વજન વધી ગયો હોય તો ખર્ચાળ રસ્તો અપનાવવા કરતા આ રીતે ડાયેટ પ્લાન કરો અને રીઝલ્ટ જુવો

અવાર નવાર વજન વધવા પછી લોકો પોતાની ડાયેટ બદલે છે અને પતલા થવાના ડાયેટ પ્લાન ને અપનાવે છે.સાચી ડાયેટ લેવાથી શરીર ના વજન માં અસર પડે છે અને વજન ઓછો થવા લાગે તમારો છે.એટલા માટે પાતળું થવા માટે ડાયેટ પ્લાન ખુબ જ મહત્વનો છે.જે લોકો ખોટી ડાયેટ અપનાવે છે તેમનું વજન વધી શકે છે અને તેઓ જાડા પણ થઇ શકે છે.

જો તમે પણ તમારો વજન જલ્દી થી જલ્દી ઓછો કરવા માંગતા હોવ તો તમે વજન ઘટાડવાનો આ ડાયેટ પ્લાન અપનાવો. આ ડાયેટ પ્લાન અપનાવવા થી તમે થોડાક જ મહિના માં તમારો વજન ઘટી જશે અને તમે પાતળા થઇ જશો.

પાતળા થવા માટેનો ડાયેટ પ્લાન :

કેલેરી વાળો ખોરાક ખાવાથી વજન વધી જાય છે.એટલા માટે આ ખુબ જ જરૂરી છે કે તેમે જે ખોરાક લો તે ઓછામાં ઓછી કેલેરી વાળો હોય.વજન ઓછું કરવા માટે પોતાની ડાયેટ માં માત્ર એ જ વસ્તુઓ ને સામેલ કરવી કે જેમાં કેલેરી ઓછા માં ઓછી હોય.

પાતળા થવાનો ડાયેટ પ્લાન એક અઠવાડિયા સુધી અપનાવવો.નીચે અમે તમને ૧૫૦૦ કેલેરી વાળા ડાયેટ પ્લાન નો ચાર્ટ જણાવી રહ્યા છીએ જે તમને વજન ઓછો કરવામાં મદદ કરશે.

પહેલા અઠવાડિયાનો ડાયેટ પ્લાન :

 • સવારે જલ્દી ઉઠીને સૌથી પહેલા એક કપ મેથી નું પાણી પીવું.
 • નાસ્તો સવારે ૮:૩૦ એ કરવો.નાસ્તો કરતા પહેલા ચાર બદામ ખાવી.બદામ ખાઈ ને પછી ૩ ઈડલી અને એક કટોરી સંભાર પીવો.આના પછી જો તમે ઈચ્છો તો એક કપ ગ્રીન ટી પી શકો છો.
 • સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦ ની વચ્ચે મલાઈ વગર નું દૂધ પીવું કે એક ગ્લાસ જુસ પીવું.
 • બપોરે ૧:૦૦ વાગ્યા સુધી જમી લેવું અને જમવામાં માત્ર ત્રણ રોટલી, એક વાટકો દાળ, મિક્ષ શાક અને સલાડ જ લેવું.અને ઈચ્છો તો એક વાટકો દહીં પણ લઇ શકો છો.
 • સાંજે ૪ વાગે એક કપ કોટાફૂટેલા સલાડ બનાવી ને ખાવું.
 • રાત્રે ૭:૩૦ વાગે જમવું અને જમવા માં ત્રણ રોટલી, અડધો વાટકો દાળ, અડધો વાટકો દહીં અને એક કટોરી સલાડ લેવું.સુતા પહેલા એક ગ્લાસ ખાંડ વગરનું દૂધ પીવું.

બીજા અઠવાડિયા માંટે નો ડાયેટ પ્લાન :

 • સવારે ૭:૩૦ વાગે એક કપ મેથી નું પાણી પીવું.
 • નાસ્તો ૮:૩૦ વાગે કરવો અને નાસ્તા માં એક કપ ગ્રીન ટી, ચાર બદામ અને બ્રાઉન બ્રેડ ખાઈ લેવું.
 • ૧૦:૩૦ વાગે મોસમ ના ફળો નું જુસ પીવું.
 • બપોરે ૧:૦૦ વાગે જમવું અને જમવા માં ત્રણ રોટલી, થોડા ભાત, શાક, સલાડ અને એક વાટકો દહીં લેવું.
 • સાંજે ૪ વાગે નારિયેળ પાણી પીવું અને દ્રાક્ષ કે તરબૂચ ખાવું.
 • રાત્રે ૭:૩૦ વાગે બે રોટલી, દાળ, શાક ખાવું અને સુતા પહેલા મલાઈ વગર નું દૂધ પીવું.
 • બીજા અઠવાડિયા માં તમને ફર્ક જોવા મળી જશે અને શરીર માં જામેલ ચરબી ઓછી થવા લાગે છે.આ ડાયેટ પ્લાન માં કેલેરી ની માત્ર ૧૪૦૦ ની આજુબાજુ છે.અને ત્રીજું અઠવાડિયું શરુ થતા જ પાતળા થવાનો ડાયેટ પ્લાન બદલી દેવો.

ત્રીજા અઠવાડિયા નો દડાયેટ પ્લાન :

 • સવારે ૭:૩૦ વાગે એક ગ્લાસ લીંબુ પાણી પીવું.
 • નાસ્તો ૮:૩૦ વાગ્યા સુધી કરી લેવો અને નાસ્તા માં એક વાટકો ઓટમીલ, ગ્રીન ટી અને ચાર બદામ ખાવી.
 • ૧૦:૩૦ વાગે ફળો નો રસ પીવો.
 • બપોરે ૧ એક રોટલી, થોડા ભાત, એક વાટકો દાળ કે શાક ની સાથે એક કટોરી સલાડ અને એક કપ દહીં લેવું.
 • સાંજે ૪ વાગે એક કપ ગ્રીન ટી અને બિસ્કીટ ખાવા.
 • રાત્રે ૭:૩૦ વાગે ત્રણ રોટલી, અડધી વાટકી દાળ, શાક અને સલાડ લેવું.સુતા પહેલા એક કપ ગરમ દૂધ પીવું.

ચોથા અઠવાડિયા નો ડાયેટ પ્લાન :

 • સવારે ૭:૩૦ વાગે એક ગ્લાસ લીંબુ પાણી પીવું.
 • ૮:૩૦ વાગે નાસ્તા માં ઉપમા, ગ્રીન ટી કે દૂધ અને ચાર બદામ ખાવી.
 • ૧૦:૩૦ વાગે કોઈ ફળ નું જુસ પીવું.
 • બપોરે ૧:૦૦ વાગે ત્રણ રોટલી, શાક, દાળ, અડધી કટોરી સલાડ અને અડધી કટોરી દહીં ખાવું.
 • સાજે ૪ વાગે એક કપ ગ્રીન ટી અને બિસ્કીટ ખાવું.
 • રાત્રે ૭:૩૦ વાગે ત્રણ રોટલી, અડધી કટોરી દાળ, શાક અને સલાડ ખાવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!