અમદાવાદમાં અવેરનેસ માટે જલસો ટીમ લઈને આવી અનોખી કેમ્પેઈન – ૯ ક્રિએટીવ કેમ્પેઈનના ફોટા જરૂર જોશો

હાલ માં જ અમદાવાદ નો ૬૦૯ મો જન્મદિવસ ગયો હતો.આ સમયે ત્યાની એક જલસો નામની ટીમ એ એક અલગ પ્રકાર નું કેમ્પેઈન ચાલુ કર્યું હતું. આ કેમ્પેઈન દ્વારા તેઓ લોકો ને પોતાના શહેર અમદાવાદ પ્રત્યે વધુ જાગૃત અને લાગણીશીલ બનવા માટે પ્રેરિત કરવા ઈચ્છતા હતા.

આ હતું કેમ્પેઈન :

જલસો ટીમ દ્વારા શરુ કરેલા આ કેમ્પેઈન માં ત્યાના કેટલાક યુવાન અને યુવતીઓ એ અલગ અલગ જગ્યાએ ઉભા રહી ને પોતાના હાથ માં તે જગ્યા વિશે કઈક ને કઈ લખેલા બોર્ડ ને પકડી ને ફોટા પડાવ્યા હતા.આનાથી તેઓ લોકો ને જાગૃત કરવા માંગતા હતા જેનાથી લોકો પોતાના શહેર વિશે વધુ જાણે.

હેરીટેજ પ્લેસ :

એક યુવક એ હેરીટેજ પ્લેસ એ જઈ ને ત્યાં પોતાની હાથ માં એક બોર્ડ રાખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે “હેરીટેજ પ્લેસ માત્ર પ્રિવેડીંગ ફોટોશુટ માટે જ નથી.”

OYO રૂમ વાપરો :

આમાંની એક યુવતીએ પોતાના હાથ માં એક બોર્ડ રાખીને ફોટો પડાવ્યો હતો જેમાં લખેલું હતું “OYO રૂમ વાપરો”

અમદાવાદ ની પોળ :

એક  યુવક એ તો અમદાવાદ ની એક પોળ માં અગાસીએ જઈ ને પોતાના હાથ માં રાખેલા બોર્ડ માં લખ્યું હતું “પોળ માં અમદાવાદ સિવાય પણ જવાય”

અમદાવાદ ની નદી :

એક યુવતી એ પોતાના હાથ માં “અમદાવાદ વચ્ચે થી નદી વહે છે સરહદ નહિ ” એવું લખેલ બોર્ડ રાખેલ હતો.

પીરાણાસ્ટેશન :

આ જગ્યા એ ઉભી ને એક યુવક એ પોતાની પાસે ના બોર્ડ માં લખ્યું હતું “#પીરાણાસ્ટેશન આ સાચો ડુંગર નથી.”

રીવરફ્રન્ટ :

અહી એક યુવતી એ પોતાની પાસે રાખેલા બોર્ડ માં લખ્યું હતું “રીવરફ્રન્ટ ફેમીલી પ્લેસ છે.”

IIM :

એક યુવતીએ પોતાના હાથ માં રાખેલા બોર્ડ માં “આ માત્ર IIM નો લોગો નથી” એવી રીતે લખી ને ફોટો પડાવ્યો હતો.

રતનપોળ :

એક યુવતી એ અમદાવાદ ની રતનપોળ વિશે પોતાની પાસે ના બોર્ડ માં લખ્યું હતું “ઓનલાઈન કરતા રતનપોળ માં સાડીઓ વધારે સારી મળે છે. “આ રીતે અલગ અલગ લોકો એ અલગ અલગ જગ્યાએ એ જઈને તે જગ્યા વિશે કઈ ને કઈ લખ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!