13 એપ્રિલ – સોમવારથી જ 60 લાખ APL-1 કાર્ડ ધારકોને અનાજ વિતરણ – આ હશે છેલ્લી તારીખ
રાજ્યના APL-1 કાર્ડધારકોને 13 એપ્રિલથી કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં સંવેદનશીલ નિર્ણય લઈને રાજ્યના આવા APL-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50 થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, APL કાર્ડ ધારકો માટે આવી યોજના જાહેર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

એ સિવાય અત્યંત ગરીબ, નિરાધાર અને કુટુંબવિહોણા તથા અન્ય પ્રાંતમાંથી અહીંયા રોજીરોટી માટે આવ્યાં હોય તેવા લોકોને માટે ‘અન્નબ્રહ્મ યોજના’ હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે.
કોરોનાને અનુલક્ષી ને રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ સંવેદનપૂર્ણ નિર્ણયો લીધા છે, અનેક રાહતો આપી છે. આ નિર્ણયથી મુખ્યત્વે મધ્યમ વર્ગને ખાસ્સી રાહત મળવાની છે. આગામી 13 એપ્રિલ 2020થી રાજ્યના 60 લાખ APL-2 કાર્ડધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરાશે. આવા પરિવારોને ઓળખના પુરાવા તરીકે APL-1 કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે.
13 એપ્રિલ થી 17 એપ્રિલ એમ પાંચ દિવસ માં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાં આવશે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.