રાજકોટ માં પોલીસ ને નવજાત બાળકી મળી આવી – શરીર પર હતા ૨૦ તીક્ષ્ણ હથિયાર ના ઘા – કમિશનરે કહ્યું આવું..

રાજકોટ માં બુધવાર ના રોજ એક નવજાત તરછોડાયેલી બાળકી મળી આવી છે. આ બાળકી ના શરીર પર ૧૫ થી ૨૦ જેટલા ઘા છે. આ ઘટના વિશે જાણીને તમને દુખ થશે પરંતુ આ ઘટના સાચી છે. કોઈ નવજાત બાળકી કે જેણે હજી પોતાની આંખ પણ નથી ખોલી તેને તરછોડી ને જતું રહ્યું હતું અને બાળકી ના શરીર પર ઘણા બધા ઘા પણ જોવા મળ્યા.

આ છે ઘટના :

રાજકોટ ના કોઠારીયા ચોકડી પાસેની એક રાધેશ્યામ નામની સોસાયટી માં રહેતો એક વ્યક્તિ ૨૬ ફેબ્રુવારી ના દિવસે પોતાના મિત્રો ની સાથે ક્રિકેટ રમી ને રાત્રે ૧૧ વાગ્યે પાછો ફરી રહ્યો હતો. આ સમયે ઠેબચડા રસ્તા પર યુવક એ એક બાળકી ના રળવા નો અવાજ આવ્યો ત્યારે તે આમ તેમ તપાસ કરવા લાગ્યો અને ત્યારે તેને એક કૂતરું એક બાળકી ને મોઢામાં લઈને દોડી રહ્યું હતું અને સાથે જ તે કુતરા ની પાછળ બે કુતરાઓ દોડી રહ્યા હતા.

આ જોઈ આ વ્યક્તિ અને તેના મિત્રો એ ભેગા થઈ ને બાળકી ને છોડાવી અને જોયું તો આ બાળકી ના શરીર માં ૧૫ થી વિશ જેટલા ઘા જોવા મળ્યા હતા એટલે તેઓએ ૧૦૮ ને બોલાવી ને એક દવાખાના માં લઈ ગયા હતા.

રાજકોટ પોલીસ કમિશનર એ કહ્યું કઈક આવું :

રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું કે “સવારે જ એક તરછોડાયેલી બાળકી ના વિશે સમાચાર સાંભળી ને ખૂબ જ દુખ થયું. આ નવજાત બાળકી સાથે કોણ જાણે કોની દુશ્મની હશે. જ્યારે બુધવારે આ દીકરી મળી ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર અંબા માતાના મંદિર માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો હતો, એટલા માટે જ આ દીકરી અંબામાં રૂપે મળી આવી હોવાનું માનીને તેનું નામ અંબે રાખવાનું નક્કી કર્યું છે.”

આ સાથે જ તેમણે જણાવ્યું કે “જો કોઈ પણ આ બાળકી ને સાચવવા માટે તૈયાર નહીં થાય તો પોલીસ આ દીકરી ને માતા બની ને સાચવશે.”

હાલ માં છે દવાખાના માં :

બાળકી ના શરીર માં જોવા મળેલા ઘા ને લીધે તેને દવાખાના માં દાખલ કરવામાં આવી હતી અને અત્યારે પણ તેની સારવાર ચાલી રહી છે.

તાપસ હાથ ધરી છે :

પોલીસ દ્વારા આ બાળકી ને કોણ છોડી ગયેલું છે તેના વિશે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ માટે તેઓ ડોગ સ્કવોર્ડ ની મદદ લઈ રહ્યા છે. બાળકી ને તરછોડી જનાર વિશે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!