જીવન જીવવાની શીખ આપવા અક્ષયકુમાર પોતાની દીકરીને લઈને એક ઝુંપડીમાં પાણી પીવા લઇ ગયો..
છેલા અમુક વર્ષોથી અક્ષય કુમાર ભારતીય દેશવાસીઓ ના દિલ માં છવાયેલો રહે છે. ખુબ જ દેશભક્તિ ના કામ કરતો અક્ષય કુમાર લોકોનો રીયલ હીરો બની રહ્યો છે.
બૉલીવુડ જગતનો દિગ્ગજ ખેલાડી તરીકે ફેમસ અભિનેતા અક્ષય કુમાર કોઈને કોઈને કોઈ કારણ ન લીધે હમેશાં ચર્ચામાં રહે છે. અક્ષય કુમાર તથા અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના કોરોના જેવી ઘાતક સમસ્યા વિરૂઘ્ધ લડવા માટે 25 કરોડ રૂપિયાનું દાન પીએમ કેરમાં આપીને વધુ ચર્ચામાં આવ્યા છે.
After this you are my real life hero! Respect and respect only 🙏🏾 @akshaykumar https://t.co/3NdRkRxH7g
— hardik pandya (@hardikpandya7) March 28, 2020
શનિવાર 28 માર્ચના દિવસે ઍક્ટર અક્ષય કુમારે પોતાના ટ્વીટરટ એકાઉન્ટ ઉપર એક ટ્વીટ કરી અને કહ્યું હતું કે તે પીએમ કેર કોષમાં 25 કરોડનું ખાસ દાન કરેલું છે ત્યાર પછી તેના ફેન્સ વર્ગમાં અક્ષય કુમારનું માન સન્માન વધી ગયું હતું, અક્ષયે પોતાની ટ્વીટમાં લખ્યું હતું: “આ સમય આપણા લોકોનું જીવન બચાવવાનો છે. અને આના માટે આપણે કંઈપણ અને બધું જ કરવાની આવશ્યકતા છે. હું મારી બચતમાંથી પીએમ નરેન્દ્ર મોદીજી ના પ્રધાનમંત્રી રાહત કોષની અંદર 25 કરોડ રૂપિયાનું દાન કરવા જઈ રહ્યો છું. આવો જીવન બચાવીએ, જાન હે તો જહાન હે”
ખેલાડી અભિનેતા અક્ષયની આ ટ્વીટ ઉપર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ રીટ્વીટ કરીને કહ્યું હતું કે “આના પછી તમે જ મારા રિયલ હીરો છો” ખેલાડી અભિનેતા અક્ષય કુમારની આ જાહેરાત પછી માણસો તેમની ખુબ જ પ્રસંશા કરી છે. બોલીવુડ જગતના બધા જ ઍક્ટર પૈકી અક્ષયનું આ દાન સૌથી અગત્યનું તથા ખાસ છું. ત્યારે બીજા પણ ઘણા માણસોએ ટ્વીટ કરી અને અક્ષયના આ દાનને વખાણ કર્યા હતા અને તેમને સલામ કાર્ય હતા.
અક્ષય કુમાર પોતાના સોશિયલ મીડિયા પર રેગ્યુલર પોતાના લાઈફ ની કોઈ ને કોઈ ક્ષણ શેર કરતો રહેતો હોય છે. તાજેતરમાં જ એમને પોતાના સોશિયલ મીડિયા પર એમની દીકરી સાથે નો એક ખુબ જ પ્રેરણાત્મક બનાવ શેર કર્યો.
પોતાની દીકરી હવામાં ના રહે અને ડાઉન ટુ અર્થ રહે એ ઉદેશ્ય થી અક્ષયકુમાર એને જીવન જીવવાની શીખ આપવા એક ઝુંપડા માં લઇ ગયો જેથી એની દીકરી જોવે કે લોકો કેટલા ગરબી હોઈ શકે અને તેમ છતાં આવી તકલીફ માં કેટલા ખુશી થી રહેતા હોય.
અક્ષય કુમાર નો ઉદેશ્ય ઝુંપડીમાં જઈને એની દીકરીને પાણી પીવા ના બહાને લઇ જઈને ગરીબ લોકોના જીવન જીવવાની રીત બતાવવી. પણ અક્ષય કુમાર ના આશ્ચર્ય વચ્ચે એને ફક્ત પાણી માંગેલું અને ત્યાં રહેતા કપલે અક્ષય કુમાર અને એની દીકરીને મીઠી સ્વાદિષ્ટ ગોળ-રોટલી નો નાસ્તો કરાવ્યો અને અક્ષય કુમાર આ ક્ષણ એમના ફેંસ સાથે શેર કર્યા વગર રહી જ ના શક્યો.
તમને કહી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીન અપીલ પછી અભિનેતા અક્ષય કુમારે ભારતને આ મહામારી વિરુદ્ધ સહાય માટે 25 કરોડ રૂપિયાનું દાન આપવાનું જાહેર કર્યું હતું. અક્ષય કુમારના આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં તારીફ કરવામાં આવી રહી છે.
માણસો તો અક્ષય કુમારની પ્રસંશા કરતા કરતા થાકતાં નથી. પરંતુ પ્રસંશા કરવામાં તેની વાઇફ પણ પીછે હઠ કરતી નથી. અભિનેત્રી તથા પત્ની ટ્વીન્કલ ખન્નાએ તેના પતિના આ પગલાં પર ગર્વ મહેસુસ કર્યો છે. ટ્વિંકલ ખન્નાએ પણ તેની આ ખુશીનો ખુલ્લીને ઈઝહાર કર્યો છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.