IAS અને IPS નો પગાર વાંચીને થશે કે આ બે પોઝીશન માટે જ મહેનત કરવી જોઈએ

આજ કાલ UPSC ની તૈયારી અને પરીક્ષા આપવાનો ક્રેઝ વધી ગયો છે અને વધુ ને વધુ લોકો આ તરફ વળવા લાગ્યા છે અને આઈએએસ કે આઈ પી એસ બનવા માટે મહેનત કરતા હોય છે. અને એજ વાત છે કે આઈ એ એસ કે આઈ પી એસ બનવાનું કોને ન ગમે ? આજે આપણે UPSC વિશે અને IAS તથા IPS વિશે જ વાત કરવાના છીએ.

તો ચાલો જાણીએ આઈએએસ અને આઈપીએસ વિશે તથા તેમના પગાર વિશે જાણવાના છીએ.

સૌથી અઘરી પરીક્ષા છે UPSC :

યુનિયન પબ્લીક સર્વિસ કમીશન (UPSC) ને સૌથી મુશ્કેલ પરીક્ષા ગણવામાં આવે છે.આ મુશ્કેલ પરીક્ષા પાસ થનારાઓ જ દેશના અમલદારશાહી બની શકે છે.આ પરીક્ષા માં જે રેન્ક મળે તેના પરથી ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અથવા ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) માં પસંદગી થાય છે.

આઈએએસ :

આઈએએસ એટલે ભારતીય વહીવટી સેવા જેના દ્વારા અધિકારીઓ ને કેન્દ્ર અને રાજ્ય સરકારો માં ખુબ જ મહત્વ ની પોસ્ટ્સ આપવામાં આવે છે.આઈએએસ અધિકારીઓ રાજ્ય માં મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકાર માં કેબીનેટ સચિવ પદ પર પહોચી શકે છે.

આઈએએસ અધિકારી નો કોઈ ખાસ ડ્રેસ હોતો નથી તે ફોર્મલ ડ્રેસ માં જ જોવા મળે છે.જોકે તેમની સાથે એક કે બે બોડીગાર્ડ હોય છે. આ સિવાય આઈએએસ બનનારા ને એક મેડલ આપવામાં આવે છે.

એક આઈએએસ અધિકારીઓ નું કામ જાહેર વહીવટ અને નીતિ નિર્માણ અને અમલીકરણ માટે જવાબદાર હોય છે, તેમના અંતર્ગત સરકારે જાહેર કરેલા નિયમો અને નીતિઓ લાગુ કરવાનું કામ આઈએએસ નું હોય છે.

આઈપીએસ :

આઈપીએસ અધિકારીઓ એટલે ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ હોય છે કે જે રાજ્ય અને કેન્દ્રીય પોલીસ માં મહત્વપૂર્ણ જવાબદારીઓ હોય છે.

એક આઈપીએસ અધિકારીનો પોતાનો એક યુનિફોર્મ હોય છે.જયારે કોઈ વ્યક્તિ આઈપીએસ બંને છે ત્યારે તેને સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડ આપવામાં આવે છે.એક આઈપીએસ અધિકારીનું કામ તો કાયદો વ્યવસ્થા જાળવવા નું અને તેના જીલ્લા ની આસપાસ ના વિસ્તારો માં ગુનાઓ ને અટકાવવાનું કામ હોય છે.

આ હોય છે બંને નો પગાર :

સાતમાં પગાર પાંચ પછી એક આઈએએસ નો પગાર દર મહીને ૫૬,૧૦૦ થી ૨.૫ લાખ રૂપિયા આ સાથે જ ઘણી સુવિધાઓ પણ આપવમાં આવે છે.

આ સિવાય એક આઈપીએસ ને દર મહીને ૫૬,૧૦૦ થી લઈને ૨,૨૫,000 રૂપિયા હોય છે.એક જીલ્લા માં એક જ આઈએએસ અને એકથી વધુ આઈપીએસ હોઈ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!