Mojemoj.com

Best Gujarati Blog

અંદરથી આંતરડાની સફાઈ થઇ જશે અને બીજા અઢળક ફાયદાઓ થશે આવું કરવાથી

આપણા શરીર નું સૌથી મહત્વ નું અંગ એ આપણું પેટ છે કારણકે ત્યાં જ આપણા શરીર ને જરૂરી ખોરાક નું પાચન થાય છે. અને જો આપણે જે ખોરાક ખાઈએ છે તે આપણા શરીર માં રહેલા જઠર દ્વારા પાચન થાય છે. એટલા માટે આપણા પેટ નું સાફ રહેવું ખુબ જ જરૂરી છે. તમે પણ ઘણી વખત અનુભવ્યું હશે કે જયારે પણ કોઈ દિવસ સવારે પેટ સાફ થતું નથી તે દિવસે મન કોઈ પણ જગ્યાએ લાગતું નથી.

આ સાથે જ જયારે પણ પેટ સાફ ન થાય ત્યારે પેટ માં દુખે છે અને કબજિયાત પણ થવાની શક્યતાઓ વધી જાય છે. જયારે આવું થાય છે ત્યારે આપણા આંતરડા માં ન પચેલો અને પડી રહેલો ખોરાક ત્યાં સડે છે અને ઘણી બધી અલગ અલગ પ્રકાર ની બિમારીઓ ને જન્મ આપે છે. આમ તો પેટ ને સાફ કરવા માટે ના ઘણા બધા ઘરેલું ઉપાયો હોય છે જોકે આમાંના કોઈ પણ ઉપાયો ને દરરોજ કરવા જોઈએ નહિ. આજે અમે તમને એવા જ એક ખુબજ ઉપયોગી નુસખા વિશે જણાવીશું.

આ છે જરૂરી સામગ્રી :

  • એક ગ્લાસ ગરમ પાણી,
  • ત્રણ ગ્રામ ત્રિફલા ચૂર્ણ,
  • એક ચમચી મધ

આ છે બનાવવા ની રીત :

આ નુસખા ને બનાવવા માટે તમારે એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી મધ અને ત્રણ ગ્રામ ત્રિફલા ચૂર્ણ મિક્સ કરી દો, આ નુસખા નો ઉપયોગ રાત્રે સુતા પહેલા જ કરવો. આ નુસખા નો ઉપયોગ કરવાથી પેટને લગતી બધી જ સમસ્યાઓ દુર થાય છે.

આ રીતે થશે આંતરડા ની સફાઈ :

શરીર ને ખુબ જ સારું રાખવા માટે આંતરડા ની સફાઈ કરવી પણ ખુબ જ જરૂરી છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણી માં લીંબુ નો રસ નાખી ને આના સેવન થી પણ આંતરડા ની સફાઈ થાય છે. લીંબુ માં રહેલા વિટામીન સી ના કારણે તે આંતરડા ની સફાઈ ખુબ જ સારી રીતે થઇ શકે છે.

વજન ઘટાડવા માં પણ થાય છે મદદરૂપ :

જો તમારે વજન ઘટાડવું હોય તો આ માટે પણ તમે ગરમ પાણી માં લીંબુ નો રસ ઉમેરી ને પી શકાય છે જેનાથી વજન ઘટાડી શકાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!