બાળકોના વિકાસ માટે દાદા-દાદીની આ રીતની ભૂમિકા ખુબ જ અગત્યની છે – જરૂર વાંચો

આમાં કોઈ શંકા નથી એક બાળપણ માં જે સમય દાદા દાદી ની સાથે કે નાના નાની ની સાથે ગાળ્યો હોય, તે આપણા જીવન માં ખુબ જ યાદગાર હોય છે. જે બાળકો દાદા દાદી કે નાના નાની ની સાથે સમય ગાળી ચુક્યા છે, તેવા બાળકો ની સમજ થોડી વધારે વિકસે છે અને સાથે જ આવા બાળકો શાંત સ્વભાવ ના પણ હોય છે. 

આજના સમય માં જયારે બાળકો નું તેમના દાદા દાદી કે નાના નાની ની સાથે મળવું ખુબ જ ઓછુ ઓછુથઇ જાય છે. પરંતુ  આનાથી આ વાત નું મહત્વ ઓછું ના થઇ શકે.વિજ્ઞાન એ પોતે પણ આ વાત ને માની છે કે બાળકો માટે દાદા દાદી અને નાના નાની ખુબ જ જરૂરી છે. અહી અમે તમને આ ખુબ જ મહત્વના પાંચ કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બાળકો ની ખુશી અને સુરક્ષા માટે :

અત્યારના સમય માં માં બાપ તો મોટા ભાગે કામ કરવા માટે બહાર જ જતા હોય છે.એવા માં જો ઘર માં દાદા દાદી કે નાના નાની હોય તો બાળકો માટે અલગ થી તેમની સંભાળ રાખવાવાળી ને રાખવાની જરૂર પડતી નથી.

તેમની સાથે જ તેમના બાળકો ખુશ રહે છે, જેનો સકારાત્મક પ્રભાવ તેમના પર પડે છે.આજ ના સમય માં જયારે બાળકો ને કોઈ બહાર ના વ્યક્તિ ના ભરોસે મૂકી શકાય તેમ નથી ત્યારે ઘરમાં દાદા દાદી કે નાના નાની હોય તો તેઓ સુરક્ષિત રહે છે.

મૂળ થી જોડાઈ જાય છે બાળકો :

જયારે બાળકો ને દાદા દાદી અને નાના નાની નો સાથ મળે છે ત્યારે તેઓ પોતાના પરિવાર ના ઈતિહાસ ને ધીરે ધરીએ સમજી શકે છે. તેઓ પરિવાર ના મૂળ ની સાથે જોડવા લાગે છે. પ્રેમ અને સ્નેહ જેવી ભાવનાઓ તેમની અંદર ભરવા લાગે છે.

તેઓ બીજા ને આદર અને સમ્માન દેવા નું શિખી જાય છે. બાળકો આ રીતે દરેક પરિસ્થિતિ માં પોતાની જાત ને ઢાળતા શિખી જાય છે.પરિવાર ની સમસ્યાઓ ની સમજ ને લીધે આવા બાળકો બીજા બધા બાળકો ની સરખામણીએ પરીપક્વ અને સ્માર્ટ પણ થઇ જાય છે.

ભાવનાત્મક રીતે બને છે મજબુત :

બાળકો જ્યરે દાદા દાદી કે નાના નાની ની સાથે રહે છે, તો તેઓ ભાવનાત્મક રીતે મજબુત બને છે. ઓક્સફોર્ડ યુનીવર્સીટી તરફથી કરવામાં આવેલા એક સર્વે માં એવું જાણવા મળ્યું કે દાદા દાદી ની સાથે રહેવા વાળા બાળકો ડિપ્રેશન ચિંતા અને તણાવ જેવી વસ્તુઓ થી પ્રભાવીત થતા નથી. તેઓ ભાવનાત્મક રીતે બાકી બધા બાળકો થી ખુબ જ મજબુત હોય છે.

નૈતિકતા શિખે છે :

દાદા દાદી કે નાના નાની ની સાથે રહી ને બાળકો તેમની પાસેથી સારી સારી વાર્તાઓ સાંભળી શકે છે. આનાથી તેમની અંદર નૈતિકતા વિકસિત થવા લાગે છે, જે ભવિષ્ય માં પરિવાર માટે અને સમાજ માટે અને દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. એટલા માટે બાળકો બાળકો ને દાદા દાદી કે નાના નાની ની સાથે રહેવું ખુબ જ લાભદાયક સાબિત થાય છે.

બાળકો ની સાથે દાદા દાદી પણ રહે છે ખુશ :

દાદા દાદી કે નાના નાની ની સાથે બાળકો ના રહેવા ને લીધે એક લાભ એ પણ થાય છે કે દાદા દાદી અને નાના નાની પણ ખુશ જ રહે છે. એકલા રહેવા થી જે તેમને ભૂલી જવાની અને અલગ અલગ પ્રકાર ની બિમારીઓ થાય છે, તે થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!