આ ઉદ્યોગને તારીખ 25ના શનિવારથી કામકાજ પુન: ચાલું કરવા મળશે પરવાનગી – આ શરતો લાગુ પડશે
કોરોના વાયરસની સંક્રમણની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના એકસપોર્ટ ઓરિએન્ટેડ ઊદ્યોગ એકમોને આર્થિક આધાર આપતો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે. રાજ્યમાં જે ઊદ્યોગ એકમો નિકાસ-એકસપોર્ટ કરે છે અને જેમની પાસે નિકાસ-એકસપોર્ટના ઓર્ડર્સ હાથ પર છે તેવા ઊદ્યોગ એકમો આગામી શનિવાર તા.રપમી એપ્રિલથી શરૂ કરી શકાશે. આવા એકસપોર્ટ કરતા ઊદ્યોગ એકમો જેમની પાસે એકસપોર્ટના ઓર્ડર પેન્ડિંગ હોય અને ઉદ્યોગ એકમ મ્યુનિસિપલ લિમિટમાં હોય પરંતુ કન્ટેઇનમેન્ટ વિસ્તાર બહાર કાર્યરત હોય તેમને એકમ પૂન: શરૂ કરવા પરવાનગી અપાશે.

આવા ઊદ્યોગ એકમોએ સંબંધિત જિલ્લા કલેકટરને અરજી કરીને પરવાનગી મેળવવાની રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતના કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સુરક્ષા-સલામતિની ગાઇડલાઇન્સના નિયમો પણ જાળવવા પડશે. પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાના-નાના સ્વરોજગાર દ્વારા રોજગારી મેળવતા અને જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. સ્વરોજગારી સાથે જોડાયેલા પ્લમ્બર, કારપેન્ટર, ઇલેકટ્રીશ્યન, મોટર રિપેરીંગ-ઓટો મિકેનીકને પોતાનું કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ઉદ્યોગ એકમ મ્યુનિસિપલ લિમિટમાં હોય પરંતુ કન્ટેઇનમેન્ટ વિસ્તાર બહાર કાર્યરત હોય તેમને એકમ પૂન: શરૂ કરવા મંજૂરી અપાશે
પ્લમ્બર, મિસ્ત્રી, ઇલેકટ્રીશ્યન, મોટર રિપેરર, ઓટો મિકેનીકને પોતાનું કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચના અપાઈ
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.