રીયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ અને હોટ છે ટીવી ની ‘પાર્વતી’ સોનારિકા – તસવીર જુવો
ફિલ્મ ના પડદા પર ના કલાકારો ખુબ જ મહેનત કરે છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ.એવા ઘણા પાત્રો હોય છે કે જે ને ભજવવું ખુબ જ મુશ્કેલ હોય છે.ખાસકરીને જયારે તે પાત્ર ભગવાન પર આધારિત હોય.એવા પાત્રો માટે કલાકારો ને પોતાનો લુક ને ખુબ જ બદલવો પડે છે.આને લીધે જ પડદા પર જોવા મળતા કલાકાર સાચા જીવન માં ખુબ જ અલગ જોવા મળતા હોય છે.લુક અને લાઈફસ્ટાઈલ માં પણ તેમના પાત્રો ને લીધે ખુબ જ અંતર આવી જાય છે.
આજે અમે તમને એક એવી ટીવી એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ટીવી ની દુનિયા માં ખુબ જ જાણીતી થઇ ગઈ છે.અમે વાત કરી રહ્યા છીએ ટીવી ની સ્ક્ર્રીન પરની પાર્વતી નું પાત્ર ભજવવાથી પ્રખ્યાત થયેલી સોનારિકા ભદોરિયા ની, જે રીયલ લાઈફ માં ખુબ જ ગ્લેમરસ છે.
હાલ માં જ શેર કરી બિકની વાળી તસ્વીર :
હાલ માં જ “દેવો ના દેવ.. મહાદેવ” ની સોનારિકા ભદોરિયા એટલે કે પાર્વતી એ પોતાની બિકની વાળી તસ્વીરો શેર કરીને બધાનું દિલ જીતી લીધું હતું.ઘણા સમય થી નાના પડદા પરથી દુર રહેવા વાળી આ એક્ટ્રેસ ને હજી પણ લોકો પસંદ કરે છે.મીડિયા માં ચાલી રહેલી ખબરો મુજબ આ દિવસો માં આ એક્ટ્રેસ પારાસર નામના એક છોકરા સાથે સંબંધ માં છે.
જોકે બંને એ ક્યારેય પોતાના સંબંધ ને સ્વીકાર્યો નથી,પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેમની તસ્વીરો આ વિષય માં કઈ ને કઈ કહેતી હોય છે.હાલ માં જ તે પોતાના અંગત જીવન ને લઈને ચર્ચા માં હતી.તેમના સોશિયલ મીડિયા ના અકાઉન્ટ માં તેના વિશેષ મિત્ર વિકાસ પારાસર ની સાથે ની ઘણી તસ્વીરો જોવા મળે છે.
ટીવી પર જોવા મળે છે સાડી ના લુક માં :
સોનારિકા આમતો ટીવી પર સાડી ના લુક માં જોવા મળે છે. પરંતુ એક એતિહાસિક ભૂમિકા ભજવતા પોતાના પાત્ર થી ખુબ જ અલગ છે રીયલ લાઈફ માં.સોનારિકા પોતાના ટીવીના લુક સિવાય પણ પોતાની ગ્લેમરસ તસ્વીરો ને લઈને પણ ચર્ચા માં રહે છે.એવું ઘણી વાર થઇ ચુક્યું છે કે જયારે સોનારિકા પોતાના બિકની ના લુક કે બોલ્ડ લુક ની તસ્વીરો ને લીધે પણ ચર્ચા માં રહે છે.
એક આઈએએસ બનવા ઈચ્છતી હતી :
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે સોનારિકા ક્યારેય અભિનેત્રી બનવા માગતી ન હતી, તે એક આઈએએસ અધિકારી બનવા ઈચ્છતી હતી.આ વાત નો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યું માં કર્યો હતો.તેણીએ કહ્યું હતું કે જયારે તેને આ શો માં પાર્વતી ની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે ઓફર ને એટલા માટે સ્વીકારી લીધી કેમકે તેમનો પરિવાર આધ્યાત્મિક છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે.