એક જ તસ્વીર ને એડિટ શા માટે કરે ? આ રીતે અલગ અલગ લોકો નો અલગ અલગ અભિપ્રાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!