પાવર સપ્લાય ગયા બાદ ફક્ત ૫ દિવસમાં બાળકોએ કરી દેખાડ્યું આ અદ્ભુત કાર્ય – લોગ સલામ કરી રહ્યા છે

દિલ માં જો કઈક કરવાનું જુનુંન હોય તો જે ધારો તે થઇ શકે છે અને અ કહેવત ને સાચી કરી ને દેખાડી દીધી છે મહારાષ્ટ્ર ના બીડ જીલ્લા ના એક સરકારી સ્કુલ ના કેટલાક છોકરાઓ એ.બીડ જીલ્લા ના કુર્લા ગામમાં સ્થિત જીલ્લા પરિષદ સ્કુલ માં વિજળી નું બીલ ભર્યું ન હતું, જેને લીધે વિજળી વિભાગ એ તેમની વિજળી નું કનેક્શન કાપી નાખ્યું હતું.

જણાવી દઈએ કે આ બિલ ૨૫ હાજર આવ્યું હતું, જેને આ સ્કુલ ભરી શકે તેમ ના હતી. સ્કુલ ની વિજળી જવાથી સાતમાં ક્લાસ ના કેટલાક બાળકો એ એક કારનામું કરી દેખાડ્યું હતું, જેના વિશે જાણીને તમને ગર્વ નો અનુભવ થશે.

૫ દિવસ માં કરી દેખાડ્યું આ કામ :

સાતમાં ધોરણ ના કેટલાક છોકરાઓ એ માત્ર પાંચ જ દિવસ માં મિની પવન ચક્કી બનાવી દીધી. તેમના દ્વારા બનાવાયેલી આ મિની ચક્કી થી આખી સ્કુલ ફરી એક વાર જગમગી ઉઠી હતી. જોકે બાળકો એ આ ચક્કી એકલા એ નથી બનાવી તેમની સાથે આ કામ  માં તેમના વિજ્ઞાન ના શિક્ષક ભાઉ સાહબ રાણે એ પણ મદદ કરી હતી.

શિક્ષક એ જણાવ્યું કે આમાં સોલાર યુનિટ લાગેલી છે, જેને લીધે તે ૫૦૦ વોટ વીજળી નું નિર્માણ કરે છે. અંદાજે ૫ હજાર ના ખર્ચ માં તેને બનાવવા માં આવી છે.

અભ્યાસ દરમિયાન બાળકો ને આવ્યો આ વિચાર :

ભાઉ સાહબ રાણે એ જણાવ્યું કે સ્કુલ માં એક થી લઈને સાતમાં ધોરણ સુધી ના બાળકો આવે છે. આ સ્કુલ માં છાત્રો ની સંખ્યા અંદાજે ૧૮૮ છે.રાણે એ કહ્યું કે એક વાર તે સાતમાં ધોરણ માં ભણતા બાળકો ને પવન ચક્કી અને તેની મદદ થી ઉત્પન્ન થતી વિજળી વિશે જણાવી રહ્યા હત, આ દરમિયાન કેટલાક છાત્રો એ તેમને કહ્યું કે જો સ્કુલ માટે જ તેનો ઉપયોગ કરીએ તો. આ રીતે આ વિચાર આવ્યા પછી બાળકો એ આ કામ કરવાનું શરુ કરી દીધું અને માત્ર થોડા જ દિવસો માં પોતાના સ્કુલ ને ફરી એક વાર વિજળી થી જગમગાવી દીધું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!