માં ની મમતા અને દેશ પ્રત્યેની ફરજ ને આ રીતે બેલેન્સ કર્યું આ કોન્સ્ટેબલે – સલામ કહી ઉઠશો

એક માતા નો પ્રેમ દુનિયા નો સૌથી સારો પ્રેમ હોય છે. એક માં જેવી રીતે પોતાના બાળક નું ધ્યાન રાખે છે એવી રીતે કોઈ પણ ન રાખી શકે. સામાન્ય રીતે આવું જ થાય છે કે પિતા કામ પર હોય છે અને માતા ઘર માં રહી ને બાળક નું ધ્યાન રાખે છે.

જોકે જો મા ક્યાય નોકરી કરતી હોય તો તેની દેખરેખ ની જવાબદારી આમ છતાં મોટા ભાગે તેમની પર જ હોય છે. આ સ્થિતિ જેવું જ કઈક હાલ માં નોએડા માં જોવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર થઇ રહી છે આ ફોટો વાયરલ :

થોડા દિવસ થી સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહી છે. આ ફોટો માં એક સ્ત્રી ના ખોળા માં તેમનો દોઢ વર્ષ નો પુત્ર જોવા મળી રહ્યો છે. એવું જણાવવા માં આવી રહ્યું છે કે આ ફોટો એ સમયે લેવા માં આવ્યો હતો જયારે ઉતર પ્રદેશ ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ નોએડા પહોચ્યા હતા.સુત્રો ની માનીએ તો ફોટો માં દેખાઈ રહેલી મહિલા કોન્સ્ટેબલ નું નામ પ્રીતિ રાની છે.

આ કારણે લઇ ને આવ્યા હતા બાળક ને સાથે :

સુત્રો ના જણાવ્યા પ્રમાણે પ્રીતિ ડ્યુટી દરમિયાન પોતાના બાળક ને એટલા માટે લઇ ને આવી હતી કેમકે ઘર માં તેનું ધ્યાન રાખવા વાળું કોઈ જ ન હતું. બાળક ના પિતા પરીક્ષા આપવા ગયા હતા.સાથે જ પ્રીતિ નું કામ પણ ખુબ જ જરૂરી હતું. આ કારણે ને લીધે તેમને ડ્યુટી પર પણ પોતાના બાળક ને સાથે લઇ આવવું પડ્યું હતું.

આ રીતે નિભાવી બંને ડ્યુટી :

પ્રીતિ એ પોતે કામ પર સાથે બાળક ને લઇ જઈને આ રીતે પોતાની માતા હોવાની ફરજ પણ નિભાવી અને દેશ માટે ની ફરજ બંને વચ્ચે બેલેન્સ કર્યું.જાણકારી મુજબા પ્રીતિ ગ્રેટર નોએડા ના દાદરી પોલીસ સ્ટેશન થી જોડાયેલી છે. સોમવાર ના દિવસે તેમની ડ્યુટી વીવીઆઈપી ક્ષેત્ર માં સવારે છ વાગે હતી.

સોશિયલ મીડિયા પર થઇ તસ્વીર વાયરલ :

સોશિયલ મીડિયા પર લોકો એ આ માં દીકરા ની તસ્વીર ખુબ જ પસંદ આવી રહી છે. લોકો આ મહિલા કોન્સ્ટેબલ ના માતૃત્વ ને સલામ કરી રહ્યા છે.કોઈએ પ્રીતિ ને પ્રેમાળ માતા કહ્યું તો કોઈએ તેમને એક ખુબ જ સારી ઓફિસર કહ્યું. ચાલો જોઈએ લોકો એ આ ફોટા ને લઈને કેવી કેવી કમેન્ટ કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!