૨૦૦૩ વર્લ્ડ કપના આ ૧૩ ખેલાડી સન્યાસ લઇ ચુક્યા છે – હવે ફક્ત આ ૨ બચ્યા છે
ભારત માં ક્રિકેટ નો ક્રેઝ ખુબજ વધારે અલગ છે અને કોઈને કોઈ ક્રિકેટ નો પ્રેમી હોય જ છે.અહી લોકો ક્રિકેટ ને લાગણીઓ સાથે જોડી ને રાખે છે અને જો ભારત બીજા કોઈ પણ દેશ ની જગ્યાએ પાકિસ્તાન સામે જીત મેળવે તો તો એ એક તહેવાર ની જેમ ઉજવાય છે.
ભારત ના કેટલાક ક્રિકેટરો ને ખુબજ પસંદ કરવામાં આવે છે અને તેમાંથી કેટલાક ખેલાડીઓ એ તો સંન્યાસ લઇ લીધો છે. પરનું ૨૦૦૩માં વર્લ્ડ કપ રમવા વાળા આ ૧૩ ખેલાડીઓ કે જેમાં તમારા પ્રિય નું નામ પણ હોઈ શકે છે.
સંન્યાસ લઇ ચુક્યા છે ૨૦૦૩માં વર્લ્ડ કપ રમવા વાળા આ ખેલાડીઓ :
ભારત ના પૂર્વ ઓલરાઉન્ડર દિનેશ મોંગિયા એ ૧૭ ડીસેમ્બર ૨૦૧૯ ને દિવસે ક્રિકેટ થી સંન્યાસ લઇ લીધો છે.આ સાથે જ મોંગિયા એ ૧૮ વર્ષ ના લાંબા ક્રિકેટ કરિયર ને વિરામ પણ આપી દીધો છે.વર્ષ ૨૦૦૧ માં ભારતીય ટીમ માં એન્ટ્રી કરવા વાળા આ ખેલાડી એ ૧૨ મેં ૨૦૦૭ ના દિવસે ભારત માટે પોતાનો છેલ્લો મેચ બાંગ્લાદેશ ની વિરુદ્ધ રમ્યો છે.મોંગિયા એ પોતાના વનડે ના કરિયર માં ૫૭ મેચ રમી જેમાંથી ૨૭.૯૫ % માં એવરેજ ૧૨૩૦ રન બનાવ્યા છે.
મોંગિયા એ વર્ષ ૨૦૦૩માં વર્લ્ડકપ માં ભારતીય ટીમ માં ભાગ લીધો હતો અને આનાથી પહેલા સિક્સર કિંગ ના નામેથી પ્રખ્યાત યુવરાજ સિંહ એ આજ વર્ષે જુન માં ક્રિકેટ થી સંન્યાસ લઇ લીધો છે.યુવરાજ એ સંન્યાસ લેવાની સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રિકેટ ના એક શાનદાર યુગ નો અંત આવી ગયો છે.
૨૦૦૩માં સાઉથ આફ્રિકા, ઝીમ્બાબ્વે અને કેન્યા માં રમ્યો હતો વર્લ્ડ કપ :
મોંગિયા અને યુવરાજે પોતાનો પહેલો વર્લ્ડ કપ વર્ષ ૨૦૦૩માં સાઉથ આફ્રિકા, ઝીમ્બાબ્વે અને કેન્યા માં રમ્યો હતો.આ વર્લ્ડ કપ માં યુવરાજ એ મિડલ ઓર્ડર પર બેટિંગ કરતા ૩૪ ની એવરેજ થી ૨૪૦ રણ બનાવ્યા અને ટુર્નામેન્ટ માં સૌથી પહેલા વધારે રન બનાવવા વાળા ભારતીય ખેલાડીઓ બન્યા જે ૫માં સ્થાન પર હતા.
આ વર્લ્ડકપ માં ભારત ૨૦ વર્ષ પછી ફાઈનલ માં પહોચ્યો હતો, જોકે ફાઈનલ માં ઓસ્ટ્રેલીયા ની સામે યુવરાજ સહીત આખી જ ટીમ નું સપનું તૂટી ગયું હતું.યુવરાજે પોતાની બિલ્ડીંગ માં બધાને પ્રભાવિત કર્યા અને યુવરાજ પછી દિનેશ મોંગિયા ને સંન્યાસ લેવા સાથે જ વર્ષ ૨૦૦૩માં વર્લ્ડકપ રમવા વાળા એક બીજા ખેલાડીઓ એ ક્રિકેટ ને પર વિરામ લગાડી દીધું છે.
આ બધા ખેલાડીઓ એ લઇ લીધો સંન્યાસ :
વર્ષ ૨૦૦૩માં વર્લ્ડકપ માં ભારતીય ટીમ માં ૧૫ ખેલાડીયો હતા જેમાંથી ૧૩ ખેલાડીઓએ તો સંન્યાસ લઇ જ ચુક્યા છે, પરંતુ તે વર્લ્ડ કપ માં ૨ એવા ખેલાડીઓ પણ છે કે જેઓ આજે પણ ભારતીય ક્રિકેટ ટીમ ના સદસ્યો છે.એટલું જ નહિ આ દિવસો માં બંને ખેલાડીઓ કોઈ ને કોઈ રીતે ક્રિકેટ રમે જ છે.એમાંથી એક છે હરભજન સિંહ જે આઈપીએલ માં ચેન્નઈ સુપરકિંગ્સ માં રમે છે.બીજા છે પાર્થિવ પટેલ જે આઈપીએલ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે.
૨૦૦૩માં વર્લ્ડ કપ માં રમવા વાળા આ બધા ખેલાડીઓ એ સંન્યાસ લઇ લીધો છે :
ઝવાગલ શ્રીનાથ – ૨૩ માર્ચ, ૨૦૦૩
સૌરવ ગાંગુલી – ઓક્ટોમ્બર ૨૦૧૨
અનીલ કુંબલે – ૨ નવેમ્બર ૨૦૦૮
રાહુલ દ્રવિડ – માર્ચ ૨૦૧૨
સંજય બાંગર – જાન્યુવારી ૨૦૧૩
અઝીત અગરકર – ૧૬ ઓક્ટોબર ૨૦૧૩
સચિન તેંડુલકર – ૧૦ ઓક્ટોબર ૨૦૧૩
ઝહિર ખાન – ૧૫ ઓક્ટોબર ૨૦૧૫
વીરેન્દ્ર સહેવાગ – ૨૦ ઓક્ટોબર ૨૦૧૫
આશિષ નેહરા – ડીસેમ્બર, ૨૦૧૭
મોહમદ કૈફ – 3 જુલાઈ ૨૦૧૮
યુવરાજ સિંહ – ૧૦ જુન ૨૦૧૯
દિનેશ મોંગિયા – ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.