એક મહારાણી ની જેમ ઘોડાગાડી ઉપર વવઘોડો લઈને નીકળી આ દુલ્હન – ક્લિક કરી ફોટા જુવો
અત્યારે આખા ભારત માં લગ્ન ની સિઝન ચાલી રહી છે, એવા માં તમે લોકો ઘણા બધા લગ્ન માં સામેલ થયા હશો. આ સિવાય તમે લોકો એ રસ્તા પર ઘણા બધી જાન ને પણ જોઈ હશે. પરંતુ શું તમે લોકો એ અત્યાર સુધી એવું જોયું છે કે કોઈ દુલ્હન ઘોડા ગાડી પર સવાર થઇ ને અને કાળા ચશ્માં પહેરી ને જાન લઇ ને એન્ટ્રી કરે છે ? આવું ખુબ જ ઓછું જોવા મળે છે.
આ અલગ નજરો ઉતરપ્રદેશ ના લખનઉ શહેર માં જોવા મળ્યો હતી. લખનઉ નવાબો નું શહેર છે એવા માં અહી ની આ દુલ્હન એક મહારાણી ની જેમ આવી હતી.
લોકો જોતા જ રહી ગયા હતા આ લગ્ન :

તસ્વીર માં જોવા મળી રહી આ દુલ્હન લખનઉ નિવાસી રાજેશ કુમાર વિદ્યાર્થી ની દીકરી રચના છે. રચના એ ખુબ જ શાન થી રથ માં સવાર થઇ ને પોતાની જાન કાઢી હતી અને જેના પછી તે દુલ્હા ની પાસે પહુચી હતી.
વરરાજા એ પણ કાઢી હતી જાન :
આ નવી પરંપરા પાછળ નો વિચાર છે કે કોઈ એક પક્ષ ઉચું કે નીચું નથી પરંતુ બંને ને બરાબર સમ્માન મળવું જોઈએ. એક વાત જણાવી દઈએ કે દુલ્હન એ જાન કાઢી એનો મતલબ એવો નથી કે વરરાજા ને પોતાની જાન ને કાઢવાની તક ન મળી. પરંતુ તેઓએ પણ પોતાની જાન કાઢી હતી. જેના પછી તેઓ વિવાહ ના સ્થળ પર પહોચ્યા હતા. એવામાં વરરાજા અને દુલ્હન બંને નું ગેટ પર સમ્માન કરવામાં આવ્યું હતું.
લોકો ને મળ્યું હતું સરપ્રાઈઝ :
રચના ના પિતા જી એ મહેમાનો ને એવું નતુ જણાવ્યું કે આવી રીતે રચના ના લગ્ન કરવાના છે. જેથી લોકો એ જયારે આવી રીતે રચના ને જોઈ ત્યારે તેઓ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.જે પછી લોકો એ આ નવી પરંપરા ના વખાણ કર્યા હતા.
જણાવી દઈએ કે રાજેશ કુમાર એ પોતાની દીકરી રચના ના લગ્ન રામલાલ ના દીકરા રૂપેશ ની સાથે નક્કી કર્યા હતા.આ લગ્ન ગયા ગુરુવારે ૧૨ માર્ચ ના દિવસે લખનઉ ના રામાંધીન સિંહ ઉત્સવ લોન માં થઇ હતી.
આવા સારા વિચાર છે વરરાજા ના પિતાના :
દુલ્હન ના પિતા જી એ જણાવ્યું કે મને પસંદ નથી કે માત્ર વરરાજા જ હાથ માં તલવાર લઈને ઘોડા પર સવાર થઇ ને આવે. આ વસ્તુ એક પક્ષ ને ઉચો દેખાડે છે.જેને લીધે જયારે અમે દુલ્હન ના જાન લઈને આવવા વિશે વરરાજા ના પિતા રામલાલ ને કહી ત્યારે તેઓ રાજી થઇ ગયા. આ સાથે જ તેઓએ જણાવ્યું કે વહુ પણ દીકરી જ છે. તેના આત્મસમ્માન નું પણ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ દુલ્હા રૂપેશ અને દુલ્હન રચના નું કહેવું છે કે અમે અમારા સંતાનો ને પણ આવી રીતના જ સંસ્કારો આપીશું.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.