મુંબઈમાં લોકડાઉનની ઐસી કી તૈસી કરી લોકો ઉતર્યા રસ્તા પર – આ છે કારણ
કોરોના એ આપણા દેશને પણ ભરડામાં લીધો છે ત્યારે ૨૧ દિવસ નું લોકડાઉન આજે પુરુ થઇ આવતી કાળથી લોકડાઉન નું બીજું વર્ઝન ચાલુ થવાની જાહેરાત આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ મોદીજી એ કરી છે. લોકોને ખાસ કરીને સહકાર આપવા આહવાન કર્યું છે અને આ સાથે જલ્દી જ બેઝીક સર્વિસીસ ચાલુ થશે એવો પણ નિર્દેશ આપ્યો છે.
આ ખતરનાક માહોલ માં મહારાષ્ટ્ર નું મુંબઈ સૌથી વધુ અસરગ્રસ્ત છે. આજે મુંબઈ ના બાંદ્રા એરિયા માં માં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોના આટલા એક સાથે રસ્તા પર આવી જવાથી કોરોના નો ભય વધી ગયો છે. મળતી માહિતી મુજબ રસ્તા પર ઉતારી આવેલા આ લોકોની ભોજનની સમસ્યા હોય એવું લાગી રહ્યું છે અને એમને પોત પોતાના ઘરે મોકલવાની વાત કરી રહ્યા છે.

આજે જયારે લોક ડાઉન લંબાવામાં આવ્યું ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ના બાંદ્ર એરિયામાં આટલી મોટી ભીડનાં રૂપમાં એકત્રિત થયેલા મોટાભાગનાં લોકો અન્ય શહેરો અને રાજ્યો ના મજુરો છે જે રોજી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. રસ્તા ઉપર ઉતરીને આ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ખાવા-પીવાની સમસ્યા થઈ રહી છે અને જેથી કરીને આ બધા પોત પોતાના વતન, પોત પોતાના ઘરે જવા ઈચ્છે છે. મળતી માહિતી મુજબ હાલ આ આખો કાફલો બાંદ્રા સ્ટેશનની પાસે ભેગો થયેલ છે અને પોલીસ તેમને કાબૂમાં કરવામાં અસફળ રહી છે.
Mumbai: A large group of migrant labourers gathered in Bandra, demanding for permission to return to their native states. They later dispersed after police and local leaders intervened and asked them to vacate. pic.twitter.com/uKdyUXzmnJ
— ANI (@ANI) April 14, 2020
અહી એ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર માં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. ભારતનું સૌથી મહતમ કોરોના ગ્રસ્ત દર્દીઓ વાળું રાજ્ય મહારાષ્ટ્ર છે કે જ્યાંકોરોનાનાં કુલ 2350 જેટલા દર્દીઓ સામે આવ્યા છે. અને જેમાંથી 214 દર્દીઓ ઠીક થઈ ચુક્યા છે અને કોરોનાનાં કારણે 150 જેટલા લોકોનાં મોત થઈ ચુક્યા છે.
એકલા મુંબઈમાં જ કોરોનાનાં હજારથી વધારે કેસ સામે આવ્યા છે અને 100થી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રથી પહેલા કર્ણાટકનાં મેંગલોરમાં આ પ્રકારની ભીડ ભેગી થઈ હતી. કર્ણાટકે હોઇગનાં હોઇગે બજારમાં સૈંકડો લોકો
એવું લાગી રહ્યું છે કે લોકડાઉન વધતા લોકો ગભરાઈ ગયા છે અને કંટાળી પણ ગયા છે. પણ આવું કરવાથી વધુ સંકટ થઇ શકે છે. લોકોએ અત્યારે સરકાર સાથે રહેવાની જરૂર છે. નિયમો માનવાની જરૂર છે.
The current situation at Bandra Station, now dispersed or even the rioting in Surat is a result of the Union Govt not being able to take a call on arranging a way back home for migrant labour. They don’t want food or shelter, they want to go back home
— Aaditya Thackeray (@AUThackeray) April 14, 2020
બાંદ્રા સ્ટેશન આ આખી ઘટના પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી શ્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરી કહ્યું કે બાન્દ્રા સ્ટેશન પરથી મજૂરોને હટાવવામાં આવ્યા છે. ગુજરાતના સુરતમાં થોડા દિવસો અગાઉ જ મજૂરોએ દેખાવો કર્યા હતા. જોકે કેન્દ્ર સરકાર તેમને ઘરે પહોંચાડવાનો નિર્ણય લઈ શકી ન હતી. આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું પર પ્રાંતીય મજૂરો ખાવાનું અને આશરો ઈચ્છતા નથી, તેઓ ઘરે જવા માંગે છે. જે અત્યાર ની નાજુક પરિસ્થિતિ પ્રમાણે અઘરું છે.
ભારતમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાતો અટકાવવા 21 દિવસના લોકડાઉન દરમિયાન અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. વિશ્લેષકો અને ઉદ્યોગ મંડળોએ આગાહી કરી છે કે 21 દિવસના લોકડાઉનથી ભારતની આશ્ચર્યજનક અર્થવ્યવસ્થા પર રૂ .7-8 લાખ કરોડનો પ્રભાવ પડી શકે છે.
25 માર્ચથી 21 દિવસના લોકડાઉનથી 70 ટકા આર્થિક પ્રવૃત્તિ, રોકાણ, નિકાસ અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ઉત્પાદનોનો વપરાશ અટક્યો છે. ફક્ત કૃષિ, ખાણકામ, ઉપયોગિતા સેવાઓ, કેટલીક નાણાકીય અને આઇટી સેવાઓ અને જાહેર સેવાઓ માટે કામ કરવાની છૂટ છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.