ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક સિદ્ધિ – પહેલી વખત T20 વર્લ્ડ કપમાં પહોંચી – કેટલી લાઈક આપશો?

ભારતીય ક્રિકેટ ટીમ આ નામ સાંભળતા ની સાથે જ બધા લોકો ના મગજ માં વિરાટ કોહલી થી લઇ ને મહેન્દ્ર સિંહ ધોની સુધી ના ક્રિકેટરો ની તસવીર સામે આવી જાય છે. જોકે તમે આ ભૂલી રહ્યા છો કે હવે ભારતીય ક્રિકેટ ટીમ ની બે કેટેગરી છે.

પહેલી કેટેગરી પુરુષ ટીમ ની છે અને બીજી કેટેગરી મહિલા ટીમ ની છે.દુર્ભાગ્યવશ ક્રિકેટ ની દુનિયા માં પુરુષ ટીમ ને જેટલી લોક પ્રીયતા મળે છે તેટલી લોકપ્રિયતા મહિલા ક્રિકેટ ટીમ ને મળતી નથી. જોકે હવે પરિસ્થિતિ ધીરે ધીરે બદલી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ પોતાના સારા પ્રદર્શન ને લીધે ધીરે ધીરે લાઈમ લાઈટ માં આવી રહી છે.

તમે આ જાણીને રાજી થશો કે આપણા દેશ ની મહિલા ક્રિકેટ ટીમ ની આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ ના ફાઈનલ માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હતો સેમીફાઈનલ :

આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ ના આ ટુર્નામેન્ટ માં ભારત અને ઇંગ્લેન્ડ ની મહિલા ટીમો ની વચ્ચે સેમીફાઈનલ મેચ રમવા નો હતો. એવા માં ગુરુવાર એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એ પોતાના ખુબ જ સારા પ્રદર્શન ને લીધે ફાઈનલ માં પ્રવેશી ચુકી છે.

આ સાથે જ ઇંગ્લેન્ડ ની ટીમ આ રેસ માંથી બહાર થઇ ગઈ છે. થયું એવું હતું કે ગુરુવાર એ થઇ રહેલા એકાએક વરસાદ ને આ સેમીફાઈનલ મેચ ને રદ કરવામાં આવી હતી. આ મેચ ગુરુવારે ૯:૩૦ વાગ્યે થવાનો હતી પરંતુ વરસાદ બંધ થવાનું નામ જ લેતો ન હતો જેને લીધે આ મેચ ને રદ્દ કરવો પડ્યો હતો.એ પછી ગ્રુપ સ્ટેજ બોર્ડ પર ભારતીય મહિલા ટીમ નું પ્રદર્શન ઇંગ્લેન્ડ થી સારું હતું એટલા માટે ઇંગ્લેન્ડ ને આઉટ કરીને ભારતીય ટીમ ને ફાઈનલ માં પહોચી ગઈ છે.

એટલા અંક મેળવી પ્રથમ સ્થાન પર પહોચી :

આવું પહેલી વાર થયું છે જયારે ભારતીય મહિલા ટીમ વિમેન ટી-૨૦ વર્લ્ડ કપ ના ફાઈનલ માં પહોચી છે. હરમનપ્રીત કૌર ની આ ટીમ સ્ટેજ ગ્રુપ માં ૮ અંક મેળવી ને પહેલા સ્થાન પર હતી. આ દરમિયાન ભારતીય ટીમ ગ્રુપ એ માં હતું અને ઓસ્ટ્રેલીયા ટીમ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ ને હરાવી ને પહેલા સ્થાન પર પહોચી હતી.


બીજી બાજુ ઇંગ્લેન્ડ ગ્રુપ બી માં હતું અને તે પાકિસ્તાન, વેસ્ટેન્ડીઝ અને થાઈલેન્ડ ને તો હરાવી ચુકી હતી પરંતુ દક્ષીણ આફ્રિકા ની સામે જીતી ન શકી હતી. બસ આજ કારણ થી જ ભારત ને આ વાત નો લાભ મળ્યો અને તેઓ સારા પ્રદર્શન ને લીધે ઇંગ્લેન્ડ થી આગળ નીકળી ગયા હતા.

આવી રીતે લેવાય છે નિર્ણય :

સેમીફાઈનલ મેચ માં રિજર્વ દિવસ નથી હોતો, જેને લીધે જ વરસાદ ને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી અને ખુબ જ સારા પ્રદર્શન મુજબ ભારત ને ફાઈનલ માં જગ્યા મળી ગઈ હતી.

આ બે મહિલા ક્રિકેટરો નો છે મુખ્ય ફાળો :

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ને ફાઈનલ સુધી પહોચાળવા પાછળ શેફાલી વર્મા અને પૂનમ યાદવ એ મહત્વ ની ભૂમિકા ભજવી હતી. શેફાલી એ ચાર મેચ માં ૧૬૧ રન બનાવ્યા જે ભારત ની ટુર્નામેન્ટ માં સૌથી વધુ રન હતા. જયારે પૂનમ એ ટુર્નામેન્ટ માં સૌથી વધુ ૯ વિકેટ લીધી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!