હનુમાનદાદા નો પ્રસાદ પીરસવા જયારે ૧૦ હજાર લોકોને રોકવા પડ્યા – ફોટો જુવો ૭ કિમી લાંબી પંગત પડી
મંગળવાર ના દિવસે ઇન્દૌર શહેર માં એક એવા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું કે જેવું આયોજન આજથી પહેલા ક્યારેય જોવા નહિ મળ્યું હોય. આ પ્રસાદી માં ૭ કિલોમીટર લાંબા રસ્તા પર સામસામે પંગત બેસાડી ને અંદાજે ૧૦ લાખ લોકો ને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. પ્રસાદી પીરસવાની જવાબદારી ૧૦ હજાર લોકો ને સંભાળવી પડી હતી.

૭ કિલોમીટર લાંબી હતી પંગત :
ઇન્દૌર માં યોજવામાં આવેલી આ મહાપ્રસાદી માં ૭ કિલોમીટર લાંબી પંગત એ પણ રસ્તા પર જ કરવામાં આવી હતી. હનુમાન દાદા ની આ પ્રસાદી ને ગ્રહણ કરવા માટે હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. પ્રસાદી ની વ્યવસ્થા માં રહેલા હજારો લોકો ભાગી ભાગી ને લોકો ને આ પ્રસાદી પીરસી રહ્યા હતા.
વાહનો થી પીરસવામાં આવ્યું હતું ભોજન :
૭ કિલોમીટર લાંબા રસ્તા પર એક સાથે બેઠેલી પંગત માં લોકો ઈ-રીક્ષા, બાઈક, લોડીંગ રીક્ષા જેવા વાહનો થી ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજન ને બનાવવા માટે ૨૦૦૦ શુદ્ધ ઘી ના ડબ્બા, ૧૦૦૦ ક્વિન્ટલ લોટ, ૧૦૦૦ ક્વિન્ટલ ખાંડ, ૫૦૦ કિલો શાકભાજી, ૫૦૦ ક્વિન્ટલ વેસણ, ૫૦૦ કિલો મસાલો નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
૧૪ વર્ષ લાગ્યા હતા હનુમાનજી ની મૂર્તિ ના નિર્માણ માટે :
હનુમાન જી ની આ પ્રતિમા ના નિર્માણ માટે ૧૪ વર્ષ લાગ્યા હતા.હનુમાન જી ની આ પ્રતિમા ૭૨ ફૂટ ઉચી છે અને આ પ્રતિમા ને આઠ ધાતુઓ થી બનાવવા માં આવી છે.આ પ્રતિમા ના પ્રાણ પ્રતિષ્ઠા માટે ૯ દિવસીય અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું.આ અનુષ્ઠાન ના મહાપ્રસાદ ના રૂપ માં ૧૦ લાખ લોકો ને ભોજન કરાવવા માં આવ્યું હતું.
આ પ્રસાદ ને ગ્રહણ કરવા માટે ઇન્દૌર ની સાથે સાથે ઉજ્જૈન, દેવાસ, રાઉ અને આસપાસ ના શહેરો ના લોકો સામેલ થયા હતા. આ બધા જ લોકો ને પાણી પીવડાવવા ની જવાબદારી ત્યાના સ્થાનિક લોકો એ સંભાળી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.