વરીયાળીના પાણીનો આ રીતે પ્રયોગ કરવાથી વજન ચોક્કસ પણે ઘટે છે – આ રીતે શરુ કરો
અત્યારના યુગ માં લોકો ની ખુબ જ ખરાબ જીવન શૈલી ને લીધે અને બેઠા બેઠા કામ કરવા અને કસરત ન કરવાને લીધે મોટા ભાગના લોકો મેદસ્વીતા એટલે કે જાડાપણું વધતું જ જાય છે. શરીર માં જમા થતી આ ચરબી ને કારણે જ મોટા ભાગના રોગો થાય છે. આ રોગો માં ખોરાક નું પાચન ન થવા થી માંડી ને હૃદય રોગો સુધી ના મોટા ભાગના રોગો નો સમાવેશ થાય છે.

જેથી કોઈ પણ વ્યક્તિ એ જો સ્વસ્થ રહેવું હોય તો તેના શરીર માં રહેલી વધુ ચરબી એટલે કે મેદસ્વીતા ને દુર કરવી જોઈએ.જોકે મોટા ભાગના લોકો પોતાની આ ચરબી ઘટાડવા માટે કોઈ ને કોઈ ઉપાયો કરતા હોય છે અને કેટલાક તો વજન ઘટાડવા ની દવાઓ પણ લેતા હોય છે, જોકે વજન ઘટાડવા ની દવા લેવી એ ખોટી રીત છે. એવા માં આજે અમે તમને વજન ઘટાડવા માટે વરીયાળી ના પાણી નો એક પ્રયોગ વિશે જણાવવા ના છીએ, જેનાથી તમારું વજન ચોક્કસ પણ ઘટશે. તો ચાલો જાણીએ શું છે ઉપાય.
ઉપાય માટે જરૂરી સામગ્રી :
વરીયાળી ના પાણી નો આ ઉપાય કરવા માટે તમારે નીચે ની વસ્તુઓ ની જરૂર પડશે.
- એક ચમચી વરીયાળી,
- એક ગ્લાસ પાણી,
- એક ચમચી મધ અથવા ગોળ.
આ છે બનાવવા ની રીત :
વરીયાળી નું આ પાણી બનાવવા માટે રાત્રે એક ચમચી વરીયાળી ને એક ગ્લાસ પાણી માં ઉમેરી ને રાખી દો. બીજે દિવસે સવારે આ પાણી ને ગાળી લઇ ને તેમાં એક ચમચી મધ ઉમેરી લો. અને આ પાણી ને સવારે ઉઠીને નરણા કોઠે પીવું.
આ સિવાય જો તમને ઈચ્છા થાય તો વરીયાળી ના પાણી ને ઉકાળી ને તેને ઠંડુ પડે તે પછી તેમાં એક ચમચી મધ ઉમેરી ને પણ લઇ શકાય છે.
આ બધા છે ફાયદા :
વજન ઘટાડવા માં છે મદદરૂપ :
આ રીતે બનાવેલું વરીયાળી નું પાણી પીવાથી વરીયાળી માં ભરપુર માત્રા માં રહેલા રેશા ને લીધે ભૂખ ઓછી લાગે છે, જેથી આપણી વધુ ખાવાની આદત દુર થાય છે અને જેથી વજન ઓછો થાય છે.
ઝેરી તત્વો ને દુર કરે છે :
વરીયાળી નું આ પાણી પીવાથી શરીર માં રહેલા ઝેરી તત્વો દુર થાય છે. જેથી આપનું શરીર સ્વસ્થ થાય છે.
પાચનશક્તિ થી જોડાયેલી સમસ્યા થાય છે દુર :
આ રીતે બનાવેલું વરીયાળી નું પાણી પીવાથી પેટ થી જોડાયેલી બધી જ સમસ્યાઓ દુર થાય છે, અને જેમના પેટ ની સમસ્યાઓ દુર થાય છે તેમનું શરીર સ્વસ્થ રહે છે.
હ્રદય નો હુમલો :
વરીયાળી નું આ પાણી પીવાથી હ્રદય ના હુમલા આવવા ની શક્યતાઓ ઓછી થઇ જાય છે કેમકે વરીયાળી માં ફાઈબર, એન્ટીઓક્સીડન્ટ ના ગુણો હોય છે.જે હ્રદય ના હુમલા ને થતો અટકાવે છે.
ખાસ નોંધ : વરીયાળી નું આ પાણી બનાવવા માટે માત્ર એક જ ચમચી વરીયાળી નો ઉપયોગ કરવો. વધુ પડતી વરીયાળી ના ઉપયોગ થી ઘણા લોકો ને ઘણી બધી સમસ્યાઓ થઇ શકે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.