કોરોનાનો કહેર – ઇટલીમાં આ રીતે રાત-દિવસ કામ કરી રહી છે આ નર્સ – પરિસ્થિતિ જોઇને આંસુ આવી જશે

આપણે બધા જાણીએ છીએ કે હાલ માં કોરોના વાઈરસ એ કહેર મચાવ્યો છે. ચીન થી ફેલાવા નો શરુ થયેલો વાઈરસ આખી દુનિયા ના ખૂણે ખૂણે ફેલાઈ રહ્યો છે. એવા માં ઇટલી માં પણ આ વાઈરસ થી ૨૧૦૦૦ લોકોને અસર થઇ છે. જેમાંથી અત્યાર સુધી માં ૧૪૦૦ લોકો ના મૃત્યુ થયા છે. આ વાઈરસ થી પીડાતા દર્દીઓ ની સારવાર કરવા માટે મોટા ભાગની હોસ્પિટલો માં ડોકટરો અને નર્સો દિવસ રાત કામ કરી રહ્યા છે. 

એવા માં ઇટલી ની એક હોસ્પિટલ ની નર્સે પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ નર્સે તસ્વીર શેર કરવાની સાથે તેને કોરોના વાઈરસ થી પીડિત દર્દીઓ ની સારવાર કરી રહેલા મેડીકલ પ્રોફેશનલ ની સમસ્યા વિશે જણાવ્યું છે.

ખુબ જ વાયરલ થઇ રહી છે આ તસ્વીર :

ઇટલી ની એક હોસ્પિટલ ની નર્સે શેર કરેલી તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહી છે.આ તસ્વીર માં એક નર્સ કે જે ખુબ જ થાકેલી છે અને કમ્પ્યુટર ના કીબોર્ડ પર હાથ રાખી ને સુઈ ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.આ તસ્વીર એ કોરોના થી પીડાતા ઉતરી લોમ્બાર્ડી ક્ષેત્ર ની એક હોસ્પિટલ માં કામ કરતી એક નર્સ કે જેનું નામ એલીન પેગ્લીયારી ની છે. આ તસ્વીર એવું બતાવે છે કે બાકી બધી જ હોસ્પિટલો માં રાત દિવસ કામ કરી રહેલા ડોકટરો અને નર્સો એ અહી પણ તણાવ થી પીડાઈ રહ્યા છે.

તસ્વીર સાથે જણાવ્યું હતું આવું :

તસ્વીર શેર કરવા ની સાથે પેગ્લીયારી એ લખ્યું હતું કે, “બધી જ જગ્યાએ હું મારી તસ્વીર જોઈ ને મને ગુસ્સો આવી રહ્યો છે.મને મારી નબળાઈ ને લોકો ને જણાવતા શરમ આવે છે. હું ખરેખર શારીરિક રીતે થાકી ગઈ હતી, જોકે જરૂરિયાત ના સમયે સતત ૨૪ કલાક પણ કામ કરી શકું છું.પરંતુ અત્યારે હું ચિંતા માં છું કેમકે હું એક એવી બીમારી સાથે લડી રહી છું કે જેને હું જાણતી નથી”

બીજી એક નર્સે કહ્યું આવું :

પેગ્લીયારી નર્સ સિવાય બીજી પણ એક નર્સે કે જેનું નામ એલેસિયા બોનારી છે તેણે પણ પોતાની એક તસ્વીર શેર કરી છે અને જણાવ્યું છે કે “મને તો કેટલીક વાર કામ પર જવાનો ડર લાગે છે. અને ઘણી વાર તો કામ થી થાક પણ લાગે છે” તેને શેર કરેલી આ તસ્વીર માં તેના ચહેરા પર સતત માસ્ક પહેરી રાખવાને લીધે થયેલા ડાઘ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

Sono i un’infermiera e in questo momento mi trovo ad affrontare questa emergenza sanitaria. Ho paura anche io, ma non di andare a fare la spesa, ho paura di andare a lavoro. Ho paura perché la mascherina potrebbe non aderire bene al viso, o potrei essermi toccata accidentalmente con i guanti sporchi, o magari le lenti non mi coprono nel tutto gli occhi e qualcosa potrebbe essere passato. Sono stanca fisicamente perché i dispositivi di protezione fanno male, il camice fa sudare e una volta vestita non posso più andare in bagno o bere per sei ore. Sono stanca psicologicamente, e come me lo sono tutti i miei colleghi che da settimane si trovano nella mia stessa condizione, ma questo non ci impedirà di svolgere il nostro lavoro come abbiamo sempre fatto. Continuerò a curare e prendermi cura dei miei pazienti, perché sono fiera e innamorata del mio lavoro. Quello che chiedo a chiunque stia leggendo questo post è di non vanificare lo sforzo che stiamo facendo, di essere altruisti, di stare in casa e così proteggere chi è più fragile. Noi giovani non siamo immuni al coronavirus, anche noi ci possiamo ammalare, o peggio ancora possiamo far ammalare. Non mi posso permettere il lusso di tornarmene a casa mia in quarantena, devo andare a lavoro e fare la mia parte. Voi fate la vostra, ve lo chiedo per favore.

A post shared by Alessia Bonari (@alessiabonari_) on


આ સાથે જ તે નર્સે લખ્યું છે કે, “હું એક નર્સ છું અને હાલ માં હું મેડીકલ ઈમરજન્સી નો સામનો કરી રહી છું. હું ડરેલી છું કેમકે માસ્ક એ ચહેરા ને યોગ્ય રીતે કવર કરી શકતો નથી. હું ખુબ જ થાકી ગઈ છું. કેમકે અહી હું સતત છ કલાક સુધી ન તો પાણી પી શકું છું ન તો બાથરૂમ જઈ શકું છું. આમ છતાં હું મારું કામ સારી રીતે કરીશ કેમકે મને મારી આ દર્દીઓ ની સંભાળ રાખવાની નોકરી ગમે છે. ”

A member of the medical personnel wearing a protective face mask is seen inside the Spedali Civili hospital in Brescia, Italy March 13, 2020. REUTERS/Flavio Lo Scalzo

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!