હેડકી આવતી હોય ત્યારે આ ૧૨ રસ્તાઓ વડે ફક્ત ૧ સેકન્ડમાં હેડકી બંધ કરી શકાય છે

હેડકી ની સમસ્યા કોઈ ને પણ થઇ શકે છે અને હેડકી આવે ત્યારે રોકવું મુશ્કેલ થઇ જાય છે.વધારે સમય સુધી હેડકી રહે તો પેટ માં દુખી શકે છે.હેડકી આવવા ની પાછળ ઘણા બધા કારણો હોય છે.વૃદ્ધ લોકો પ્રમાણે જયારે આપણે કોઈ યાદ કરતુ હોય છે ત્યારે હેડકી આવે છે.

આજે અમે તમને હેડકી ને રોકવા માટે ના ઉપાયો વિશે જણાવીશું જેનાથી તમે ફક્ત એક જ સેકંડ માં હેડકી ને બંધ કરી શકો છો.

આ છે હેડકી બંધ કરવાના ઉપાયો :

 • હેડકી શરુ થાય ત્યારે ખાંડ ખાઈ લેવી.ખાંડ ખાવાથી હેડકી બંધ થઇ જાય છે.
 • હેડકી આવે એટલે તરતજ જીભ બહાર કાઢવી અને થોડી વાર સુધી બહાર જ રાખવી.આવું કરવાથી ગળા ના વોકલ કોર્ડ માં અસર થાય છે અને હેડકી આવવાનું બંધ થઇ જાય છે.
 • ધ્યાન ભટકાવવા થી પણ હેડકી આવવાનું બંધ થઇ જાય છે.એટલા માટે જયારે હેડકી આવે ત્યારે તે વ્યક્તિનું ધ્યાન કોઈ પણ રીતે ભટકાવવા થી હેડકી દુર થઇ જાય છે.
 • ઊંડો શ્વાસ લેવો.હેડકી આવે ત્યારે ઊંડો શ્વાસ લેવાથી પણ હેડકી દુર થાય છે.
 • હેડકી બંધ ન થતી હોય તો નાક ને થોડી વાર બંધ કરી દેવું એમ કરવાથી હેડકી બંધ થઇ જાય છે.
 • વધારે સમય સુધી હેડકી ચાલુ રહે તો પેટ પર અસર થઇ શકે છે એટલા માટે આવું થાય ત્યારે મોઢા ને પાણી માં દુબાડવું, આમ કરવાથી હેડકી બંધ થઇ જાય છે.
 • કાળા મરચા નો ભૂકો કરી અને મિશ્રી નું મિશ્રણ તૈયાર કરવું અને આ મિશ્રણ ને જયારે હેડકી આવે ત્યારે ખાઈ લેવું જેનાથી હેડકી બંધ થઇ શકે છે.
 • મધ ખાવા થી પણ હેડકી બંધ થઇ જાય છે.હેડકી આવે ત્યારે એક ચમચી મધ ખાઈ લેવું.
 • લીંબુ નો રસ પીવાથી પણ હેડકી બંધ થઇ જાય છે.હેડકી આઅવે ત્યારે લીંબુ નીચવી ને તેના રસ ને પી લેવું આનાથી હેડકી બંધ થઇ જશે.
 • સરકો પણ મદદ કરી શકે છે હેડકી થી મુક્તિ માટે.હેડકી આવે ત્યારે પાણી માં એક ચમચી સરકો ઉમેરી ને આ પાણી ને પી લેવું જેથી હેડકી બંધ થઇ જશે.
 • ધ્યાન લગાવવા થી પણ હેડકી થાય છે બંધ. હેડકી આવે ત્યારે ધ્યાન ની મુદ્રા માં બેસી જવું અને ઊંડો શ્વાસ લ્યો અને ધીરે ધીરે શ્વાસ છોડવો આમ કરવાથી હેડકી બંધ થઇ જશે.
 • મરચું ખાઈ ને પણ હેડકી ને રોકી શકાય છે.હેડકી શરુ થાય ત્યારે એક લીલું મરચું ખાઈ લેવું આમ કરવાથી તરતજ હેડકી બંધ થઇ જાય છે.

આ બધા ઉપાયો થી જો હેડકી બંધ ન થાય તો ડોક્ટર પાસે જરૂર જવું.કેમકે હેડકી આવવાથી આંતરડા પર જોર પડે છે અને પેટ માં તકલીફ થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!