સલમાન ખાને કબ્રસ્તાનની આ તસ્વીર શેર કરીને લખ્યો આ મેસેજ – શું તમે સમજી શક્યા એ શું કહેવા માંગે છે?
કોરોના ની સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે અને ભારતમાં ખાસ કરીને મુંબઈ માં ઘણા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે ત્યારે બોલીવુડ પોતાના થી બનતી તમામ મદદ કોરોના પીડિતો માટે કરે છે.
તાજેતરમાં જ બોલીવુડના લગભગ સ્ટાર્સ દ્વારા પી.એમ.કેર માં પણ કરોડો રૂપિયાનું દાન થયું હતું અને સલમાન ખાને આખા બોલીવુડના તમામ હજારો મજુરો ની સેવા કરવાની જવાબદારી ઉપાડી લીધેલી હતી.
અહી એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સલમાન ખાનના પરિવારમાં મૌત ને લીધે સલમાન પર દુખ પણ આવેલું છે. એક તરફ કોરોના વાયરસ અને લોકડાઉન ને કારણે દુનિયા વ્યસ્ત થઈ ગઈ છે, તો બીજી તરફ અચાનક સલમાન ખાનના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હકીકતમાં, સલમાન ખાનના નજીકના સંબંધી અબ્દુલ્લા ખાનનું નિધન થયું છે. 31 માર્ચના મધ્યરાત્રિએ સલમાને તેના ભત્રીજા અબ્દુલ્લાની તસવીર પણ શેર કરી હતી. આ ફોટોમાં સલમાન તેના ભત્રીજા સાથે પોઝ આપી રહ્યો છે. આ ફોટો શેર કરતા સલમાને ‘લવ યુ કાયમ ..’ ના કેપ્શનમાં લખ્યું હતું.
સલમાન ખાન તેના અંગત જીવનમાં મદદ કરવાની બાબતે હંંમેશા ચર્ચામાં રહે છે. તે અવાર નવાર ગરીબો ની સેવા કરતા જોવા મળે છે એટલુ જ નહિ સલમાન ખાને બોલીવુડમાં પણ ઘણા લોકોનું કરિયર સેટ કર્યુ છે. એવામાં સલમાનને લઇને તેના કો-એક્ટર અને બોલિવુડ ના દિગ્ગજ કલાકાર પરેશ રાવલએ જે ટ્વિટ કર્યુ છે તે ખુબ જ વાઇરલ થઇ રહ્યુ છે.
પરેશ રાવલે કર્યા સલમાન ખાન ના વખાણ :
I doff my hat to @BeingSalmanKhan for such a lion hearted gesture .
— Paresh Rawal (@SirPareshRawal) March 31, 2020
જી હાં, પરેશ રાવલે એક ટ્વીટ દ્વારા સલમાન ખાનના વખાણ કરતા લખ્યુ છે કે, “સિંહ જેવા દિલ વાળાને સલમાન ખાનને સલામ” જો કે આ ટ્વીટ પર એ સ્પષ્ટ નથી થતુ કે પરેશ રાવલે સલમાન ખાનના વખાન શા માટે કર્યા છે, પરંતુ અંદાજ પ્રમાણે સલમાન ખાને 25 હજાર મજુરો ની મદદ કરી તેના માટે વખાણ કર્યાનુ જણાવવામાં આવી રહ્યુ છે.
સલમાન ખાને હમણાં જ અચાનક કબ્રસ્તાન નો ફોટો એમના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં કબ્રસ્તાન નો બહાર ની બાજુથી લેવાયેલો ફોટો હતો. અને દેખાતું હતું કે કબ્રસ્તાન એકદમ ખાલી ખમ પડ્યું છે.
આ ફોટો થોડી વાર તો કોઈને સમજાયો ના હતો , ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ આ ફોટા જોઇને વિચાર માં પડી ગયા હતા કે ભાઈ આ ફોટો દ્વારા શું કહેવા માંગે છે.
આની સાથે જ, સલ્લુભાઈ એ મુંબઈ ના સુમસાન રસ્તાનો ફોટો પણ શેર કર્યો હતો. કોરોના લોકડાઉન ને લઈને મુંબઈ નો હમેશા ભરચક રહેતો આ રસ્તો પણ એકદમ ખાલીખમ જ દેખાતો હતો.
આ તસવીરોને શેર કરતાં સલમાન ખાને કેપ્શનમાં લખ્યુ- વાહ દેશને આ પરિસ્થિતિ સમજવા અને વાત માનવા માટે આભાર, ભગવાન તમને સ્વસ્થ રાખે, ભારત કોરોના સામે લડશે.
અહી એ પણ જણાવી દઈએ છે કે, આ પહેલા સલમાન ખાને પોતાના ફેંસ અને મિત્રોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી, તેને પોતાના ફાર્મ હાઉસ પરથી એક વીડિયો શેર કર્યો હતો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.