ખેલ જગતની સૌથી રોમેન્ટિક જોડી છે ઇશાંત શર્મા અને પ્રતિમા સિંહ – આ રીતે બંને વચ્ચે પ્રેમ થયો

પ્રેમ ખુબ જ સુંદર વસ્તુ છે.આ ક્યારે, ક્યાં અને કોની સાથે થઇ જાય છે તેના માટે કઈ કહી શકાય નહિ.એક રીતે પ્રેમ અને લગ્ન ઉપરવાળા ના હાથ માં હોય છે.આપણે આપણા જીવન સાથી ને ક્યારે મળી જઈએ તેની કઈ ખબર પડી શકે નહિ એટલા માટે જ કહેવાય છે ને કે જોડીઓ સ્વર્ગ માં બની ને આવે છે.

આવીજ કઈક લવ સ્ટોરી છે ભારતીય ક્રિકેટર ઇશાંત શર્મા અને તેમની પત્ની ની. ચાલો જાણીએ તેમના વિશે.

આવી રીતે થઇ હતી પહેલી મુલાકાત :

ઇશાંત અને પ્રતિમા પહેલી વાર વર્ષ ૨૦૧૧ માં બાસ્કેટબોલ લીગ મેચ દરમિયાન મળ્યા હતા.આ મેચ માં ઇશાંત ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા.પ્રતિમા તેમાં રમવા ની હતી પરંતુ એક સમસ્યા ને કારણે તે બાસ્કેટ બોલ લીગ ઓ સ્કોરકાર્ડ સંભાળી રહી હતી.તે સમયે ઇશાંત ને આ ખબર ન હતી કે તે એક બાસ્કેટ બોલ ખેલાડી છે.

તેઓએ મેચ દરમિયાન પ્રતિમા ને એમ પૂછી લીધું કે મેચ નો સ્કોર સારો ચાલી રહ્યો છે ને? પછી શું હોય બંને વચ્ચે વાત ચિત શરુ થઇ ગઈ અને આ બંને ની પહેલી મુલાકાત હતી.

મિત્રતા પછી લગ્ન :

પેલી મુલાકાત પછી ઇશાંત એ પ્રતિમા ને ફેસબુક પર રીકવેસ્ટ મોકલી હતી.જોકે પ્રતિમા એ આ રીક્વેસ્ટ ને સ્વીકારવા માં જ બે વર્ષ લગાવી દીધા હતા.આના પછી બંને એ એકબીજા ને પોતાના મોબાઈલ નંબર આપ્યા અને તેમની વાતો વધવા લાગી.

પહેલા તો બંને ની મિત્રતા શરુ થઇ અને પછી તેમની આ મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ.એવા માં બને એ ૨૦૧૬ માં લગ્ન કરી લીધા.અત્યારે તેઓ એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

કોણ છે ઇશાંત ની પત્ની પ્રતિમા સિંહ ?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઇશાંત ની પત્ની પ્રતિમા સિંગ ભાટીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમ ની સભ્ય છે.પ્રતિમા મૂળ રૂપ થી ઉતર પ્રદેશ ના જોનપુર ની છે.તે ભારત માટે રમી રહી છે.તેમની બંને બહેનો દિવ્યા અને પ્રિયંકા પણ ભારતીય રાષ્ટ્રીય મહિલા બાસ્કેટબોલ ટીમ માં પ્રતિનિધિત્વ કરી ચુકી છે.

સોશિયલ મીડિયા પર હોય છે છવાયેલા :

ઇશાંત શર્મા અને પ્રતિભા સિંહ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ છવાયેલા રહે છે. અહી તેમની બંને ની રોમેન્ટિક તસ્વીરો જોવા મળશે.તેમની જોડી ખુબ જ સારી લાગે છે.કેમકે આ બંને જ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ માંથી આવે છે એટલા માટે ફીટનેશ અને સ્વાસ્થ્ય માટે પણ જાગરુક છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!