ચારુ-રાજીવના સપનાનું ઘર ખુબ જ સુંદર છે – મુંબઈના પોર્શ એરિયામાં આવા ઘરમાં રહે છે

ચારુ આસોપા આજ ના સમય માં ટેલીવિઝન નું એક જાણીતું નામ છે.ચારુ એ ટેલીવિઝન જગત ની એક પ્રખ્યાત અભિનેત્રી બની ચુકી છે.તેઓ એ પોતાના ટેલીવિઝન ના કરિયર માં ઘણી બધી સિરિયલ માં કામ કર્યું છે.આ એક સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે, ચારુ એ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટીવ રહે છે ચારુ આસોપા એ ગયા વર્ષ માં સુષ્મિતા સેન ના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા.

ચારુ અને રાજીવ એ બે વાર લગ્ન કર્યા હતા.તેઓ એ પહેલા કોર્ટ મેરેજ કર્યા અને પછી બંને એ ગોવા માં બધા જ રીતી રીવાજો થી રાજસ્થાની અને બંગાળી રીતે લગ્ન કર્યા હતા.આ બંને ના લગ્ન ની તસ્વીરો સોશિયલ મીડીયા પર ખુબ જ વાયરલ થઇ હતી.

માત્ર નજીક ના મિત્રો અને પરિવાર ને જ આપ્યું હતું આમંત્રણ :

આ બંને ના લગ્ન માં ખુબ જ ઓછા લોકો ને આમંત્રણ આપ્યું હતું.તેમના લગ્ન માં માત્ર નજીક ના મિત્રો અને પરિવાર ના લોકો જ શામેલ હતા.સુષ્મિતા સેન ના પરિવાર એ ચારુ ને બંગાળી રીતી રીવાજો થી ગ્રહ પ્રવેશ કરાવ્યો હતો. ચારુ અને રાજીવ એક સાથે ખુબ જ ખુશ છે.

ચારુ સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાના ઘર ની તસ્વીરો શેર કરતી રહેતી હોય છે.ચારુ એ પોતાના ઘર ને ખુબ જ સારી રીતે સજાવ્યું છે. ચારુ આસોપા નું ઘર ચારેય બાજુ થી ખૂલું અને હવાની અવર જવર વાળું હતું.આમના ઘર ની દીવારો અને ફર્નીચર લાઈટ થી કવર કરેલા છે.

બે કુતરાઓ પણ છે :

ચારુ અને રાજીવ ની પાસે બે કુતરાઓ પણ છે. તેઓ બંને પોતાના આ બંને કુતરાઓ ને ખુબ જ પ્રેમ કરે છે.ચારુ એ પોતાના ઘર ની દીવાલ ની સજાવટ માં ખુબ જ ધ્યાન આપ્યું છે. તેઓ એ પોતાના ઘર ની દિવાલો ને ખુબ જ ખાસ રીતે સજાવ્યું છે.

ચારુ એ પોતાના ઘર ની દીવાલો પર મેટાલિક કલર ની પ્લેટ લગાવી છે, જેના લીધે તેમના ઘર ની દીવાલો ની સુંદરતા ખુબ જ વધી ગઈ છે.ચારુ ની ઉમર ૨૯ વર્ષ છે.આ એક ખુબ જ પ્રખ્યાત ટીવી ની અભિનેત્રી છે.ચારુ આસોપા એ અત્યાર સુધી “મેરે અંગને મેં” “યહ રિશ્તા ક્યાં કહેલાતા હૈ” અને “સંગિની” જેવી પ્રખ્યાત અને લોકપ્રિય સીરીયલો માં કામ કર્યું છે.

રાજીવ છે એક બિઝનેસમેન :

ચારુ નાં પતિ રાજીવ સેન એક બિઝનેસમેન છે.આ જ્વેલરી નું કામ કરે છે. ભારત ની સાથે સાથે બીજા દેશો માં પણ રાજીવ સેન નું કરોડો નો બિઝનેસ ફેલાયેલો છે.રાજીવ વધારે દુબઈ માં જ રહે છે અને મુંબઈ માં આવતા જતા રહે છે.

થોડા સમય પહેલા જ રાજીવ દિલ્લી માં પોતાની એક જ્વેલરી શોપ નો શોરૂમ ખોલ્યો હતો.તેમના શોરૂમ નું નામ રેને છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!