આંગળીઓ માં આવી કાળાશ આવી ગઈ હોય તો કરો આ ઘરેલું ઉપાય – ચમકી જશે આંગળીઓ

ઘણા લોકો ના હાથ ની આંગળીઓ કાળાશ થઇ જાય છે.તેમના કાળા થવાથી આંગળીની સુંદરતા ઘટી જાય છે અને હાથ કાળા દેખાવા લાગે છે.આનાથી ઘણા લોકો પરેશાન હોય છે.અને ઘણા પ્રકાર ની ક્રીમ નો ઉપયોગ કરે છે,પરંતુ કાળાશ ઓછી થતી નથી.

આજે અમે તમને આ કાળાશ દુર કરવા માટે ના ઉપાય જણાવશું જેનાથી આ કાળાશ દુર થઇ જશે અને આંગળી ઓ ચમકી જશે.

મીઠું અને લીંબુ :

મીઠા અને લીંબુ ને એકસાથે થઇ ગયેલી કાળાશ પર લગાવવા થી તે કાળાશ દુર થઇ જાય છે.આ માટે એક લીંબુ ના બે ભાગ કરવા અને તેમાં થોડું મીઠું લગાવવું એ પછી આ લીંબુ ને સારી રીતે તે કાળાશ પર લગાવવું અને પછી ૧૦ મિનીટ સુધી લગાડેલ રાખવું.આ પછી પાણી ની મદદ થી હાથ ધોઈ લેવા.અઠવાડિયામાં ત્રણ વાર આ રીતે કરવા થી આ કાળાશ જલ્દી દુર થઇ જાય છે.

લીંબુ અને ખાંડ :

લીંબુ અને ખાંડ ની મદદ થી પણ આંગળીઓ ની આ કાળાશ ને દુર કરી શકાય છે.આ માટે એક વાટકો લીંબુ નો રસ કાઢી લેવો પછી તેમાં ખાંડ નાખવી અને આ મિશ્રણ ને રૂ ની મદદ થી આંગળી પર લગાડવું અને થોડું ઘસવું.આવું કરવાથી પણ આંગળીઓ નો કાળાશ દુર થાય છે.

ટમેટા નો રસ :

ટમેટા ના રસ ની મદદ થી પણ આંગળીઓ ની કાળાશ દુર થાય છે.આ માટે એક ટમેટા પીસીને રસ કાઢી લેવો.એના પછી રૂ ની મદદ થી આ રસ ને આગળીઓ માં લગાવવો અને પછી ૧૫ મિનીટ સુધી આ રસ ને લગાવી રાખવો.જયારે આ સુકાઈ જાય ત્યારે હાથ ને ધોઈ લેવા.

સ્ક્રબ કરવું :

સ્ક્રબ કરવા થી પણ આ કાળાશ ને દુર કરી શકાય છે.આંગળીઓ ની આ કાળાશ ને દુર કરવા માટે અઠવાડિયા માં ત્રણ વાર સ્ક્રબ કરવું.આ માટે ઘરમાં જ એક સ્ક્રબ તૈયાર કરવા થોડા ચોખા લઈને તેને થોડા પીસી લેવા અને તેમાં મધ ભેળવવું. આ મિશ્રણ ને ૫ મિનીટ સુધી આંગળીઓ પર ઘસવું.આમ કરવા થી પણ કાળાશ દુર થાય છે અને આંગળીઓ ચમકવા લાગે છે.

ઓલીવ ઓઈલ થી માલીસ કરવી :

રોજ રાત્રે સુતા પહેલા આંગળીઓ માં ઓલીવ ઓઈલ થી માલીસ કરવી.આમ કરવા માટે થોડું ઓલીવ ઓઈલ લેવું અને પછી તેને ૨ મિનીટ સુધી આંગળીઓ માં માલીસ કરવું અને એક મહિના સુધી રોજ આ તેલ થી માલીસ કરવા થી કાળાશ દુર થઇ જાય છે અને આંગળીઓ ચમકી જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!