બહેનો કોઈ લાજ-શરમ વગર શરાબની ખરીદી કરી શકે એ માટે થઇ રહ્યું છે આવુ આયોજન
ભારત માં મોટા ભાગના શહેરો કે ગામ માં તમને શરાબ નું દુકાન સરળતાથી મળી રહે છે. સામાન્ય રીતે આ શરાબ ની દુકાનો માં પુરુષો ની ટોળા જામેલા હોય છે.આ લોકો ખુબ જ બિન્દાસ્ત રીતે શરાબ ની દુકાન માં જાય છે અને કોઈ પણ જાત ના સંકોચ વગર શરાબ ની મનગમતી બોટલ લઇ આવે છે.


મધ્ય પ્રદેશ માં શરુ કર્યું આવું આયોજન :
ભારત ના મધ્ય પ્રદેશ માં એક નવું આયોજન કરવામાં આવી રહ્યું છે.ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની એક રીપોર્ટ મુજબ મધ્ય પ્રદેશ સરકાર પોતાના રાજ્ય ના કેટલાક મુખ્ય શહેરો માં “મહિલા ફ્રેન્ડલી શરાબ ની દુકાન” ખોલવા જઈ રહી છે.આ આયોજન પાછળ વિચાર એ છે કે સ્ત્રીઓ પણ પુરુષો ની જેમ ખુલી ને અને સંકોચ વગર શરાબ ની દુકાને જઈ ને શરાબ ખરીદી શકે.
આ બે જગ્યાએ ખુલશે સૌથી પહેલા મહિલા ફ્રેન્ડલી શરાબ ની દુકાન :
સુત્રો મુજબ મધ્ય પ્રદેશ સરકાર ભોપાલ અને ઇન્દોર માં બે મહિલા ફ્રેન્ડલી શરાબ ની દુકાન ખોલશે, અને જબલપુર અને ગ્વાલિયર માં એક એક મહિલા ફ્રેન્ડલી શરાબ ની દુકાન ખોલવામાં આવશે.
આ દુકાનો માં સારી ગુણવતા વાળી વિદેશી બ્રાંડ ની શરાબ હશે.વધુ પડતી મહિલાઓ આવી જ બ્રાંડ ને પસંદ કરે છે.આ દુકાનો માં એવી લોકલ બ્રાંડ નહિ હોય જેનું રજિસ્ટ્રેશન રાજ્ય સરકાર પાસે નહિ હોય.
વધુ ટેક્સ પણ નહિ હોય :
એક સરકારી અધિકારી એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે ની વાતચીત માં એ જણવ્યું હતું કે આ બધી વિદેશી બ્રાંડ પર કોઈ વધારે ટેક્સ નહિ લાગે કેમકે તેને વિદેશ થી ટેક્સ આપ્યા પછી જ લાગશે.આવી રીત ની દુકાન થી રાજ્ય માં મોંઘી શરાબ નું નવું માર્કેટ ખુલશે.
કર વિભાગ ના સચિવ એ કહ્યું આવું :
વાણિજ્યિક કર વિભાગ ના અતિરિક્ત મુખ્ય સચિવ ICP કેશરી કહે છે કે આ બધી દુકાનો માં વિદેશી બ્રાંડ વેચવામાં આવ્સેહ જે રાજ્ય માં પહેલા ક્યારેય નહિ વેચાઈ હોય.કમાણી કરવા માટે રાજ્ય ના શહેરો માં વાઈન ફેસ્ટીવલ પણ રાખવામાં આવશે.
૧ એપ્રિલ થી વધશે ૧૫ ટકા કિમત :
જાણકારી માટે જણાવી દઈએ કે ૧ એપ્રિલ માં મધ્યપ્રદેશ માં શરાબ ની કિમત માં ૧૫ ટકા નો વધારો થશે. સરકાર નું લક્ષ્ય છે કે આ વર્ષ આ પ્લાનિંગ થી અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયા જનરેટ કરવામાં આવશે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.