મહાનગરોમાં લૉકડાઉન હળવું ન કરવા માટે ખુદ નાગરિકોએ વિનંતી કરી – સલામ ગુજરાત
ગૃહ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જ્યારે ગુજરાત સરકારે રવિવારે લૉકડાઉનમાં છૂટછાટ આપી ત્યારે ગુજરાતનાં જ જાગૃત નાગરિકોએ સ્વયંભૂ આ છૂટછાટ પાછી લેવા રાજ્ય સરકારને અપીલ કરી હતી. લોકોની માંગ અને લોકોનાં સ્પિરિટને ધ્યાનમાં લઈ ને જ રાજ્ય સરકારે રાજ્યનાં ચાર મહાનગરોમાંથી છૂટ પરત ખેંચી હતી. આમ ગુજરાતમાં લોકશિસ્ત અને લોકોની ખુમારીનું અદ્ભૂત ઉદાહરણ જોવા મળ્યું હતું. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનાં ફેસબૂક લાઈવ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, છૂટ પરત ખેંચવા વેપારીઓએ તેમને સામે ચાલી ને વિનંતી કરી હતી!

લૉકડાઉનમાં છૂટ આપવાની જાહેરાત થઈ એ પછી રાજ્યનાં સમજુ, કોમન સેન્સ ધરાવતાં દરેક નાગરિકે સંક્રમણની ચિંતા પ્રગટ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ વેપારીઓએ, સામાન્ય નાગરિકોએ અને ખાસ કરી ને યુવાવર્ગે હોટસ્પોટ ધરાવતા શહેરોમાં છૂટ ન આપવા લાગણી પ્રદર્શિત કરી હતી. નાનીમોટી તકલીફો વચ્ચે પણ લૉકડાઉન પાળવા તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એક તરફ કેટલાક ડાબેરીઓ અને કોંગ્રેસીઓ જનતાને ગેરમાર્ગે દોરવા લૉકડાઉન જેવી સંવેદનશીલ બાબતે પણ રાજકારણ ખેલી રહ્યા છે ત્યારે ગુજરાતની ખમીરવંતી જનતાએ સ્વયં આવા લોકોનાં મોં પર તમાચો ચડાવી દીધો છે.
Author: ‘ભવ્યા રાવલ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો