ટેડી બેર સાથે રમતી આ બાળકી આજે બની ગઈ છે બોલીવુડની બ્યુટી ક્વીન – કેટલા ઓળખી શક્યા?
બોલીવૂડ ના સ્ટાર્સ ના બાળપણ ની તસ્વીરો અવાર નવાર વાયરલ થતી રહેતી હોય છે.ક્યારેક ઋષિ કપૂર પોતાના બાળપણ ની તસ્વીરો શેર કરે છે તો ક્યારેક આલિયા ભટ્ટ પોતાના બાળપણ ની તસ્વીર શેર કરે છે.હવે એવી જ એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.
આ તસ્વીર માં એક બાળકી ટેડીબેર સાથે રમતી જોવા મળી રહી છે પરંતુ મોટા ભાગના લોકો આ બાળકી ને નહિ ઓળખી શકે.આ બાળકી તો અત્યારે બોલીવૂડ ની એક બ્યુટી ક્વીન બની ગઈ છે.શું તમે ઓળખી શક્યા આ બાળકી ને ?
અત્યારે બની ગઈ છે બોલીવૂડ ની બ્યુટી ક્વીન :
હાલ માં જ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયેલી એક ટેડીબેર સાથે રમતી બાળકી ની તસ્વીર ને જોઇને મોટા ભાગના લોકો ને નહિ ખબર પડી હોય કે તે કોણ છે. પરંતુ જણાવી દઈએ કે આ ટેડીબેર સાથે રમતી બાળકી બીજી કોઈ નહિ પરંતુ બોલીવૂડ ની બ્યુટી ક્વીન અને અનીલ કપૂર ની મોટી દીકરી સોનમ કપૂર છે.

સોનમ એ પોતાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે આ તસ્વીર માં તે સફેદ રંગના ફ્રોક અને તેને ખુબ જ પસંદ એવા ટેડીબેર ની સાથે જોવા મળી રહી છે.
ફોટો સાથે લખ્યું હતું આવું :
સોનમ કપૂર એ પોતાના બાળપણ ની તસ્વીર શેર કરતાની સાથે લખ્યું હતું કે તેમની પહેલી સ્ટાઇલીસ્ટ સુનીતા કપૂર એટલે કે સોનમ કપૂર ની માં એ તેમને તૈયાર કરી હતી.એના પરથી જ જોવા મળે છે કે સોનમ કપૂર બાળપણ થી જ ફેશનીસ્ટ રહી છે.તેમની આ તસ્વીર ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.સાથે જ ઘણા લોકો આ ફોટો પર કમેન્ટ કરી ને ક્યુટ, બ્યુટીફૂલ એવી રીતે સોનમ ના વખાણ પણ કરી રહ્યા છે.
ઘણી વાર કરે છે ફોટા શેર :
સોનમ કપૂર ઘણી વાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. હાલ માં જ તેણે પોતાના પિતા અનીલ કપૂર ની સાથે પણ એક તસ્વીર શેર કરી હતી.સોનમ તેના પિતા અનીલ કપૂર ની ખુબ જ નજીક છે અને અનીલ કપૂર પણ તેની બંને દીકરીઓ ને ખુબ જ પ્રેમ કરે છે.
ગયા વર્ષે આવી હતી બે ફિલ્મો :
જો સોનમ ના કામ વિશે ની વાત કરીએ તો ગયા વર્ષે સોનમ કપૂર ની બે ફિલ્મો રીલીઝ થઇ હતી. તે સાઉથ ના સુપરસ્ટાર દલકીર સલમાન ની સાથે “ધ ઝોયા ફેક્ટર” માં નજર આવી હતી જો કે આ ફિલ્મ ફ્લોપ થઇ ગઈ હતી. આ સિવાય તે ફેબ્રુવારી માં પહેલી વાર પોતાના પિતા અનીલ કપૂર ની સાથે એક ફિલ્મ “એક લડકી કો દેખા તો એસ લગા” માં જોવા મળી હતી, જોકે આ ફિલ્મ પણ કઈ ખાસ ચાલી નહિ.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.