કોરોના ને કારણે આજે શેર બજાર માં પણ હાહાકાર. સેન્સેક્સ આટલા પોઈન્ટ અને નિફ્ટી તૂટ્યું આટલા પોઈન્ટ..

ચીન માં થી ફેલાયેલા કોરોના વાઇરસ ની અસર ચીન માંથી શરૂ થઈ હતી ત્યાં ઘણા બધા લોકો ના આ વાઇરસ ને લીધે મૃત્યુ થયું હતું. હવે કોરોના વાઇરસ ના આ ભય ને કારણે શુક્રવારે એશિયા ના બધા જ માર્કેટ માં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 

સેન્સેક્સ અને નિફ્ટી ખૂલ્યા આટલા પોઈન્ટ નીચે :

આજે શરૂઆત થી જ એસજીએક્સ નિફ્ટી દર્શાવી રહી હતી કે બજાર ની શરૂઆત ઘણા મોટા ઘટાડા સાથે થશે. થયું પણ આવું જ કઈક. એનએસઇ નો ઇંડેક્સ નિફ્ટી સવારે ૨૫૧ પોઈન્ટ ના ઘટાડા સાથે શરૂ થયું   અને સેન્સેક્સ ની શરૂઆત પણ ૬૫૮ પોઈન્ટ ના ઘટાડા સાથે થઈ હતી. 

સેન્સેક્સ ના શેરો ની થઈ સવાર માં આ હાલત :

સેન્સેક્સ જ્યારે સવારે ૬૫૮ પોઈન્ટ નીચે શરૂઆત કરી એ પછી માર્કેટ શરૂ થયા ના અડધો કલાક બાદ તેના શેર જેવા કે એનટીપીસી, હિન્દાલ્કો, એચડી એફ સી બેન્ક સહિત ના મોટાભાગના શેર ના ભાવ માં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો. નીચેના ફોટા માં તમે જોઈ શકો છો સેન્સેક્સ ના ૩૦ શેર ની હાલત કેવી હતી અને કેટલા ટકા બધા જ શેર નીચે હતા. 

આવી હતી આખા અઠવાડિયા ની હાલત :

આમ તો આ આખા અઠવાડિયા માં જ મોટાભાગના શેર બજાર ની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પરંતુ શુક્રવારે આ અઠવાડિયા નો સૌથી ખરાબ દિવસ હતો. ગુરુવારે સેન્સેક્સ ૧૪૩ પોઈન્ટ તૂટી ને ૩૯૭૪૫ એ બંધ થયું હતું સાથે જ નિફ્ટી ૪૫ પોઈન્ટ તૂટી ને ૧૧૬૩૩ પર બંધ થયું હતું. આ રીતે આ આખ અથવાડોયાં ના પાંચ દિવસે સતત બજાર લાલ નિશાન માં બંધ થયું. સોમવાર થી અત્યાર સુધી માં ૨૫૦૦ પોઈન્ટ સુધી નો ઘટાડો થઈ ચૂક્યો છે. 

આ છે કારણ :

કોરોના વાઇરસ ની અસર ચીન ઉપરાંત દક્ષિણ કોરિયા, ઈરાન, ઇટલી જેવા દેશો માં પણ જોવા મળી રહી છે.આ ની અસર દુનિયા ભર ના શેર બજાર માં જોવા મળી હતી. આ બધા કારણ ને લીધે રોકાણકારો એ શેર બજાર માં રોકાણ કરવાથી ડરી રહ્યા છે અને સોનું અને તેના બોન્ડ જેવા ઓછા જોખમી રોકાણ ના વિકલ્પ માં નિવેશ કરી રહ્યા છે.

સાથે જ કેટલાક લોકો પોતાના શેરબજાર ના રોકાણ ને વેચી પણ રહ્યા છે. આ રીતે આવતા અચાનક વેચાણ ના દબાણ ને કારણે શેર બજાર માં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો હોય શકે છે. 

હવે જોવા નું એ છે કે સોમવારે એટલે કે આવતા અઠવાડિયે શેર બજાર કેવું જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!