૩૫ રૂમ અને આ સુવિધાઓ સાથેનું દુનિયાનું આ અજીબ હોટેલ – દર વર્ષે નદીમાં ડૂબી જાય છે

દુનિયા માં એક થી ચડિયાતી એક હોટેલ છે. આ હોટેલો ની મજબૂતી ખુબ જ હોય છે.હોટેલો ને બનાવવા માં તો એવી રીતે જ આવે છે કે તેની મજબૂતી વર્ષો ના વર્ષો સુધી ટકી શકે.પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક એવી હોટેલ પણ છે કે જે દર વર્ષે બને છે અને દર વર્ષે નદી માં વહી જાય છે.સ્વીડન માં આવી એક અનોખી હોટેલ છે અને આ હોટેલ નું નામ આઈસ હોટેલ છે.

દર વર્ષે બને છે આ હોટેલ :

દર વર્ષે શિયાળા માં સ્વીડન માં આ અનોખી હોટલ નું નિર્માણ થાય છે, આ માત્ર પાંચ મહિના સુધી જ બનેલી રહે છે.આના પછી તે આખી પીગળી જાય છે અને નદી માં ભળી જાય છે.

આ અનોખી હોટેલ ને બનાવવા ની શરૂઆત ૧૯૮૯ માં થઇ હતી.ત્યારથી આ હોટેલ ને દર વર્ષે બનાવવા ની પરંપરા ચાલી રહી છે.આ હોટેલ નું આ ૩૧ મુ વર્ષ છે.

અહી બને છે હોટેલ :

ટોર્ન નદી ના કિનારે આ હોટેલ દર વર્ષે બનવવા માં આવે છે.આ નદી માં લગભગ ૨૫૦૦ ટન બરફ આ હોટેલ બનાવવા માટે કાઢવામાં આવે છે.દર વર્ષે ઓક્ટોમ્બર માં આ હોટેલ ને બનાવવા નું કામ શરુ કરવામાં આવે છે.

આખી દુનિયા માંથી કલાકાર ને આ હોટેલ બનાવવા માટે બોલાવવામાં આવે છે.તેઓ પોતાની અદ્ભુત કલાકારી નું પ્રદર્શન કરે છે.

આટલું રહે છે તાપમાન :

પર્યટકો ના આ હોટલમાં રહેવા માટે દર વર્ષે ઘણા રૂમ બનાવવા માં આવે છે.આ વર્ષે આ હોટેલ માં ૩૫ રૂમ નું નિર્માણ કરવામાં આવ્યું છે.આ રૂમો ની અંદર નું તાપમાન જાણીને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો.આ તાપમાન હોય છે -૫ (૦ થી પણ પાંચ ડીગ્રી ઓછું).

આ હોટેલ માં પ્રવાસીઓ ઓછા નથી આવતા દર વર્ષે અંદાજે ૫૦ હાજર લોકો આ હોટેલ માં રહેવા માટે આવે છે.

સુંદરતા ને જોતા રહી જશો :

આ હોટેલ ખુબ જ સુંદર રીતે બનાવેલ હોય છે અને બહાર ની સાથે સાથે અંદર થી પણ ખુબ જ સુંદર લાગે છે.મેં સુધી આ હોટેલ બનેલી જ રહે છે.આના પછી અહીનો બરફ ઓગળવા લાગે છે,જેના પછી આ હોટેલ ને બંધ કરી દેવામાં આવે છે.આ હોટેલ માં એક રાત્રી નું રોકાવાનું ભાડું ૧૭ હજાર રૂપિયા થી એક લાખ રૂપિયા સુધી નું હોય છે.

સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે :

આ આઈસ હોટેલ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે.અને તેને પર્યાવરણ ને અનુરૂપ થાય એ રીતે બનાવવા માં આવે છે.અહી જે ઉપકરણો નો ઉપયોગ થાય છે તે માત્ર સૌર ઉર્જા થી ચાલતા હોય છે.આ હોટેલ ની ખાસ વાત એ પણ છે કે અહી એક આઈસ બાર પણ લગાવવા માં આવ્યો છે.

અહીંથી પર્યટકો જે ગ્લાસ માંથી પાણી પીવે છે તેને પણ બરફ માંથી જ બનાવવા માં આવે છે.આ સિવાય આ હોટેલ માં ઘણા સાઉન્ડ ઈફેક્ટ પણ આપવામાં આવે છે,જેનાથી એવું લાગે છે કે આપણે કોઈ જંગલ માં હોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!