પોતાની એક્સ વાઈફ સુઝેન ખાનને કેમ મંદિર લઇ ગયો હ્રીતિક રોશન? – આ ફોટા વાઈરલ થયા

બોલીવૂડ ના સુપરસ્ટાર હ્રીતિક રોશન એક વાર પાછા પોતાની એક્સ વાઈફ સુઝૈન ની સાથે નજર આવ્યા હતા.જણાવી દઈએ કે બંને ને એક સાથે મંદિર પર જોવામાં આવ્યા હતા.આ દિવસ હતો મહાશિવરાત્રી નો જયારે હ્રીતિક રોશન અને તેમની એક્સ વાઈફ સુઝૈન ખાન ની સાથે શિવ મંદિર માં જલઅભિષેક કર્યો.

આ મંદિર મુંબઈ ના પનવેલ માં સ્થિત છે.અહી તેમના બંને પુત્રી રુધાન અને રુહાન પણ હતા.સાથે જ તેમના પરિવાર ના અન્ય સદસ્યો પણ હતા.તેમની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી હતી.

પૂજા કરતા હોય તેવો વિડીયો થયો વાયરલ : મહાશિવરાત્રી પર હ્રીતિક એ શિવલિંગ ની પૂજા અર્ચના કરી.પૂજા કરતી વખતે તેમની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.જણાવી દઈએ કે તેમના આ વિડીયો ને પહેલી વાર વિરલ ભયાની એ પોતાના અધિકારીક ઇન્સ્ટાગ્રામ માં શેર કર્યો હતો.જેમાં હ્રીતિક રોશન ભગવાન શિવ ની પૂજા કરી રહ્યા હતા.તેમની એકદમ બાજુમાં તેમની એક્સ વાઈફ સુઝૈન ખાન પણ હતી.સાથે જ તેમનો પરિવાર પણ હતો.

તલાક પછી પણ સાથે નજર આવી રહ્યા છે :

હ્રીતિક અને સુઝૈન ની તસ્વીરો એટલા માટે પણ વાયરલ થઇ રહી છે કેમકે બંને એકબીજા ની સહમતી થી તલાક લઈને અલગ થયા હતા.પરંતુ હવે બંને ફરી એકવાર સાથે જોવા મળી રહ્યા છે.આ જોઇને તેમના ચાહકો અલગ અલગ પ્રકાર ની અટકણો લગાવી રહ્યા છે.તેઓ વર્ષ ૨૦૧૪ માં અલગ થઇ ગયા હતા.

જયારે આવું થયું ત્યારે તેમના આ તલાક ની ખબર ખુબ જ ચર્ચા માં હતી.આનાથી પહેલા બંને એકબીજા ની સાથે લાંબા સમય સુધી રહ્યા હતા.

લાંબા સમય દુધી કર્યા હતા ડેટ :

હ્રીતિક અને સુઝૈન બંને લગ્ન પહેલા લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા હતા.આ પછી તેઓએ ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૦ માં લગ્ન કરી લીધા હતા.આના ૧૪ વર્ષ પછી બંને અલગ થઇ ગયા હતા.જોકે આ પહેલી વાર નથી કે બંને એક બીજા ની સાથે તલાક પછી પણ ઘણી વાર જોવા મળ્યા હતા.

તલાક પછી પણ સારા માતા પિતા છે :

જણાવી દઈએ કે બંને તલાક લીધા પછી પણ પોતાના બંને પુત્રો માટે એક સાથે મળતા હોય છે અને વેકેશન પર પણ બંને સાથે જ જાય છે.આનાથી ખબર પડે છે કે બંને એક જવાબદાર માતા પિતા છે.એક ઈન્ટરવ્યું માં સુઝૈન ખાન એ કહ્યું હતું કે મારા અને હ્રીતિક ના અલગ થવાનું કારણ કોઈ પણ હોય પરંતુ અમે બાળકો માટે ખુબ જ સંવેદનશીલ છીએ. સાથે જ કહ્યું હતું કે અમે બંને ભલે અલગ થઇ ગયા હોઈએ પરંતુ અમારા બાળકો માટે તો અમે એકસાથે વેકેશન પર જઈએ છીએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!