હરિયાણા સરકારે કરી નવીનતમ પહેલ – રસ્તા પરનો ખાડો શોધીને અમને બતાવો અને મેળવો આ!!

હરિયાણા સરકાર એ રસ્તાઓ માં થયેલા ખાડા ની જાણકારી મેળવવા માટે એક અલગ જ પહેલ શરુ કરી હતી. રાજ્ય સરકાર એ એક એપ્લીકેશન લોન્ચ કરી છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ રસ્તા પર ખાડા ની તસ્વીરો શેર કરી ને જાણકારી દેવાનું પ્રોત્સાહન રાશી મેળવી શકે છે.

દર વર્ષે થાય છે ઘણી દુર્ઘટના :

રસ્તા પર થયેલા ખાડા ઓ ને કારણે દુર્ઘટના અને મૌત નું કારણ બને છે, પરંતુ હરિયાણા સરકાર એ આ ખાડા ઓ થી છુટકારો મેળવવા માટે એક અલગ જ પહેલ શરુ કરી છે.

આ છે એપ્લીકેશન નું નામ :

હરિયાણા સરકાર એ “હરપથ” નામની મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી છે જેના દ્વારા હવે રસ્તાઓ પર થયેલા ખાડાઓ ની જાણકારી દેવા વાળા લોકો ને ૧૦૦ રૂપિયા નો પ્રોત્સાહન રાશી તરીકે આપવાનો નિર્ણય લીધો હતો.

આ રીતે આપી શકાય જાણકારી :

લોકો આ એપ્લીકેશન ને પોતાના મોબાઈલ માં ડાઉનલોડ કરી અને ત્યાં જે જગ્યાએ ખાડા હોય તેના ફોટાઓ પાડી ને અપલોડ કરવા નો રહેશે.

૯૬ કલાક ની અંદર ભરાઈ જશે ખાડો :

આ એપ્લીકેશન માં તસ્વીર અપલોડ થયા પછી જીયો મેપિંગ દ્વારા તે રસ્તા પર લગાડવમાં આવશે અને સંબંધિત કોન્ટ્રાકટર ને ૯૬ કલાક માં તે ખાડા ને ભરી દેવાનું કહી દેવામાં આવશે.

નહિ ભરાઈ ખાડા તો થશે દંડ :

કોઈ પણ કોન્ટ્રાક્ટર ને જણાવ્યા બાદ જો તેના વિસ્તાર માં રહેલા ખાડા ને ૯૬ કલાક માં નહિ ભરવામાં આવે તો તેને ૧૦૦ રૂપિયા પ્રતિ દિવસ નો દંડ લેવામાં આવશે.

આ યોજના ની ઘોષણા રાજ્ય સરકાર એ પોતાના બજેટ માં કરી હતી જે ૧ એપ્રિલ ૨૦૨૦ થી લાગુ થશે. આ યોજના લોગું થયા બાદ માત્ર હરિયાણા ના રસ્તાઓ પણ સુધરશે અને સાથે જ કોન્ટ્રાકટર ની જવાબદારી પણ નક્કી થઇ જશે.

ખાડાઓ ને લીધે થાય છે મોટા ભાગની દુર્ઘટનાઓ :

ભારત માં થવા વાળી વધુ પડતી દુર્ઘટનાઓ માટે રસ્તા માં પડેલા ખાડા જ વધારે જવાબદાર છે.ભારતીય રસ્તા પરિવહન મંત્રાલય મુજબ વર્ષ ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮ દરમિયાન કુલ ૨૯૩૦ લોકો ના મૃત્યુ થયા અને ૨૯૦૦૦ લોકો ઘાયલ થયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!