Mojemoj.com

Best Gujarati Blog

હવેથી નહીં વધે ટામેટાં, ડુંગળી અને બટેટા ના ભાવ – સરકારે ચાલુ કરી આવી અર્લી વોર્નિંગ સિસ્ટમ..

થોડા સમય પહેલા જ ડુંગળી અને લસણ ના ભાવ એકાએક ખૂબ જ ઉપર ચઢી ગયા હતા. આટલો બધો ભાવ સાંભળી ને જ લોકો ની આંખ માંથી આંસુ નીકળી જતાં હતા. આવું દર ત્રણ ચાર વર્ષે એક વાર જોવા મળે છે. જ્યારે આ રીતે ડુંગળી નો ભાવ વધી ગયો હતો ત્યારે સરકાર ની ખૂબ જ ટીકા થઈ હતી. 

એટલા માટે સરકારે રોજિંદા જરૂરિયાત ની વસ્તુઓ માંથી મુખ્ય ત્રણ વસ્તુ ટામેટાં, ડુંગળી અને બટેટા ના ભાવ ને કંટ્રોલ માં કરવા માટે એક નવી અર્લી વોર્નિંગ સિસ્ટમ નું પોર્ટલ શરૂ કર્યું છે.

ફૂડ પ્રોસેસિંગ ઉધ્યોગ મંત્રી એ કર્યું ઉદઘાટન :

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઇન્ટેલિજન્સ એન્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ ના પોર્ટલ નું ઉદઘાટન ફૂડ પ્રોસેસિંગ ઉધ્યોગ ના મંત્રી હરસિમરત કૌર બાદલ એ કર્યું હતું.

આ છે આ પોર્ટલ નો હેતુ :

શરૂ કરેલી આ સિસ્ટમ મુખ્ય ત્રણ વસ્તુઓ ડુંગળી, ટામેટાં અને બટેટા ના ભાવ ને મોનીટર કરવાનો છે. જેના માધ્યમ થી રાજ્ય સરકાર ને યોગ્ય સમયે જ અલર્ટ કરી દેવામાં આવશે, જેથી કરીને રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈને પરિસ્થિતિ ને સંભાળી શકશે. 

મુખ્ય બે સમયે મળી જશે અલર્ટ :

જ્યારે પણ આગળના વર્ષ કરતાં ભાવ ૫૦ ટકા જેટલા વધુ થઈ જે ત્યારે રાજ્ય સરકાર ને આ વાત ની એલર્ટ આપી દેવમાં આવશે. 

સાથે જ જ્યારે રાજ્ય સરકાર તરફથી નક્કી થયેલા માપદંડ થી ઓછા થશે ત્યારે પણ અલર્ટ મળી જશે, જેથી કરીને આવી સ્થિતિ માં પણ સરકાર દ્વારા જરૂરી પગલાં લઈ શકાય.

સહકારી સંસ્થા નેફેડ એ કર્યું છે નિર્માણ :

આ પોર્ટલ નું નિર્માણ સહકારી સંસ્થા નેફેડ દ્વારા કરવામાં આવ્યું છે. નેફેડ ના અધિકારી એસ કે સિંહ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ પોર્ટલ પર ૧૨૮ જેટલી શાકભાજી ની કિમતો પર નજર રાખનારી કંપની એગ્રીવોચ ટામેટાં, બટેટા અને ડુંગળી ના ભાવ ના વધારા – ઘટાડા નું વિશ્લેષણ કરશે. 

સાથે જ એગમાર્ક તરફથી ૧૨૦૦ જેટલી શાકભાજી ની માર્કેટ ની અંક પ્રદર્શિત કરવામાં આવશે. આ પોર્ટલ દ્વારા જે રાજ્ય માં સૌથી વધુ આ ત્રણ વસ્તુઓ ની માંગ રહે છે ત્યાંનાં ભાવ પર પણ નજર રાખવામાં આવશે. જેનાથી યોગ્ય સમયે ખૂબ વધુ ભાવ વધારા કે ભાવ ઘટાડા ને નિયંત્રણ માં રાખી શકાય. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!