આ સિતારાઓ બાળપણમાં એક સાથે ભણેલા – આ હતી ટાઈગર શ્રોફની કલાસમેટ

જયારે પણ આપણી સામે બાળપણ નો કોઈ મિત્ર અચાનક સામે આવી જાય છે ત્યારે આપણે ખુબ જ ખુશ થઇ જઈએ છીએ. એવું એટલા માટે થતું હોય છે કે આપણે ગમે તેટલા મિત્રો બનાવી લઈએ પરંતુ બાળપણ માં અભ્યાસ કરતા હતા એ મિત્રો ની વાત જ કઈક અલગ જ હોય છે.

જો આપણે બોલીવૂડ ના સિતારાઓ ની વાત કરીએ તો તેમાંથી ઘણા એક બીજાના કલાસમેટ રહ્યા છે. આજે અમે તમને એવા બોલીવૂડ ના સ્ટાર્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેઓ એક બીજાના કલાસમેટ હતા.

અનુષ્કા શર્મા અને સાક્ષી સિંહ ધોની :

વિરાટ કોહલી ની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા એ મહેન્દ્ર સિંહ ધોની ની પત્ની સાક્ષી ધોની એ સાથે અભ્યાસ કર્યો છે.બંને એક જ સ્કુલ માં સાથે ભણેલા છે.

કરણ ઝોહર અને ટ્વિન્કલ ખન્ના :

બોલીવૂડ ના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ ઝોહર એક ખાસ વ્યક્તિ છે અને તેમની કલાસમેટ બોલીવૂડ ના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના ની પુત્રી ટ્વિન્કલ ખન્ના હતી.

આ બંને એ બોર્ડીંગ સ્કુલ માં થી અભ્યાસ કર્યો છે અને એક ખબર મુજબ કરણ ટ્વિન્કલ ને પસંદ પણ કરતા હતા.

સલમાન ખાન અને આમિર ખાન :

બોલીવૂડ ના બે મોટા અભિનેતા સલમાન ખાન અને આમિર ખાન એ બાળપણ માં સાથે અભ્યાસ કર્યો હતો. આમની જોડી એ ફિલ્મ અંદાજ અપના અપના માં તમે સાથે જોયા હતા પરંતુ કદાચ તમે તે નહિ જાણતા હોવ કે આ બંને બાળપણ માં ખુબ જ સારા મિત્ર હતા.

ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર :

આ લીસ્ટ માં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર નું નામ પણ આવે છે. તેઓ બંને પણ બાળપણ માં સાથે અભ્યાસ કરતા હતા.

કૃષ્ણા શ્રોફ અને અથીયા શેટ્ટી :

બોલીવૂડ ના એક્ટર સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી હવે બોલીવૂડ ની એક્ટ્રેસ છે, તેમનો અભ્યાસ જેકી શ્રોફ ની દીકરી કૃષ્ણા શ્રોફ ની સ્કુલ માં જ થયો છે.

વરુણ ધવન અને અર્જુન કપૂર :

બોલીવૂડ ના બે યુવાન એકટરો અર્જુન કપૂર અને વરુણ ધવન પણ એક સાથે જ એક જ સ્કુલ માં અભ્યાસ કરતા હતા. આ બને એ બાળપણ માં એક શોર્ટ ફિલ્મ માં પણ કામ કર્યું હતું, પરંતુ અર્જુન નો કરિયર અત્યારે બહુ ખાસ નથી ચાલી રહ્યું અને વરુણ ધવન એક પછી એક સારી સારી ફિલ્મો માં કામ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!