કેન્સરનો સામનો કરી રહેલા આ એક્ટરે કોરોના કાળમાં મજુરો-ગરીબો માટે મોટી મદદ કરી
છેલ્લા થોડા સમય થી ઈરફાન ખાન એ પોતાની તબિયત ને લઈને ચર્ચા માં છે. થોડા સમય પહેલા જ તેઓ એ જણાવ્યું કે તેઓ એક ગંભીર બિમારી થી પીડાઈ રહ્યા છે. આ વિશે વાત કરતા તેઓએ ટ્વીટર માં લખ્યું કે “ક્યારેક તમને એવો જટકો લાગે છે કે જે તમારા જીવન ને એક દમ બદલી જ નાખે છે.મારા જીવન ના છેલ્લા ૧૫ દિવસ કોઈ સસ્પેન્સ સ્ટોરી ની જેમ રહ્યા છે. મને કહાબ્ર ન હતી કે દુર્લભ કહાનીઓ ની શોધ મને એક આવી બીમારી સુધી પહોચાડી દેશે. હું ક્યારેય હાર નહિ માનીશ. મારી સાથે મારો પરિવાર અને મિત્રો છે જ. અમે બધા જ મળી ને આ બીમારી ની સાથે લડવાની કોશિશ કરી રહ્યા છીએ”.
થઇ ગઈ છે આ બિમારી :


આ દિવસો માં તે પોતાની આવનારી ફિલ્મ “અંગ્રેજી મીડીયમ” ને લઈને ચર્ચા માં બનેલા છે. હાલ માં જ તેની આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ટ્રેલર એ તેના ચાહકો ને ખુબ જ પસંદ આવ્યું છે.
હાલ માં જ કર્યા કેટલાક ખુલ્લાસા :
હવે એવા માં ફરી એક વાર હાલ માં જ એક ઈન્ટરવ્યું માં પોતાની બિમારી અને અંગત જીવન વિશે કેટલાક ખુલ્લાસા કર્યા હતા. આ દરમિયાન તેઓએ ઘણા બધા સવાલ ના જવાબ આપ્યા. તેમને પ્રશ્ન એ કરવામાં આવ્યો હતો કે અંગ્રેજી મીડીયમ ના ટ્રેલર થી પહેલા તેઓએ જે મેસેજ આપ્યો હતો તેમાં તેઓએ પોતાની બીમારી વિશે વાત કરી હતી. શું બિમારી ને લીધે તેમની જીવન ને જોવા ની રીત જ બદલી ગઈ છે?
આપ્યો આ જવાબ :
તેમને પૂછવામાં આવેલા સવાલ નો જવાબ આપતા ઈરફાન એ કહ્યું હતું કે “હું ખુબ જ વ્યસ્ત થઇ ગયો હતો (બિમારી થી પહેલા), ક્યારે મારા બાળકો નાના માંથી મોટા થઇ ગયા મને તેના વિશે ખબર જ ન પડી. વિડંબણા એ છે કે હવે મારે આ વાત નો અંદાજો છે કે ખરેખર સમય ન રહેવા નો શું મતલબ છે. એટલા માટે જે લોકો એ પણ મારા માટે પ્રાર્થના કરી, તેમનો હું આભાર માનું છું”.
સાથે જ ટ્રેલર થી પહેલા શેર કરેલા ઓડિયો મેસેજ માં ઈરફાન એ કહ્યું હતું કે “મારી રાહ જોજો” તો શું આનો મતલબ એ છે કે ઈરફાન હજી પણ આગળ ફિલ્મો કરવાના છે?
હાલમાં જ કોરોના મહામારી નો સામનો જયારે વિશ્વ કરી રહ્યું છે ત્યારે બોલીવુડ ના તમામ કલાકારો આગળ આવીને મદદ કરી રહ્યા છે.
આ સમયે ઈરફાન ખાને પણ પોતાની કેન્સર બીમારી હોવા છતાં આટલી મોટી મદદ જાહેરાત કરી છે.
બોલીવુડ એક્ટર ઈરફાન ખાને કોરોના ના કહેર સામે આ અભિયાન ચાલુ કર્યું છે અને એમને પોતે સોશિયલ મીડિયા થકી આ જાહેરાત કરી છે. એમને એક દિવસ ઉપવાસ રાખવાનું એલાન કર્યું છે.
હાલની મુશ્કેલ પરિસ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત મજૂરો અને ગરીબો થયા છે. ઇરફાન ખાને ટ્વીટર દ્વારા માહિતી આપી છે કે, તે આ રોજ કમાઇની ખાનારા મજૂરો માટે કંઇક ખાસ કરવા ઇચ્છે છે.
૧૦ એપ્રિલ શુક્રવારે સવારે ૬ થી સાંજે ૬ સુધી પોતે ઉપવાસ રાખીને ખાસ કરીને પ્રવાસી મજુરો સાથે જે થયું એમને ઉપયોગી થાય એ માટે રાખશે.
I support this because I believe we need to change from the roots#gramsevasangha #oneworld pic.twitter.com/ecgY9v4wud
— Irrfan (@irrfank) April 9, 2020
ઈરફાન ખાન ની સાથે સાથે બીજા અમુક બોલીવુડ સ્ટાર્સ પણ આ ઉપવાસ કરવામાં એમની સાથે જોડાવાના હોવાના સંકેત છે. વધુ વિગત મળતા અમે ફરી આપની સમક્ષ હાજર થઈશું.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’ ટીમ
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.