માથે સાફો બાંધી ઘોડા પર બેસી જયારે દુલ્હન બેન્ડ બાજા અને નાચ ગાન સાથે દુલ્હાના ઘરે પહોંચી…

સામાન્ય રીતે જયારે પણ લગ્ન થાય છે ત્યારે વરરાજા ઘોડી પર સવાર થયેલા જોવા મળે છે, જોકે કેટલાક સમાજ માં દુલ્હન ની ઘોડી પર સવાર થવાની પરંપરા પણ હોય છે.મધ્યપ્રદેશ ના બુરહાનપુર માં આ સમયે લોકો હક્કા બક્કા રહી ગયા જયારે એક છોકરી માથે સાફો પહેરીને સજાવેલી ઘોડી પર સવાર થઇ ને રસ્તા પર નીકળી. તસવીર માં જોવા મળી રહેલી આ દુલ્હન નું નામ અંશુલ મુંશી છે.

અંશુલ ના લગ્ન અપેક્ષિત શાહ સાથે થવાના છે.એવા માં તેમના સમાજ ની પરંપરા અનુસાર દુલ્હન ઘોડી પર સવાર થઇ ને વરરાજા ના ઘરે તેની જાન લઇ આવવા નું આમંત્રણ દેવા માટે પહુચી હતી.વરરાજા એક એનઆરઆઈ છે કે જે અમેરિકા સ્થિત એપલ કંપની માં એન્જીનિયર છે.

જણાવ્યું મુંશી પરિવાર ના રીવાજ વિશે :

દુલ્હન એ જણાવ્યું કે અમારા મુંશી પરિવાર નો આ રીવાજ છે કે જે ઘણા વર્ષો થી ચાલી રહેલ છે, આ રીવાજ અનુસાર દુલ્હન લગ્ન ના એક દિવસ પહેલા વરરાજા ના ઘરે બેન્ડ બાજા અને ઘોડી પર ચઢીને જાન લઇ આવવા માટે આમંત્રણ દેવા પહુચી જાય છે.

આજ રીવાજ પાટીદાર સમાજ માં પણ જોવા મળે છે. એવા માં દુલ્હન એ પણ આ જ રીવાજ ને સારી રીતે નિભાવ્યો.હવે સોશિયલ મીડિયા પર ઘોડી પર સવાર થયેલ દુલ્હન ની તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

વરરાજા ના પિતા છે પર્યાવરણ પ્રેમી :

અહી જેના લગ્ન થવાના છે એ અપેક્ષિત ના પિતા વિજય કુમાર શાહ એક પર્યાવરણ પ્રેમી છે. નેપા લીમીટેડ ના પ્રબંધક પરિયોજના પદ થી નિવૃત થયેલા વિજ્ય જી જણાવે છે, કે તેઓએ પોતાના પુત્ર ના લગ્ન માં એક હજાર કરતા પણ વધુ કાર્ડ્સ છપાવ્યા છે.

આ બધાજ કાર્ડ કોટન ની થેલી પર છપાયેલા છે. આ થેલી ની અંદર કપડા નો એક રૂમાલ જ છે જેની ઉપર લગ્ન ની માહિતી છપાયેલ છે. આ સિવાય તેઓએ આ કાર્ડ પર એક સંદેશ પણ લખાવ્યો છે કે જેમાં ઓછા માં ઓછા કાગળ અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરવાની સલાહ દેવામાં આવી છે.

ઉપયોગ પણ કરી શકાય છે આ રૂમાલ નો :

ઘણી વાર એવું જોવા મળે છે કે લગ્ન ની કંકોત્રી લગ્ન થઇ ગયા પછી એક કચરો બની જાય છે અને લોકો તેને ફેકી દે છે. એવા માં થેલી અને રૂમાલ પર લગ્ન ની માહિતી છપાવવા થી લગ્ન પછી મહેમાન તેનો ઉપયોગ કરી શકે છે. કારણ કે આ રૂમાલ ની ખાસિયત એ છે કે તેને બે ત્રણ વાર ધોવાથી તેની ઉપર છપાયેલ પ્રિન્ટ પણ નીકળી જાય છે.

આના પછી તેને સાધારણ રૂમાલ ની જેમ ઉપયોગ કરી શકાય છે.વિજયજી મુજબ અત્યારના જમાના માં પ્લાસ્ટિક ના ઉપયોગ ને બને ત્યાં સુધી ઘટાડવો જ જોઈએ.હવે તો સરકાર પણ પ્લાસ્ટિક ના ઓછા ઉપયોગ થાય એ માટે નો પ્રયત્ન કરી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!