ટ્રમ્પ આવે એ પહેલા જે કાર એમને ભારત મોકલી – એમની અંદર છે આ ખાસ ખૂબી જેનથી ટ્રમ્પ રહે છે સુરક્ષિત

જયારે પણ કોઈ બીજા દેશ ના પ્રધાન મંત્રી કે રાષ્ટ્રપતિ દેશ માં આવે છે ત્યારે સરકાર ને ખુબ જ તૈયારીઓ કરવી પડે છે. જયારથી નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી બની ને ભારત નું નેતૃત્વ અલગ અલગ દેશો માં કરી રહ્યા છે ત્યારથી આપણા દેશ ના સંબંધ બીજા દેશો સાથે સુધરી ગયા છે.

અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની સાથે તો નરેન્દ્ર મોદી ની ખુબ સારી મિત્રતા છે.એટલે જ તો જયારે તક મળે ત્યારે નરેન્દ્ર મોદી અમેરિકા કે ટ્રમ્પ ભારત આવતા રહે છે. થોડા દિવસો પછી જ ટ્રમ્પ ભારત આવવા ના છે તેમના આવવા ના ઘણા દિવસો પહેલા જ તેમની ખાસ કાર ભારત આવી ગઈ છે જેમાં ઘણી એવી ખૂબીઓ છે કે જે ભારતની કારો માં જોવું ખુબ જ મુશ્કેલ છે.

ટ્રમ્પ ની પહેલા ભારત પહોચી તેમની કાર :

અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુવારી ના બે દિવસો માટે ભારત આવવા ના છે. રાષ્ટ્ર પતિ બન્યા પછી આ ટ્રમ્પ નો ભારત નો પહેલો પ્રવાસ છે જેનું નેતૃત્વ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી કરશે. સૌથી પહેલા તેઓ ગુજરાત ના અમદાવાદ માં આવશે, જ્યાં તેઓ મોટેરા સ્ટેડીયમ માં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે એક કાર્યક્રમ માં પહોચશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ની કાર પ્રેસીડેન્શીયલ લિમોઝીન જેને બીસ્ટ કહેવામાં આવે છે તે ભારત પહોચી ચુકી છે.વર્ષ ૨૦૧૮ માં આ કાર ને સિક્રેટ સર્વિસ ફ્લીટ માં સામેલ કરવામાં આવી હતી.આ કાર ને કોઈ પણ રાષ્ટ્રાધ્યક્ષ નું સૌથી શાહી વાહન માનવામાં આવે છે.

આ નવી કાર ને બીસ્ટ – ૨.૦ નામ આપવામાં આવ્યું છે અને વર્ષ ૨૦૦૯ ના મોડેલ ની જગ્યાએ આ કાર ને સામેલ કરવામાં આવી હતી. 

આ કંપનીએ બનાવી છે આ કાર :

અમેરિકી રાષ્ટ્રપતિ ની આધિકારિક કાર ને શેવરલેટ કંપની એ બનાવેલી છે. આનાથી પહેલા ઘણી બધી કારો ને અમેરિકી રાષ્ટ્રપતિઓ પોતાની ઓફીશીયલ કાર તરીકે ઉપયોગ કરી ચુક્યા છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ ની આ કાર જનરલ મોટર્સ ની છે.

વર્ષ ૧૯૩૦ માં આપી હતી મંજુરી :

વર્ષ ૧૯૩૦ માં અમેરિકા ની ફેડરલ સરકાર એ રાષ્ટ્રપતિ માટે એક આધિકારિક કાર માટે મંજુરી આપી હતી અને આના માટે માત્ર એવી કારો ને જ પસંદ કરવામાં આવે છે કે જે એડવાન્સ કમ્યુનિકેશન, આર્મર પ્લેટીંગ અને એડવાન્સ ડીફેન્સ ઉપકરણો થી સજ્જ હોય.

આ બધી છે ખૂબીઓ :

  • ૧૫ સેકન્ડ માં જ ૬૦ માઈલ ની ઝડપ પકડી લે છે.
  • રાષ્ટ્રપતિ ની સાથે ૭ લોકો બેસી શકે છે.
  • ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ થાય છે સી-૧૭ ગ્લોબ્સ્રટાર નો કે જે સૌથી ભારી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે.
  • કનેક્ટ હોય છે સિદ્ધી મિલીટ્રી સેટેલાઈટ કે જેમાં ૮ ઇંચ જાડી આર્મ પ્લેટીંગ હોય છે.
  • દરવાજો નો વજન છે બોઇંગ ૭૫૭ એયરક્રાફ્ટ ના દરવાજા જેટલો.
  • પાંચ ઇંચ મોટા બુલેટપ્રૂફ લેયર થી બનેલી છે બારીઓ.
  • ફયુલ ટેંક માં છે આર્મર પ્લેટ.
  • સ્પેશિયલ ડીઝાઇન ને લીધે અટેક નો ફયુલ ટેંક પર કોઈ અસર થતો નથી.

આ બધી ખૂબીઓ વાળી આ કાર ની કીમત છે ૧૨ કરોડ રૂપિયાની.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!