પ્રેગનેન્ટ હોવા છતાં કામ છોડ્યું નહિ આ હિરોઈનો એ – આ એક્ટ્રેસ તો આવી હાલતમાં પણ ડાન્સ કરતી હતી

હિન્દી ફિલ્મ જગત માં એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેમણે પોતાના અભિનય ના દમ પર દેશ વિદેશ માં અલગ ઓળખાણ ઉભી કરી છે.આ એક્ટ્રેસ એ ક્યારેય પોતાના કામ ને મુક્યું નથી પછી સ્થિતિ ગમે તેવી હોય.આ અભિનેત્રીઓ માંથી કેટલીક એ લગ્ન પછી ફિલ્મો માં અભિનય કરવાનું છોડી દીધું તો કેટલીક એ ચાલુ રાખ્યું હતું.

પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી હતી કે જેઓ એ પોતાના પ્રેગનેન્ટ હોવા છતાં આ સમયે શુટિંગ કરવાની ના પાડી ન હતી અને શુટિંગ માં આવતી હતી.આજે અમે તમને આવી અભિનેત્રીઓ વિશે જ જણાવવા ના છીએ કે જેઓએ પ્રેગનેન્ટ હોવા છતાં શુટિંગ કરવાનું છોડ્યું ન હતું.

જુહી ચાવલા :

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે જુહી ચાવલા એ ૧૯૯૫ માં બીઝનેસમેન જ્ય મેહતા સાથે લગ્ન કરી લીધા હતા.લગ્ન કર્યા પછી તેઓ ફિલ્મો માં એક્ટિંગ કરવાનું છોડ્યું નહિ.આજના સમયે તેમને બે બાળકો છે.પોતે પ્રેગનેન્ટ હોવા છતાં પણ શુટિંગ માટે ના પાડી ન હતી.

જયારે તેઓ માં બનવાના હતા ત્યારે તેમની પાસે અમેરિકા માં એક સ્ટેજ શો માટે એક ઓફર પણ આવી હતી.જેના માટે જુહી એ ના પાડી ન હતી.

માધુરી દીક્ષિત :

૯૦ ના દશક ની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત એ પોતાના ફિલ્મ ના કરિયર માં ઘણી સુપરહીટ ફિલ્મો કરી છે.વર્ષ ૧૯૯૯ માં માધુરી એ ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. જયારે માધુરી ફિલ્મ “દેવદાસ” ની શુટિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ પ્રેગનેન્ટ હતા.આમ છતાં પણ માધુરી એ ફિલ્મ માં “માર ડાલા” માં ખુબ સારો ડાન્સ  કર્યો હતો.

જ્યા બચ્ચન :

આ લીસ્ટ માં પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચન પણ સામેલ છે.જણાવી દઈએ કે જયારે શોલે ફિલ્મ ની શુટિંગ ચાલી રહી હતી એનાથી પહેલા જ જયા અને અમિતાભ બચ્ચન ના લગ્ન કરી ચુક્યા હતા.ફિલ્મ ની શુટિંગ દરમિયાન જ્યા પ્રેગનેન્ટ હતી.આ પછી તેઓએ શ્વેતા ને જન્મ આપ્યો.

શ્રીદેવી :

શ્રીદેવી પોતાના સમય ની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે.તેઓએ પોતાના ફિલ્મ કરિયર માં એક થી વધુ એક હીટ ફિલ્મો માં કામ કર્યું હતું.જયારે વર્ષ ૧૯૯૭ માં ફિલ્મ “જુદાઈ” ની શુટિંગ ચાલી રહી હતી તે સમયે શ્રીદેવી પ્રેગનેન્ટ હતી.આ સમયે તેઓએ પોતાની મોટી પુત્રી જહાનવી કપૂર ને જન્મ આપવાની હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!