Mojemoj.com

Best Gujarati Blog

ખુબ નાની ઉમરમાં જ વિરાટ સાથે લગ્ન કરી લેવાનું કારણ હવે અનુષ્કાએ જણાવ્યું – આ હતું અસલી કારણ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દેશ માં એક એવું કપલ છે જેમના વિશે સૌથી વધુ ચર્ચા થતી રહે છે. અને થાય પણ શુકામ ન થાય, તેઓ દેશની સૌથી લોકપ્રિય હસ્તીઓ છે. આ કપલ આ વર્ષ શરુ થતા ની સાથે જ મીડિયા ની ખબરો માં છે. આ કપલ સાર્વજનિક રૂપ માં પોતાની તસ્વીરો શેર કરવા માં કે પછી મળવા માં પણ કતરાતા નથી. વિરાટ કોહલી કે જે અત્યારે ક્રિકેટ ની દુનિયા માં સૌથી સારા ખેલાડીઓમાના એક છે અને અનુષ્કા શર્મા એ પણ બોલીવૂડ ની ખુબ જ સારી અભિનેત્રીઓ માની એક છે.

એક ટીવી માં જાહેરાત દરમિયાન પહેલી વાર ૨૦૧૩ માં એક બીજા ની સાથે જોવા મળ્યા હતા. આ પછી બંને ખુબ જ સારા મિત્ર બની ગયા હતા અને ઘણી બધી જગ્યાઓ એ એક સાથે જોવા મળ્યા હતા.થોડા જ સમય માં એક બીજા ને ડેટ કરવા લાગ્યા હતા.

ઘણી વાર વિવાદો માં ખેચવામાં આવ્યા હતા :

આમતો તે બંને એ પોતાના સંબંધો ને મીડિયા થી ખુબ જ છુપાવીને જ રાખતા હતા, પરંતુ તેઓ ને કોઈ ને કોઈ રીતે વિવાદો માં ખેચવામાં આવતા હતા.આમ છતાં બંને નો સંબંધ જળવાઈ રહ્યો અને છેલ્લે બંને એ ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ માં ઇટલી માં લગ્ન કરી લીધા હતા.

જોકે અનુષ્કા અને વિરાટ કોહલી ના આ એકાએક લગ્ન એ લોકો ને આશ્ચર્યચકિત કરી દીધા હતા.કેમકે બંને એ એવા સમયે લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો હતો કે જયારે અનુષ્કા તેના કરિયર ના ટોપ ઉપર હતી અને વિરાટ મેદાન માં ખુબ જ વધુ રન કરી રહ્યા હતા.

લોકો ના મનમાં છે આ સવાલ :

આમ તો આ બંને ના લગ્ન ને ત્રણ વર્ષ થઇ ગયા છે આમ છતાં લોકો ના મનમાં એક પ્રશ્ન તો છે જ કે અનુષ્કાએ આટલા જલ્દી લગ્ન શા માટે કરી લીધા હતા. કેમકે લગ્ન કરતી વખતે અનુષ્કા માત્ર ૨૯ વર્ષ ની  હતી.

અનુષ્કા એ આપ્યો આ જવાબ :

લોકો ના મનમાં રહેલા આ સવાલ નો જવાબ આપતા અનુષ્કા એ કહ્યું હતું કે “હા, હું લગ્ન કરવા ઇચ્છતી હતી. મારો પરિવાર બનાવવા ઈચ્છતી હતી. ભલે હું એક એક્ટ્રેસ છું પણ હું એક સરળ અને સામાન્ય સ્ત્રી પણ છું. અને મેં એક સાધારણ જીવન જીવ્યું છે.મારું માનવું હતું કે મારા લગ્ન ત્યારે થશે કે જયારે તેના માટે હું માનસિક રૂપ થી તૈયાર હોવ.”

સાથે જ તેણીએ કહ્યું હતું કે “આજે પણ શ્રોતાઓ બદલ્યા નથી તેઓ કલાકારો ને માત્ર પડદા પર જો જોવા માંગે છે. તેઓ ને કલાકારોના અંગત જીવન થી કોઈ ખાસ ફરક પડતો નથી. કોઈ કલાકાર લગ્ન કરેલ છે કે કુવારું એનાથી તેઓને કોઈ મતલબ નથી. હા હું ૨૯ વર્ષની હતી ત્યારે જ મેં લગ્ન કરી લીધા હતા. જોકે આ ઉમર એક બોલીવૂડ ની એક્ટ્રેસ માટે લગ્ન કરવા માટે નાની ગણાય પરંતુ મેં આવું એટલા માટે કર્યું કેમકે મને વિરાટ ની સાથે પ્રેમ થઇ ગયો હતો.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!