Mojemoj.com

Best Gujarati Blog

સત્ય કથા – ટીલિયા નામના ગીરના સાવજ સાથે જયારે મિત્રતા થઇ અને પછી તો..

તમે ઘણી વાર જુનાગઢના ગીર ક્ષેત્રના સિંહ ના અભયારણ્ય વિશે વાત સાંભળી હશે.આ જગ્યા ને વર્ષ ૧૯૬૫ માં સિંહ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.આ પેલા ત્યાના માલધારીઓ રહેતા હતા.

૧૯૭૦ માં શરુ કર્યું ગીર ના માલધારીઓને બીજે ખસેડવાનું :

૧૯૬૫ માં ગીર ક્ષેત્ર ને સિંહ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું એ પછી થોડા વર્ષો માં ગીર ના માલધારીઓને ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ થઇ ગઈ હતી.આ પછી ત્યાં રિસર્ચ વર્ક ની શરૂઆત થઇ ગઈ.

રિસર્ચ કરવા માટે આવ્યા હતા જોસલીન :

ગીર ક્ષેત્ર માં રીસર્ચ ની કામગીરી કરવા માટે પોલ જોસલીન.તેઓએ પોતાના આ રિસર્ચવર્ક માટે ગીર ના એક ચારણ માલધારી જીણા નાના ઠાકારીયા ને સાથે રાખ્યા હતા.

“ટીલીયા” નામના એક સિંહ ની હતી ખુબ જ બોલ બાલા :

વર્ષ ૧૯૫૫ – ૬૦ માં ગીરમાં ઈતિહાસ ના સૌથી શક્તિ શાળી સિંહ હતો જેનું નામ ટીલીયો હતો.તેની શક્તિ ની વાત કરીએ તો તે એક મોટી ભેસ નો શિકાર કરીને તેના ગળા થી ઉચકીને લઇ જતો ત્યારે ભેંસ નું શરીર નીચે જમીન માં અડવા પણ ન દેતો હતો.માત્ર તેના પગ ના લીટા જ જમીન પર થતા હતા.આટલી શક્તિ હતી ટીલીયા નામના આ સિંહ માં.

જીણા ભાઈ નો અત્યંત હેવાયો હતો ટીલીયો :

અત્યંત શક્તિશાળી એવો આ ટીલીયો નાનપણ થી જ જીણા ભાઈ નો ખુબ જ હેવાયો હતો.ઘણી વાર જીણા ભાઈ સુતા હોય ત્યારે તેની બાજુ માં આવી ને સુઈ જતો.એક વાર બની હતી આ ઘટના :

એક વાર જયારે જીણાભાઈ સુતા હતા ત્યારે નાનો ટીલીયો તેની બાજુ માં આવી ને પડખા માં ઘુસી ગયો.જીણા ભાઈ ઊંઘ માં હોવાને કારણે તેમને ખ્યાલ ન હતો એટલે ટીલીયો તેના હાથ નીચે દબાઈ ગયો અને સાધારણ રીતે નાનો ટીલીયો કાવકાવ કરવા લાગ્યો.

આ સાંભળી ને ટીલીયા ની માં ગંગા બેઠી થઇ ગઈ અને સીધો પંજો જીણાભાઇ ની છાતી પર મુક્યો અને ત્રાડ પાડી.પરંતુ જીણા ભાઈને આ ત્રાડ પહેલા પણ સાંભળેલી હતી અને એટલે તે ઘબરાયા વગર જ બંધ આખો એ જ બોલ્યા “એ ગંગા.. તું પણ શું… હું જીણો છું જીણો.” આ સાંભળી ને ગંગા એ તરત જ હાથ પાછો લઇ લીધો.

જીણા ભાઈ રહ્યા હતા ઘણો સમય સાવજ સાથે જ :

ગીર ક્ષેત્ર માં પોલ જોસલીન નું રીસર્ચ ૯-૧૦ વર્ષ સુધી ચાલ્યું હતું આ દરમિયાન જીણાભાઈ ને ઘણી વાર અઠવાડિયા અઠવાડિયા સુધી સાવજ ની સાથે રહેતા હતા. કેમકે પોલ જોસલીન ને પોતાની રીસર્ચ માં તે જાણવાનું હતું કે જનાવર શું કહ્યા છે ? અને કેટલા પશુઓને મારે છે અને ક્યારે ક્યારે મારે છે ?

આવી રીતે કર્યો હતો બકરા થી પ્રયોગ :

છેલ્લે જયારે જોસલીન નું રીસર્ચ પૂરું થવા ઉપર હતું ત્યારે જોસલીન એ જીણાભાઈ ને એક પ્રયોગ કરવા કહ્યું હતું.આ પ્રયોગ માં જીણાભાઈ એ પોતાની સાથે જંગલ માં એક બકરું લઇ જવા નું અને સાવજને આ બકરું ખાવા નહી દેવાનું.જીણાભાઈ કઈ પાછા પડે તેમ ન હતા.જીણાભાઇ પોતાની સાથે બકરું લઇ ગયા હતા ત્યારે ઘણી કલાકો સુધી જાંગલા માં સિંહ ની સામે જ બેઠા હતા પરંતુ જ્યાં સુધી જીણા ભાઈ ત્યાં હતા અને જાગતા હતા ત્યાં સુધી સિંહ એ બકરા ની નજીક જવાની પણ હિમત ન કરી.

જોકે જેવું જીણાભાઈ ને થોડી ઊંઘ ચડી એવી તરતજ સિંહ એ બકરાને પકડી લીધું, ત્યાતો જીણાભાઇ જાગી ગયા અને તે બકરા ને સિંહ ના હાથ માં ન આવવા દીધું.આ ઘટના દરમિયાન જોસલીન ત્યાં ફોટા પાડતા હતા એટલે આ બધી ઘટના નો ફોટો પણ તેમના કેમેરા માં કેદ થઇ ગયો હતો.

જયારે જયારે જીણાભાઈ જંગલ માં જતા ત્યારે ટીલીયો તેને મળવા માટે દોડતો હતો.સિંહ સાથે આટલી સારી મિત્રતા ખાલી એક જીણાભાઇ ની જ નહિ પરંતુ ઘણા બધા ગીર ના માલધારીઓ ની હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!