ઘડીયાર જોયા વગર એકદમ ચોક્કસ સમય કહી દે છે – આ રીતની પ્રતિભા બધાને ચોંકાવી દે છે
દુનિયા માં ઘણા પ્રભાવશાળી લોકો છે કે જે એવા એવા કારનામાં કરે છે કે તે જોઈ ને લોકો ને ખુબ જ આશ્ચર્ય થઇ જતું હોય છે.આજે અમે તમને એક એવા જ પ્રભાવશાળી વ્યક્તિ વિશે જણાવવા ના છીએ.આ વ્યક્તિ ની પ્રતિભા વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.
આ વ્યક્તિ માં જે પ્રતિભા છે એ કદાચ હજી સુધી કોઈ ના મા નહિ હોય. આ વ્યક્તિ નું નામ વિશ્વનાથ હતું.વિશ્વનાથ ઘડિયાળ વગર જ સમય બતાવી દે છે અને જે સમય વિશ્વનાથ બતાવે છે એ ચોક્કસ જ હોય છે.

કોઈ પણ કામ કરતી વખતે જણાવી દે છે સાચો સમય :
વિશ્વનાથ ને જયારે પણ સમય વિશે પૂછવામાં આવે છે ત્યારે તે ઘડિયાળ ની સામે જોયા વગર જ ચોક્કસ સમય જણાવી દે છે.તે સુતા હોય કે પછી કોઈ કામ કરતા હોય તેને સમય પૂછો એટલે ચોક્કસ સમય જણાવી દે.
ડિઝીટલ કલોક ના નામ થી ઓળખાય છે :
વિશ્વનાથ સમય જણાવવા માં જરાય પણ વાર નથી લગાડતા, જયારે તેમને સમય પૂછવામાં આવે તે તરતજ સમય જણાવી દે છે.આવી પ્રતિભા જોઈ ને તેમને ડિઝીટલ કલોક કહી શકાય છે.કેમકે તે ડિઝીટલ કલોક ની જેમ ચોકસાઈ થી સમય જણાવી દે છે.વિશ્વનાથ જયપુર ના કુચવિહાર માં રહે છે અને તેમનું આખું નામ વિશ્વનાથ ભૌમિક છે.
ઘર માં નથી એક પણ ઘડિયાળ :
વિશ્વનાથ ના ઘર માં એક પણ ઘડિયાળ નથી અને તેઓ વગર ઘડિયાળ જ રહે છે.કેમકે તેને ગમે ત્યારે ખબર હોય છે કે સમય શું થયો છે.જેને લીધે તેમને ઘડિયાળ જોવાની જરૂર નથી હોતી.લોકો ના જણવ્યા મુજબ વિશ્વનાથ જે સમય બતાવે છે, તે સમય ક્યારેય ખોટો નથી હોતો.
તેમને ગમે ત્યારે સમય વિશે પૂછવામાં આવે તો તે સમય સેકંડ ની સાથે જણાવી દે છે.વિશ્વનાથ ની આવી અનોખી પ્રતિભા વિશે જાણીને લોકો આશ્ચર્ય ચકિત થઇ જાય છે.કેમકે કદાચ જ આખી દુનિયા માં કોઈ એવું હશે કે વગર ઘડિયાળ આટલી ચોકસાઈ થી સમય જણાવી દે છે.
આવી રીતે જણાવે છે સમય :
આશ્ચર્ય ની વાત તો એ છે કે વિશ્વનાથ કોઈ પણ જાતની ગણતરી કરતા નથી અને સૂર્ય ને જોઈ ને જ સમય જણાવી દે છે.વિશ્વનાથ મુજબ તેમને પોતાને જ નથી ખબર કે તે સમય કેવી રીતે જણાવી દે છે.વિશ્વનાથ મુજબ તેમને આપો આપ જ સમય વિશે ખબર પડી જાય છે અને સમય જણાવવા માટે તેને કોઈ પણ પ્રકાર ની ગણતરી નથી કરવી પડતી અને તેમને સૂર્ય નો પડછાયો પણ જોવો નથી પડતો.
વિશ્વનાથ મુજબ જયારે પણ કોઈ તેમને સમય પૂછે છે ત્યારે આપો આપ જ તેમના મોઢા માંથી સમય નીકળી જાય છે.વિશ્વનાથ કુચબિહાર ની એક નાની કોલો ની ગોળબાગાન મેં રહે છે અને આ જગ્યાએ રહેવા વાળા લોકો તેમને હાલતી ચાલતી ઘડિયાળ કહે છે.હજી સુધી વિશ્વનાથ દ્વારા જણાવવા માં આવ્યો સમય ક્યારેય ખોટો નથી હોતો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.