QSQT ફિલ્મની રીલીઝ પહેલા આમીર ખાને પોતે ઓટોમાં ફિલ્મના પોસ્ટર લગાવતો વિડીયો વાઈરલ

કોઈ પણ કલાકાર માટે પોતાની પહેલી ફિલ્મ એટલી જ મહત્વની હોય છે જેટલું એના જીવનનું કોઈ સપનું પુરુ થવું. આમ જોઈએ તો અત્યારના લગભગ બધા સુપર સ્ટાર્સ એમની પહેલી ફિલ્મ ની સફળતા ને લીધે જ આગળ આવ્યા છે.

આવા સમયે, સુપર સ્ટાર આમીર ખાન ની પહેલી ફિલ્મ કયામત સે કયામત તક લગભગ બધાને યાદ જ હશે. આ ફિલ્મ ૧૯૮૮ માં રીલીઝ થયેલી અને આમીરખાન તથા જુહી ચાવલા અભિનીત ફિલ્મ આ બંને કલાકારો માટે પહેલી ફિલ્મ હતી અને એટલી જ મહત્વની હતી.

આ ફિલ્મ રીલીઝ થતા જ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી દીધેલી. એ સમયે અમુક સમાચાર એવા પણ હતા કે આ ફિલ્મ માં છેલ્લે આમીર ખાન પોતાની જાતને ગોળી મારે છે એ સીન જોઇને ઘણા જુવાનીયાઓ જે પ્રેમ માં અસફળ ગયા હોય એમને આત્મહત્યા પણ કરેલી અને છેલ્લો સીન બદલવા પણ માંગ થયેલી.

જો કે એ બધી વાતો ને બદલે આજે આપણે એ જોઈએ કે આ ફિલ્મ ની સફળતા અને માર્કેટિંગ માટે ખુદ આમીર ખાને રસ્તાઓ પર જઈને રીક્ષા ની પાછળ ફિલ્મના બેનર લગાવેલા. આ વાત પુરવાર કરતો વિડીયો પણ વાઈરલ થયેલો છે જે તમે નીચે જોઈ શકશો.


આ વિડીયોમાં તમે જોઈ શકશો કે આમીરખાન ના ચહેરા પર એક અલગ જ ખુશી છે. એની સાથે ફિલ્મ માં એમનો કો-સ્ટાર અને કઝીન બતાવેલો એ રાજ જ્યુત્સી છે. એ પણ બોલીવુડના બીજા ઘણા ફિલ્મો માં દેખાયા હતા. બંને નો આ વિડીયો શેર કરનાર ફિલ્મના ફોટોગ્રાફર અને કન્ટેન્ટ ક્રિએટર માનવ મંગલાની છે.

આજે પણ આ કલાકારો રોકિંગ છે જ અને મોટા પડદે સફળ પણ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!