66 લાખ BPL રેશનકાર્ડ ધારક પરિવારો માટે રૂપાણી સરકારનો અભૂતપૂર્વ નિર્ણય

કોરોના મહામાયી ને લઈને છેલ્લા ૩૦-૪૦ દિવસમાં રૂપાણી સરકારે ગુજરાત ની જનતા માટે ઘણા અદ્ભુત કાર્યો અને મદદ કરી છે ત્યારે આજે રૂપાણી સરકાર આ અદ્ભુત અને અભૂતપૂર્વ નિર્ણય લઈને આવી ગઈ છે.

કોરોનાને અનુલક્ષીને ગુજરાતમાં ગરીબીની રેખા નીચે જીવતા ૬૬ લાખ જેટલા પરીવારોને તેના ખાતામાં રૂ. એક-એક હજાર આપવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે. સરકાર સોમવારથી આ નાણા ખાતામાં જમા કરાવવા લાગશે. લાભાર્થી ગરીબ પરીવારો તેનો પોતાની જરૂરીયાત મુજબ બેંકમાંથી ઉપાડી ઉપયોગ કરી શકશે. ભુતકાળમાં કુદરતી આપતી વખતે અસરગ્રસ્તોને કેશડોલ્સ અપાયાના અનેક દાખલા છે પરંતુ ખાતામાં એક સાથે રૂપીયા ૧૦૦૦ની સહાય કરવામાં આવે તેવો કદાચ આ રાજયમાં પ્રથમ બનાવ છે. રૂપાણી સરકારે ગરીબો માટે કરેલા અભુતપુર્વ નિર્ણયની આજરોજ જાહેરાત થઈ છે.

તા. ર૦ એપ્રિલથી ૬૬ લાખ બીપીએલ કાર્ડ પરીવારોના ખાતામાં રૂ. એક-એક હજાર સીધા જમા કરાવામાં આવશે. તેના માટે લાભાર્થી પરીવારે કોઇ પુરાવો આપવાની જરૂર નથી. સરકાર પાસે બીપીએલ કાર્ડ ધારકોની વિગતો છે તેના આધારે આ નાણાકીય સહાય તેના ખાતામાં પહોંચાડી દેવામાં આવશે. આ સહાયથી રાજય સરકાર પર રૂ. ૬૬૦ કરોડનો બોજો આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને આ મહિને રેશનકાર્ડે પર કેટલીક જીવન જરૂરી વસ્તુઓ વિનામુલ્યે આપી છે. હવે બીપીએલ પરીવારોને રોકડ સહાય કરીને નવો ઇતિહાસ સર્જયો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!