૯૦ ની સાલના અમુક એવા ફોટા જે તમને ચોક્કસ ભૂતકાળમાં લઇ જશે – કેટલા ને આ મેટાડોર યાદ છે?
નાનપણ માં કઈક એવું હતું કે આપણે કોઈ ને કોઈ વસ્તુઓ માટે જીદ કરતા હતા.જે કે તે આપણી જ સંપતિ હોય.પછી માતા પિતા તે પૂરું કરી શકે કે ન કરી શકે પરંતુ આપણે એ જીદ પૂરી કરીને જ રહેતા હતા.૯૦ ના દશક માં મોટા થયેલા દરરેક લોકો ની અંદર ઘણું મેળવવા ની આશા હતી અને તે નીચેની આ ૧૨ તસ્વીરો ને જોઈને જ મોટા થયા હતા.
સાઈકલ : નાનપણ ની એ સાઈકલ કે જેને મેળવવા માટે આપણા બધાની અંદર કઈ ને કઈ બહાના અને આશાઓ હતી.
યામાહા RX૧૦૦ :
યામાહા RX૧૦૦ એવી બાઈક હતી કે જેના પર ફિલ્મી હીરો ની એન્ટ્રી થતી હતી.આ બાઈક ને રાખવા ની ઈચ્છા દરરેક ટીનએજ યુવાઓ માં હતી.
મારુતિ ૮૦૦ :
આજના દિવસ માં જે મારુતિ ૮૦૦ ને સામાન્ય ગાડી સમજવા માં આવે છે, અત્યારે કદાચ આના મોડેલ પણ આવવાના બંધ થઇ ગયા હશે.તે ગાડી એક સમયે બતાવતી હતી કે સામે વાળા કેટલા પૈસાદાર હતા અને કેટલા મિડલ ક્લાસ છે.તે તે સમય ના લોકો નો ક્લાસ બતાવતી હતી.
લંબ્રેટા :
જો કોઈ ના ઘર ની હાલત ઠીક ઠીક હતી તે તેમના ઘરો માં લંબ્રેટા જોવા મળતી હતી.આ સ્કુટર તે સમય નું સૌથી મોંઘુ સ્કુટર હતું તે જેટલી સારી રીતે ચાલતું હતું તેવો જ સારો અવાજ આવતો હતો તેમાંથી.
HP Contessa :
ત્યાર ના સમય માં દરરેક પૈસાદાર લોકો પાસે HP Contessa મોડેલ ની ગાડી જરૂર હતી. તે ત્યારના સમય ની શાનદાર ગાડી હતી.
બજાજ સ્કુટર :
બજાજ નું સ્કુટર તે સમયે દર બીજા ઘર માં જોવા મળતું હતું.તે સમયે દરરેક વેપારી બજાજ નું આ સ્કુટર વધુ રાખતા હતા.
ફિએટ પ્રિમીયર પદ્મિની :
ફિએટ પ્રિમીયર પદ્મિની આ એક ટેક્સી હતી કે જે મુંબઈ ના રસ્તાઓ માં દોડતી હતી જે આજે પણ દોડે છે.
રાજદૂત :
ભારત ના ગામડા માં દરરેક ખેડૂતો કે જે પૈસાદાર હોય કે ક્ષત્રીય હોય ત્યાં એક રાજદૂત જરૂર હતી.તેના કારીગરો પણ બહુ ઓછા હતા.
કાઈનેટિક લ્યુના :
કાઈનેટિક વાળા એ સૌથી પહેલા કાઈનેટિક લ્યુના જ માર્કેટ માં ઉતારી હતી.
એમ્બેસેડર ગાડી :
એમ્બેસેડર ગાડી તો અત્યારના સમય માં ખોવાઈ જ ગઈ છે. આ ગાડી તે સમય ની એક શાન હતી.
મારુતિ ઓમની :
મારુતિ ઓમની ૯૦ ના દશક માં નવી નવી લોન્ચ થઇ હતી અને આનો ક્રેઝ લગભગ અત્યારે પૂરો જ થઇ ગયો છે, આમ છતાં આ રસ્તાઓ માં ચાલે છે.
મેટાડોર વેન :
મેટાડોર વેન પણ તે સમયે ખુબ જ જોવા મળતી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.