રાષ્ટ્રપતિ ભવનનું આધુનિક રસોડું – જ્યાં ટ્રમ્પને અને એમની પત્નીને જમાડવામાં આવેલા
અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નું સ્વાગત રાષ્ટ્રપતિ ભવન માં ખુબ જ શાનદાર રીતે કરવામાં આવ્યું અને રાષ્ટ્રપતિ ભવન માં ટ્રમ્પ માટે વિશિષ્ટ ભોજન પણ રાખવામાં આવ્યું હતું.આ ભોજન માં ઘણા પ્રકાર ના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા અને આ બધા જ વ્યંજનો રાષ્ટ્રપતિ ના આધુનિક રસોડા માં તૈયાર કરવામાં આવ્યા હતા.

ખુબ જ વિશાળ છે રાષ્ટ્રપતિ ભવન નું રસોડું :
રાષ્ટ્રપતિ ભવન માં બે રસોડા છે.જેમાંથી એક રાષ્ટ્રપતિ નું અંગત રસોડું છે, જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ના પરિવાર દ્વારા કરવામાં આવે છે અને બીજું રસોડું રાષ્ટ્રપતિ ભવન માં થનારા કાર્યક્રમો દરમિયાન પીરસવામાં આવતા જમણ બનાવવા માટે થાય છે.
બીજું રસોડું ખુબ જ વિશાળ છે અને આ રસોડા ની જવાબદારી સિનીયર એકઝીક્યુટીવ શેફ મોંટી સૈની દ્વારા સંભાળવામાં આવે છે.આ રસોડા ને આધુનિક રીતે બનાવવા માં આવ્યું છે અને આ રસોડું ફાઈવ સ્ટાર હોટેલ ના રસોડા થી પણ શાનદાર છે.અહી ૪૫ લોકો કામ કરે છે અને અહી દરરેક પ્રકાર નું જમવાનું બને છે.
૮૦ ના દશક માં બન્યું હતું આ રસોડું :
રાષ્ટ્રપતિ ભવન નું આ રસોડું ૮૦ ના દશક માં બનાવવા માં આવ્યું હતું.આ રસોડા માં કામ કરવા વાળા શેફો ને કોન્ટીનેન્ટલ થી લઈને ભારતીય વ્યંજન બનાવતા આવડે છે.
જયારે આ શેફો દ્વારા બનાવવા માં આવેલ જમણ અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં એ ખાધું હતું ત્યારે તેઓએ પણ આ જમણ ના ખુબ જ વખાણ કર્યા હતા.હવે આ જ શેફો એ ટ્રમ્પ માટે પણ જમણ બનાવ્યું હતું.
આ રીતે કર્યું ભોજન તૈયાર :
કોઈ પણ સમારોહ ના આયોજન ની સાથે સમારોહ માં પિરસવામાં આવતું ભોજન નું મેન્યુ પણ તૈયાર કરવામાં આવે છે અને આ મેન્યુ સિનીયર એકઝીક્યુટીવ શેફ તૈયાર કરે છે.જે પણ વાસણ માં ભોજન પીરસવામાં આવે છે તેમના પર રાષ્ટ્રપતિ પ્રતિક ચિન્હ હોય છે.
છ કલાક પહેલા શરુ થઇ જાય છે સજાવટ ચાલુ :
જમવાનું શરુ થવાના અંદાજે છ કલાક પહેલા થી જ ટેબલો ને સજાવવા નું કામ શરુ થાય છે અને ટેબલ પર ફૂલ દ્વારા ખુબ સારી સજાવટ કરવામાં આવે છે.અને જમવામાં ભારતીય વ્યંજન જરૂર પિરસવામાં આવે છે.સમોસા, ઢોકળા, કચોરી, જલેબી, ગુલાબ જાંબુ, ઈમરતી, બંગાળી મીઠાઈઓ વગેરે જેવી વસ્તુઓ પીરસવામાં આવે છે.
ઉગાડવામાં આવે છે મસાલા અને શાકભાજી :
તમને જાણીને આશ્ચર્ય થશે કે રાષ્ટ્રપતિ ભવન માં મસાલા અને શાકભાજીઓ ઉગાડવામાં આવે છે અને જમવાનું બનાવતી વખતે આ બધા શાકભાજી અને મસાલા નો જ ઉપયોગ થાય છે.આ બધું રસોડા ના ગાર્ડન માં ઉગાડવામાં આવે છે.
આ બધું પિરસવામાં આવ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પ ને :
અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને કઈ કઈ વાનગીઓ પિરસવામાં આવી હતી તેની જાણકારી નીચે પ્રમાણે છે.
Delhi: Menu of the dinner banquet at Rashtrapati Bhavan hosted in the honour of US President Donald Trump. pic.twitter.com/qcnwzWkJDz
— ANI (@ANI) February 25, 2020
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.